ENG vs IND: એન્ડરસનના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો, ટીમ ઈન્ડિયા સામેની ટેસ્ટમાં મેળવી આ સિદ્ધી

James Anderson Record: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ટીમ ઈન્ડિયા સામે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના રેકોર્ડની આસપાસ કોઈ બોલર નથી.

ENG vs IND: એન્ડરસનના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાયો, ટીમ ઈન્ડિયા સામેની ટેસ્ટમાં મેળવી આ સિદ્ધી
James Anderson (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 10:33 PM

ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 98 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન (James Anderson)એ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો. તે ભારત સામેની ટેસ્ટ મેચોમાં સૌથી વધુ બોલ ફેંકનાર બોલર બની ગયો છે. આ મામલે એન્ડરસનની આસપાસ અન્ય કોઈ બોલર નથી.

બર્મિંગહામ ટેસ્ટ મેચ દરમિયાન જેમ્સ એન્ડરસને ટીમ ઈન્ડિયા (Team India) સામે ટેસ્ટ મેચમાં 7500થી વધુ બોલ ફેંકવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ મામલામાં મુથૈયા મુરલીધરન બીજા સ્થાને છે. તેણે 7020 બોલ ફેંક્યા છે. જ્યારે નાથન લિયોન આ મામલે ત્રીજા સ્થાને છે. તેણે 6239 બોલ ફેંક્યા છે. જ્યારે ઈમરાન ખાન આ મામલે ચોથા સ્થાને છે. તેણે 5078 બોલ ફેંક્યા છે.

મહત્વપૂર્ણ છે કે શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. પૂજારા માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હનુમા વિહારી 20 રન બનાવીને આઉટ થયો હતો. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે શ્રેયસ અય્યર 15 રન બનાવીને આઉટ થયો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભારત સામે ટેસ્ટ મેચમાં સૌથી વધુ બોલ ફેંકનાર બોલરોઃ

1) 7500: જેમ્સ એન્ડરસન* 2) 7020: મુરલીધરન 3) 6239: નાથન લિયોન 4) 5078: ઇમરાન ખાન

છેલ્લા લાંબા સમયથી રન માટે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલી પાસે આશા હતી કે તે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ દરમિયાન તે રનો મેળવવા માટેનો સંઘર્ષ પુરો કરે, લેસ્ટરશાયર વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સારા પ્રદર્શન બાદ આશા હતી કે તે સારું પ્રદર્શન કરશે, બર્મિગહામ મેચમાં ખરાબ શરુઆત પછી તેની પાસે લાંબા સમય સુધી ક્રિઝ પર રહેવાની આશા હતા, પરંતુ હવે તે આશા પર પણ પાણી ફરી વળ્યું છે, તે ક્રિઝ પર આવતા જ 6 ઓવરની અંદર જ કોહલી આઉટ થયો હતો. જેના 23 વર્ષના યુવા બોલરે પોતાનો શિકાર બનાવ્યો હતો. ચોથી ટેસ્ટ મેચ રમી રહેલા પૉટ્સ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પણ દિગ્ગજ કિવી કેપ્ટન કેન વિલિયમસનને 3 વખત આઉટ કર્યો હતો.

કોહલી પોતાના નિર્ણયમાં ભૂલને કારણે આઉટ થયો

ચેતેશ્વર પૂજારાના આઉટ થયા બાદ પ્રથમ સેશનમાં બેટિંગ કરવા આવેલા કોહલીએ થોડા જ બોલ રમ્યા કે વરસાદના કારણે મેચ રોકવી પડી અને બે કલાક બાદ રમત ફરી શરૂ થઈ. આ વખતે સતત બીજા સત્રની રમત શરૂ થઈ અને થોડી જ ઓવરોમાં ભારતે પહેલા હનુમા વિહારી અને પછી કોહલીની વિકેટ ગુમાવી દીધી. બંને વિકેટ મેથ્યુ પોટ્સે 2 ઓવરમાં જ લીધી હતી. ત્યારબાદ કોહલી પોતાના નિર્ણયમાં ભૂલને કારણે આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને 24મી ઓવરમાં બે રન આપ્યા હતા. તેની આગામી ઓવરમાં ભારતે વિરાટ કોહલીની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 25મી ઓવરના બીજા બોલ પર બોલ્ડ થયો હતો. કોહલીએ ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બોલ સ્ટમ્પ સાથે અથડાઈ ગયો. તે 19 બોલમાં 11 રન બનાવીને પરત ફર્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">