IND vs ENG : લોર્ડ્સ ટેસ્ટ કેટલા વાગ્યે શરૂ થશે? આ રીતે મફતમાં લાઈવ જોઈ શકશો મેચ
લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં 10 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમવાની છે. આ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? અને ક્યાં આ મેચને ફ્રી લાઈવ જોઈ શકશો? તમામ સવાલોના જવાબ મળશે આ આર્ટિકલમાં.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 જુલાઈથી ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. આ મેચમાં બંને ટીમોના ખેલાડીઓ પાસેથી બધા ક્રિકેટ ચાહકોને મજબૂત પ્રદર્શનની અપેક્ષા રહેશે. ટેસ્ટ શ્રેણીની વાત કરીએ તો, ઈંગ્લેન્ડે પહેલી મેચ જીતી હતી જ્યારે ભારતે બીજી ટેસ્ટ જીતી હતી. હવે ત્રીજી ટેસ્ટ મેચમાં, બંને ટીમોના ખેલાડીઓ પોતાની છાપ છોડવા માંગશે. આ સાથે, આજે અમે તમને જણાવીશું કે ત્રીજી ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
મફતમાં જોઈ શકાશે લોર્ડ્સ ટેસ્ટ
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ત્રીજી ટેસ્ટ મેચનો ટોસ બપોરે 3 વાગ્યે યોજાવાનો છે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને તેનું લાઈવસ્ટ્રીમ જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર થશે. દરેક વ્યક્તિ આ મેચ ડીડી સ્પોર્ટ્સ પર મફતમાં જોઈ શકે છે.
ત્રીજી ટેસ્ટમ કેવું રહેશે હવામાન?
ચાહકો માટે સારા સમાચાર એ છે કે રમતના પાંચેય દિવસ વરસાદની બિલકુલ શક્યતા નથી. બંને ટીમોના ખેલાડીઓ પણ આનાથી ખૂબ ખુશ થશે. પહેલી બે ટેસ્ટ મેચમાં પણ વરસાદે ખેલાડીઓને ખાસ પરેશાન કર્યા ન હતા.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?
ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. 4 વર્ષના લાંબા ગાળા બાદ જોફ્રા આર્ચર ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે જ્યારે ફાસ્ટ બોલર ગુસ એટકિન્સન પણ આ મેચમાં રમતા જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ હજુ સુધી પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી નથી.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન ડકેટ, ઝેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન અને શોએબ બશીર
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ
આ પણ વાંચો: IND vs ENG : લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 કેવી હશે ? મેચના એક દિવસ પહેલા રિષભ પંતે આપ્યો જવાબ
