IND A vs PAK A Asia Cup: ફાઇનલમાં અમ્પાયરના નિર્ણયથી સર્જાયો વિવાદ
Emerging Asia Cup 2023 Final: ભારત-એ અને પાકિસ્તાન-એ વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલમાં બે નિર્ણયોના કારણે અમ્પાયરિંગ પર સવાલ થઇ રહ્યા છે. આ બંને નિર્ણયો ભારત સામે આપવામાં આવ્યા હતા. ભારતની હારનું આ સૌથી મોટું કારણ હતું.
છેલ્લા ઘણા દિવસોમાં ભારત સાથે ક્રિકેટના મેદાન પર જે થયુ તે શર્મનાક હતુ. અમ્પાયરિંગ એ હદ સુધી ખરાબ હતી કે પહેલા બાંગ્લાદેશમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે અન્યાય થયો અને તે બાદ શ્રીલંકમાં ઇમર્જિંગ એશિયા કપની (Emerging Asia Cup Final) ફાઇનલમાં ભારતની હારનુ કારણ ખરાબ નિર્ણયો બન્યા હતા. અમ્પાયરોએ ભારતની હારની સ્ક્રિપ્ટ લખી હતી. હરમનપ્રીત કૌરનો વિવાદ શાંત પડયો ન હતો ત્યારે પાકિસ્તાનની સામે જૂનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત ખરાબ નિર્ણયોનું શિકાર બન્યુ હતુ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલમાં અમ્પાયરના બે નિર્ણયો પર વિવાદ સર્જાયો હતો. મેચમાં પ્રથમ ભારતીય ઓપનિંગ બેટ્સમેન સાઇ સુદર્શનને આર પ્રેમદાસા સ્ટેડિયમમાં નો બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો.
આ બાદ નિકિન જોસને બેટ પર બોલ અડયો ન હતો છતા તેને આઉટ આપવામા આવ્યો હતો. ફાઇનલ મેચમાં સાઇ સુદર્શન શાનદાર ફોર્મમાં હતો પણ અમ્પાયરના નિર્ણયના કારણે તેની ઇનિંગ 29 રન પર સમાપ્ત થઇ હતી. સાઇ સુદર્શન અને અભિષેક શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. અભિષેક શર્માએ 61 રન કર્યા હતા.
સાઇ સુદર્શનની વિકેટ પર વિવાદ
સાઇ સુદર્શનની વિકેટ પર પાકિસ્તાન બોલરનો પગ બોલિંગ ક્રિસથી બહાર દેખાઇ રહ્યો હતો. તેથી સાઇ આઉટ થયા બાદ બાઉન્ડ્રી પર રાહ જોઇ ઊભો રહ્યો હતો પણ થર્ડ અમ્પાયર એ તેને આઉટ આપ્યો હતો. સાઇની વિકેટ બાદ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઇ હતી. અમ્પાયરિંગના સ્તરને લઇને વિવાદ થયો હતો.
#SaiSudarshan given out on a no ball and #Nikin Jose given caught behind but there was no edge.
Yesterday same thing happened with Indian Women Team, today with India A team that too both in the final. And everyone blaming #HarmanpreetKaur . She was absolutely right. @ICC @BCCI
— Jeetesh Parasher (@jeteshparasher) July 23, 2023
નિકિનની વિકેટ પર પણ વિવાદ
ભારતીય બેટ્સમેન નિકિનની વિકેટ પર પણ વિવાદ થયો હતો. મોહમ્મદ વસીમની બોલિંગ પર વિકેટકિપર એ કેચ કર્યો હતો અને અમ્પાયર એ તેને આઉટ આપ્યો હતો. પણ રિપ્લે જોયા બાદ તે સ્પષ્ટ થઇ રહ્યુ હતુ કે બોલ તેના શરીરને અડીને કેચ થયો હતો.
ફાઇનલમાં પાકિસ્તાનની જીત
ફાઇનલ મેચમાં પાકિસ્તાનની 128 રનથી જીત થઇ હતી. પ્રથમ ઇનિંગમાં પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 352 રન કર્યા હતા અને જવાબમાં ભારની ટીમ 224 રન પર ઓલઆઉટ થઇ હતી. પાકિસ્તાન તરફથી તૈયબ તાહિરએ 71 બોલમાં 108 રન કર્યા હતા અને પાકિસ્તાનને જંગી સ્કોર તરફ લઇ ગયો હતો.