ENG vs NZ: બીજી ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી થયો ટીમથી બહાર

ENG vs NZ : ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) ની ટીમ 3 ટેસ્ટ મેચોની શ્રેણી માટે ઈંગ્લેન્ડ (England Cricket) ના પ્રવાસે છે. ઇંગ્લિશ ટીમે આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ જીતી લીધી છે.

ENG vs NZ: બીજી ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી થયો ટીમથી બહાર
New Zealand Cricket team (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 12:39 PM

ઈંગ્લેન્ડ (England Cricket Team) પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ શ્રેણીમાં પાછળ રહી ગયેલી ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket) ની ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમ (Colin de Grandhomme) ઈજાના કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં માઈકલ બ્રેસવેલ (Michael Bracewell) નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડ ટીમના સ્ટાર કોલિન ડી ગ્રાન્ડહોમને જમણા પગની એડીમાં ઈજા પહોંચી છે. મેડિકલ તપાસ થયા બાદ બોર્ડે તેને ટુર્નામેન્ટની બાકી રહેલ મેચમાંથી બહાર કરી દીધો હતો. પ્રથમ ટેસ્ટમાં કોલિનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મેચની પ્રથમ ઈનિંગમાં જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 132 રનના શરમજનક સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી ત્યારે કોલિને સૌથી મોટી ઈનિંગ રમી હતી. કોલિને અણનમ 42 રન બનાવ્યા હતા. જોકે તે બોલિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 1 વિકેટ ઝડપી શક્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ન્યુઝીલેન્ડ સીરિઝમાં 1-0 થી પાછળ

3 મેચની આ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની ટીમ 1-0 થી પાછળ છે. ન્યુઝીલેન્ડ ટીમને પ્રથમ ટેસ્ટમાં તેને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડ પહેલી ઇનિંગમાં 132 રનમાં સમેટાઈ ગઇ હતી. જવાબમાં કિવી બોલરોએ પણ ઈંગ્લેન્ડને માત્ર 141 રનમાં જ રોકી દીધું હતું. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 285 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ મળ્યો. ઇંગ્લિશ બેટ્સમેનોએ આ લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

બીજી ટેસ્ટ મેચ 10 જુનથી શરૂ થશે

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ (ENG vs NZ) વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ 10 જૂનથી શરૂ થશે. આ મેચ નોટિંગહામમાં રમાશે. તો શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ લીડ્ઝમાં 23 થી 27 જૂન દરમિયાન રમાશે.

ન્યુઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે

કેન વિલિયમસન (સુકાની), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, કેમ ફ્લેચર (wk), મેટ હેનરી, કાયલ જેમીસન, ટોમ લેથમ, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ટિમ સાઉથી, નીલ વેગનર, વિલ યંગ , માઈકલ બ્રેસવેલ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">