AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs NZ: ઈંગ્લેન્ડની જીત સાથે દર્શકોને મોજ! જાણીને નવાઈ લાગશે કે આ 7 બોલ ને કારણે Lords ટિકિટના પૈસા પરત આપશે

Endgland Vs New Zealand: પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે લોર્ડ્સમાં રમાઈ હતી જે ચોથા દિવસે સમાપ્ત થઈ હતી અને તેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો.

ENG vs NZ: ઈંગ્લેન્ડની જીત સાથે દર્શકોને મોજ! જાણીને નવાઈ લાગશે કે આ 7 બોલ ને કારણે Lords ટિકિટના પૈસા પરત આપશે
Lords Cricket Stadium નિયમ પ્રમાણે રિફંડ આપશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 8:36 PM
Share

તાજેતરમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (Lords Cricket Stadium) ખાતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (Eng vs NZ) વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું હતું. ઈંગ્લેન્ડે નવા કેપ્ટન બેન સ્ટોક્સ અને નવા કોચ બ્રેન્ડન મેક્કુલમે પોતાના કાર્યકાળની સારી શરૂઆત કરી છે. તેમણે શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચ ચોથા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમને છોડીને મેદાન પર ઊભેલા ઈંગ્લેન્ડના ચાહકોએ આ જીતનો આનંદ માણ્યો હતો. હવે ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. એટલે કે લોર્ડ્સની ટિકિટ રિફંડ (Lords Ticket Refund) ના પૈસા ચોથા દિવસે મેચ જોવા પહોંચનારા દર્શકોને પાછા આપવામાં આવશે. આ સમાચાર સાંભળીને ચોથા દિવસે મેચ જોવા આવેલા દર્શકોને ચોક્કસ રાહત થશે.

ચોથા દિવસે મેચ 13.5 ઓવરમાં સમાપ્ત થઈ અને ઈંગ્લેન્ડ પાંચ વિકેટે જીતી ગયું. આ મેચમાં રૂટે પોતાની તાકાત બતાવી અણનમ સદી ફટકારી ઈંગ્લેન્ડને જીત અપાવી હતી. સુકાની પદ છોડ્યા બાદ રૂટની આ પ્રથમ શ્રેણી છે અને તે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.

આ કારણે મળશે રિફંડ

દર્શકોને ટિકિટના પૈસા રિફંડ મળશે, તેની પાછળ છે લોર્ડ્સ ગ્રાઉન્ડના નિયમો. આ મેદાનના બે મહત્વના નિયમો કહે છે કે (1) 15 ઓવર અથવા તેનાથી ઓછા સમયમાં, જો હવામાનને કારણે મેચ સમાપ્ત થાય છે અથવા મેચ પૂર્ણ થાય છે, તો દર્શકોને સંપૂર્ણ રિફંડ મળશે. (2) 15.1 ઓવરથી 29.5 ઓવર સુધી, જો હવામાનને કારણે મેચ સમાપ્ત થાય છે અથવા મેચ પૂર્ણ થાય છે, તો દર્શકોને 50 ટકા રિફંડ મળશે.

આવી સ્થિતિમાં, પ્રથમ સ્થિતિ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મેચના ચોથા દિવસે લાગુ પડે છે કારણ કે મેચ 13.5 ઓવરમાં સમાપ્ત થઈ હતી, તેથી આ મેચ જોવા આવેલા દર્શકોને ટિકિટના પૈસા પાછા આપવામાં આવશે.

આવી રહી હતી મેચ

આ મેચમાં બંને ટીમો પોતાની પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર બનાવી શકી ન હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 132 રન જ બનાવી શકી હતી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 141 રનથી આગળ વધી શકી નહોતી. પરંતુ બીજા દાવમાં બંને ટીમોએ સારો સ્કોર કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 108 અને ટોમ બ્લંડલે 96 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સના આધારે ન્યૂઝીલેન્ડે 285 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં રૂટે અણનમ 115 રન બનાવ્યા હતા.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">