ENG vs IND: ટીમ ઇન્ડિયામાં ફરી કોરોનાનો પ્રવેશ, સુકાની રોહિત શર્મા થયો કોરોના સંક્રમિત, જાણો ટીમના બાકીના ખેલાડીઓની સ્થિતી…!

|

Jun 26, 2022 | 6:31 AM

Cricket : રોહિત શર્મા (Rohit Sharma) ને કોરોના થયો છે અને બીસીસીઆઈ (BCCI) એ પોતે ટ્વીટ કરીને તેની માહિતી શેર કરી છે. લેસ્ટરશાયર સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન થયો હતો કોરોના ટેસ્ટ.

ENG vs IND: ટીમ ઇન્ડિયામાં ફરી કોરોનાનો પ્રવેશ, સુકાની રોહિત શર્મા થયો કોરોના સંક્રમિત, જાણો ટીમના બાકીના ખેલાડીઓની સ્થિતી...!
Rohit Sharma (PC: BCCI)

Follow us on

રોહિત શર્મા (Rohit Sharma) ક્યાં છે ? તે શા માટે બેટિંગ કરવા બહાર ન ગયો ? શું તે ઇજાગ્રસ્ત છે ? લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચની બીજી ઈનિંગમાં રોહિત શર્માને બેટિંગ માટે ન આવતા જોઈને જેમના મનમાં આવા સવાલો થઈ રહ્યા હતા તેમને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માને કોરોના થયો છે અને બીસીસીઆઈ (BCCI) એ પોતે ટ્વીટ કરીને તેની માહિતી શેર કરી છે. લેસ્ટરશાયર સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન થયો હતો કોરોના ટેસ્ટ, રોહિત શર્માનો પોઝિટિવ આવ્યો છે. ભારતીય સુકાનીનો આ ટેસ્ટ શનિવારે કરવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચની પ્રથમ ઇનિંગમાં પણ બેટિંગ કરી હતી. પરંતુ જ્યારે તેણે બીજી ઈનિંગમાં બેટિંગ ન કરી ત્યારે તેની ઈજાને લઈને લોકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા. જે અનિવાર્ય પણ હતા. હકિકતમાં ટીમ ઈન્ડિયા (Team India) ને 1 જુલાઈથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે અને જો તે પહેલા રોહિત ઈજાગ્રસ્ત થઈ જાય તો તે ભારત માટે મોટો આંચકો હશે. જોકે બીસીસીઆઈએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે રોહિતને કોરોનાથી કોઈ નુકસાન થયું નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

BCCI એ ટ્વીટ કરીને રોહિત શર્માને કોરોના થયાની જાણકારી આપી

BCCI એ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “શનિવારે કરવામાં આવેલ રોહિત શર્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે ટીમની હોટલમાં આઈસોલેશનમાં છે. BCCI ની મેડિકલ ટીમ સતત ભારતીય સુકાની પર નજર રાખી રહી છે.”

 

પ્રેક્ટિસ મેચ સમયે રોહિત શર્માને થયો કોરોના, ટીમના સભ્યો પર કોઇ અસર નહીં

શનિવારે રોહિત શર્માનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એટલે કે પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે તેને કોરોના સંક્રમિત થયો હતો. એટલે કે પ્રેક્ટિસ મેચ દરમિયાન તે કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. જોકે સારી બાબત એ છે કે રોહિત શર્મા કોરોના પોઝિટિવ હોવાને કારણે તેની અસર કે ચેપ તેની સાથે રમતા બાકીના ખેલાડીઓ પર જોવા મળ્યો નથી.

કોરોનાની ઝપેટમાં આવતા પહેલા રોહિત 2 દિવસ સુધી મેદાન પર રમતો પણ જોવા મળ્યો હતો. તેણે પહેલી ઇનિંગમાં પણ બેટિંગ કરી 47 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. તેણે શુભમન ગિલ સાથે અડધી સદીની ઓપનિંગ ભાગીદારી પણ નોંધાવી હતી.

Next Article