AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England vs Pakistan Final match: પાકિસ્તાને ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 138 રનનુ આપ્યુ લક્ષ્ય, કુરને 3 વિકેટ ઝડપી

T20 World Cup ENG Vs PAK Final match 1st Innings Report:સેમ કરને શાનદાર બોલીંગ કરીને પાકિસ્તાને બેટ્સમેનોને પરેશાન કરી દીધા

England vs Pakistan Final match: પાકિસ્તાને ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે 138 રનનુ આપ્યુ લક્ષ્ય, કુરને 3 વિકેટ ઝડપી
England સામે પાકિસ્તાનના બેટ્સમેન પાણીમાં બેઠા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 3:50 PM
Share

ટી20 વિશ્વકપ 2022 માં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પાકિસ્તાની ટીમની શરુઆત ખરાબ રહી હતી. સેમ કરને જબરદસ્ત બોલીંગ કરીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે આદીલ રાશીદે 2 વિકેટ મેળવી હતી.

નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 137 રન નોંધાવ્યા હતા. આમ પાકિસ્તાને ઇંગ્લેન્ડને આસાન સ્કોર આપ્યો હતો. શાન મસૂદે સૌથી વધુ 38 રન નોંધાવ્યા હતા. જ્યારે કરને 3 વિકેટ ઝડપી હતી.

બાબર-રિઝવાનની જોડી ઝડપથી તોડવામા કરન સફળ

પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી. ઓપનીંગ જોડી 29 રનના સ્કોર પર જ તુટી ગઈ હતી. મોહમ્મદ રિઝવાન 15 રન નોંધાવીને પરત ફર્યો હતો. તેને સેમ કરને બોલ્ડ કરી દીધો હતો. આમ બાબર આઝમ અને રિઝવાનની જોડી તૂટતા જ ઈંગ્લેન્ડને રાહત શરુ થઈ ગઈ હતી. ત્યાર બાદ બીજી વિકેટના રુપમાં મોહમ્મદ હારિસની વિકેટ ગુમાવી હતી. જ્યારે બાબર આઝમ 12 મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો.

બાબરની વિકેટ આદીલ રશીદે ઝડપી હતી. બાબરે 28 બોલમાં 32 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 2 ચોગ્ગા નોંધાવ્યા હતા. બાબરની વિકેટ બાદ પાકિસ્તાનની ગતિ સંપૂર્ણ પણે ધીમી થઈ ગઈ હતી અને એક બાદ એક વિકેટનો સિલસિલો શરુ થઈ ગયો હતો.

કરન, રાશીદ અને જોર્ડને કહેર વર્તાવ્યો

બાબર બાદ ઈફ્તિખાર અહેમદ પણ શૂન્યમાં પરત ફર્યો હતો. તેણે 6 બોલ રમીને એક પણ રન બનાવ્યા વિના જ વિકેટ ગુમાવી હતી. મસૂદે સૌથી વધુ રન નોંધાવ્યો હતો. મસૂદે 38 રન 28 બોલનો સામનો કરીને 1 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેને શાદાબ ખાને સાથ પૂરાવ્યો હતો પરંતુ તે પણ 20 રનનુ યોગદાન નોંધાવી પરત ફર્યો હતો. જોકે અંતિમ ઓવરોમાં પણ પાકિસ્તાને વિકેટો ગુમાવી હતી અને રન નહીં નિકળતા આસાન લક્ષ્ય ઇંગ્લેન્ડ સામે રાખ્યુ હતુ.

4 ઓવરમાં સેમ કરને માત્ર 12 રન જ આપ્યા હતા અને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આદિલ રાશીદે 4 ઓવરમાં 22 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. રાશીદે એક ઓવર મેઈડન કરી હતી. ક્રિસ જોર્ડને પણ 4 ઓવરમાં 27 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સે 32 રન 4 ઓવરમાં આપીને 1 વિકેટ ઝડપી હતી. આમ કરન અને રાશીદે પાકિસ્તાની બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જી દીધી હતી.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">