ENG vs NZ ICC WC Match Preview : આજે વિશ્વકપનો શંખનાદ, જૂના વિરોધીઓ સાથે નવા યુદ્ધની શરૂઆત

રાહ જોવાના સમય પૂરો થયો. ચાર વર્ષ, બે મહિના અને લગભગ ત્રણ અઠવાડિયા પછી વર્લ્ડ કપ પાછો ફર્યો છે. છેલ્લા વર્લ્ડ કપની ફાઈનલ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જ્યાં ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી મારવાને કારણે ખિતાબ જીત્યો હતો. આ વખતે એવો કોઈ નિયમ નથી પરંતુ ટુર્નામેન્ટની શરૂઆત આ બંને ટીમો વચ્ચેની સ્પર્ધા સાથે થઈ રહી છે.

ENG vs NZ ICC WC Match Preview : આજે વિશ્વકપનો શંખનાદ, જૂના વિરોધીઓ સાથે નવા યુદ્ધની શરૂઆત
England vs New Zealand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 9:32 AM

13મો ODI વર્લ્ડ કપ (World Cup 2023) એ જ બે ટીમો સાથે શરૂ થઈ રહ્યો છે જેમની સાથે 2019નો વર્લ્ડ કપ સમાપ્ત થયો હતો. અમદાવાદમાં આજે વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ (England) અને રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. ટીમ ઈન્ડિયાએ થોડી રાહ જોવી પડશે કારણ કે ટીમ ઈન્ડિયા (Team India) નો અભિયાન 8 ઓક્ટોબરથી શરૂ થશે.

2019 વર્લ્ડ કપ ફાઈનલિસ્ટ ટીમોની ટક્કર

14 જુલાઈ 2019 ના રોજ લોર્ડ્સમાં, માત્ર વધુ બાઉન્ડ્રી ફટકારવાના કારણે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને રોમાંચક ફાઈનલમાં હરાવ્યું અને ટાઈટલ જીત્યું. તે રોમાંચક પરંતુ વિવાદાસ્પદ ફાઇનલ બાદ આ નિયમને હટાવવો પડ્યો અને બંને ટીમો બદલાયેલા નિયમ સાથે ફરીથી વર્લ્ડ કપની શરૂઆત કરી રહી છે. આ ચાર વર્ષમાં માત્ર નિયમો જ નહીં પરંતુ બંને ટીમોમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. ખાસ કરીને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનની સાથે ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બે મહત્વના ખેલાડીઓ આ વર્લ્ડ કપનો ભાગ નથી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ઈંગ્લેન્ડની બેટિંગ પહેલા કરતા વધુ મજબૂત

ઈયોન મોર્ગનની નિવૃત્તિ પછી જોસ બટલરે ટીમની કમાન સંભાળી અને T20 વર્લ્ડ કપ જીત્યો. ઓપનર જેસન રોય અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર, જેઓ 2019 વર્લ્ડ કપના હીરો હતા તેઓ પણ આ વખતે નથી રમી રહ્યા. રોયની ગેરહાજરી છતાં ટીમની બેટિંગ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. તેમની બેટિંગ પહેલા કરતા વધુ મજબૂત બની છે, પરંતુ આર્ચરની ગેરહાજરીને કારણે બોલિંગની ધાર થોડી ઓછી દેખાઈ રહી છે. પેસ બોલિંગની વધુ જવાબદારી માર્ક વુડ અને ક્રિસ વોક્સ પર રહેશે. જોકે, ઈંગ્લેન્ડને આદિલ રશીદ અને મોઈન અલીના સ્પિન બોલિંગ પાસેથી મોટી અપેક્ષાઓ હશે, જે ભારતમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

ન્યુઝીલેન્ડ ટીમની બોલિંગમાં છે દમ

જ્યાં સુધી ન્યુઝીલેન્ડનો સવાલ છે, કેન વિલિયમસનની કપ્તાનીવાળી આ ટીમમાં સૌથી મોટો ફેરફાર અનુભવી ઓપનર માર્ટિન ગુપ્ટિલ અને રોસ ટેલરની ગેરહાજરી છે, જેઓ આ વખતે ટીમનો ભાગ નથી. ડેવોન કોનવે અને ડેરીલ મિશેલને તેમના સ્થાને ઓપનિંગમાં મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કરી ટીમને સારી શરૂઆત આપવી પડશે. ફરી એકવાર ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથીની પેસ જોડી બોલિંગમાં મહત્વની સાબિત થશે. જોકે, ઈંગ્લેન્ડની જેમ ન્યુઝીલેન્ડના સ્પિનરો ઈશ સોઢી અને મિશેલ સેન્ટનર કેવું પ્રદર્શન કરે છે તેના પર ઘણું મેચનું પરિણામ નિર્ભર રહેશે.

મેચમાં સ્ટાર ખેલાડીઓની કમી જોવા મળશે !

બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થશે, તેમાં કોઈ શંકા નથી પરંતુ આ મેચનો સ્ટાર પાવર થોડો ઓછો હશે, કારણ કે કેટલાક દિગ્ગજ તેનો ભાગ નહીં હોય. ગત ફાઈનલનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઈંગ્લિશ ટીમમાં પરત ફર્યો છે, પરંતુ ફિટનેસની સમસ્યાના લક્ષણો પ્રથમ મેચથી જ દેખાઈ રહ્યા છે. તેના માટે આ મેચમાં રમવું મુશ્કેલ છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની તાકાત ઘટીને અડધી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કેપ્ટન કેન વિલિયમસન હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તેથી તે આ મેચમાં નહીં રમે. અનુભવી બોલર સાઉથી પણ આ મેચમાંથી બહાર છે.

આ પણ વાંચો : Video : રિષભ પંત રસ્તા પર બકરા ચરાવતો જોવા મળ્યો, ગિલ-ઈશાને તેને જોયો તો પૂછ્યો આ સવાલ

બંને દેશની ટીમ :

ઈંગ્લેન્ડ :

જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, જો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન, હેરી બ્રૂક, સેમ કુરન, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, રીસ ટોપલી, ગુસ એટકિન્સન, માર્ક વુડ, આદિલ રશીદ

ન્યુઝીલેન્ડ :

કેન વિલિયમસન (કેપ્ટન), ડેવોન કોનવે, ટોમ લેથમ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, વિલ યંગ, માર્ક ચેપમેન, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, રચિન રવિન્દ્ર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી, ઈશ સોઢી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">