ENG vs IND: ભારત સામેની ટી20 અને વન-ડે સીરિઝ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત, આ ખેલાડી બન્યો સુકાની

Cricket : ભારત અને ઇંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે ત્રણ મેચની ટી20 અને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાશે. જેમાં 7 જુલાઈથી પહેલા ટી20 સીરિઝની શરૂઆત થશે.

ENG vs IND: ભારત સામેની ટી20 અને વન-ડે સીરિઝ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત, આ ખેલાડી બન્યો સુકાની
England Cricket (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 9:02 PM

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ભારત સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ અને ત્યારબાદ ત્રણ મેચોની ODI સિરીઝ રમવાની છે. જોકે હાલ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે થોડા દિવસ પહેલા જ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર (Jos Buttler)ને મર્યાદિત ઓવરોની ટીમના સુકાની તરીકે નિયુક્ત કર્યો છે. જોસ બટલર ભારત સામેની આ બંને શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. જોકે તે અગાઉ કાર્યવાહક સુકાની તરીકે ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે.

એજબેસ્ટન ટેસ્ટ રમી રહેલા બેન સ્ટોક્સ અને જોની બેરસ્ટો જેવા દિગ્ગજ ખેલાડીઓ ટી20 શ્રેણીમાં ટીમનો ભાગ નથી. તેનું કારણ એ છે કે આ ટેસ્ટ 5 જુલાઈએ પૂરી થવાની છે. તો પ્રથમ T20 7 જુલાઈએ રમાશે. આવી સ્થિતિમાં આરામના કારણે આ ખેલાડીઓને ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. પરંતુ તેઓ વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

ટી20 સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમઃ

જોસ બટલર, મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, રિચાર્ડ ગ્લેસન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, મેટ પાર્કિન્સન, જેસન રોય, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

વન-ડે સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમઃ

જોસ બટલર, જોની બેરસ્ટો, મોઈન અલી, હેરી બ્રુક, બ્રેડન કેર્સ, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ક્રેગ ઓવરટોન, મેટ પાર્કિન્સન, જેસન રોય, ફિલ સોલ્ટ, જો રૂટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી.

ભારતીય ટીમની પણ થઇ ચુકી છે જાહેરાત

ગુરુવારે જ બીસીસીઆઈ (BCCI)એ ઈંગ્લેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. રોહિત શર્મા જે કોરોના પોઝિટિવ હોવાના કારણે એજબેસ્ટન ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો તે બંને શ્રેણીમાં કેપ્ટન્સી કરતો જોવા મળશે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શ્રેયસ અય્યર પ્રથમ ટી20 મેચમાં નહીં રમે. આ તમામ ખેલાડીઓ એજબેસ્ટન ટેસ્ટનો ભાગ છે.

ભારત-ઇંગ્લેન્ડનો કાર્યક્રમઃ

1) 7 જુલાઈ, પહેલી ટી20, ધ એજેસ બાઉલ 2) 9 જુલાઈ, બીજી ટી20, એજબેસ્ટન 3) 10 જુલાઈ, ત્રીજી ટી20, ટ્રેન્ટ બ્રિજ

1) 12 જુલાઈ, પહેલી વન-ડે, ધ ઓવલ 2) 14 જુલાઈ, બીજી વન-ડે, લોર્ડ્સ 3) 17 જુલાઈ, ત્રીજી વન-ડે, ઓલ્ડ ટ્રેફર્ડ

g clip-path="url(#clip0_868_265)">