AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emerging Asia Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા જાણો આ 5 મોટી બાબત

જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હોય છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર આ મેચ પર હોય છે અને હવે ફરી એકવાર આ એક રસપ્રદ મેચ બનવા જઈ રહી છે. બુધવારે બંને દેશની યુવા ટીમો વચ્ચે ઇમર્જિંગ એશિયા કપમાં ટક્કર થશે.

Emerging Asia Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા જાણો આ 5 મોટી બાબત
India vs Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:45 PM
Share

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચની આખી દુનિયા રાહ જોઈ રહી છે. આ એવી મેચ છે જે સૌથી વધુ જોવામાં આવે છે. ફરી એકવાર આ બંને ટીમો આમને-સામને થવા જઈ રહી છે. અત્યારે એશિયામાં ઇમર્જિંગ એશિયા કપ (Emerging Asia Cup) રમાઈ રહ્યો છે, જેમાં બુધવારે ભારત-A પાકિસ્તાન-A સામે ટકરાશે. આ મેચમાં બંને ટીમો પોતાનું સર્વસ્વ આપશે. ભારત અને પાકિસ્તાન બંને કોઈ પણ સંજોગોમાં આ મેચ ગુમાવવા માંગતા નથી.

2019ની હારનો બદલો લેશે ભારત!

ટીમ ઈન્ડિયા આ મેચમાં 2019માં મળેલી હારનો બદલો લેવા ઈચ્છશે. વર્ષ 2019માં રમાયેલા ઇમર્જિંગ એશિયા કપની સેમિફાઇનલમાં ભારત-A અને પાકિસ્તાન-A આમને-સામને હતા, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ વખતે તે હારનો બદલો લેવા માંગશે.

બંને ટીમો એક પણ મેચ હારી નથી

ઇમર્જિંગ એશિયા કપ-2023ની વાત કરીએ તો, ભારત અને પાકિસ્તાન બંને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. જ્યારે ભારતે UAE અને નેપાળને હરાવ્યું છે, તો પાકિસ્તાન-A એ પણ આ બંને ટીમોને હરાવી છે.

કેપ્ટન યશ ધુલના સૌથી વધુ રન

અત્યાર સુધી રમાયેલી બે મેચ બાદ ભારત તરફથી કેપ્ટન યશ ધુલે સૌથી વધુ રન બનાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી કામરાન ગુલામે ટીમ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 94 રન બનાવ્યા છે.

કાસિમ અકરમની છ વિકેટ

બીજી તરફ ભારત તરફથી આ ટૂર્નામેન્ટમાં હર્ષિત રાણાએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે બે મેચમાં ચાર વિકેટ લીધી છે. કાસિમ અકરમે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન તરફથી અત્યાર સુધી સૌથી વધુ છ વિકેટ લીધી છે.

બંને ટીમોએ ટુર્નામેન્ટ 1-1 વખત જીતી

ઇમર્જિંગ એશિયા કપ વર્ષ 2013માં શરૂ થયો હતો અને પહેલી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. જ્યારે પાકિસ્તાને 2019માં આ ટુર્નામેન્ટ જીતી હતી. એટલે કે બંને ટીમો આ ટુર્નામેન્ટ 1-1 વખત જીતી છે.

આ પણ વાંચો : ચીફ સિલેક્ટર અજીત અગરકર વર્લ્ડ કપ માટેના રોડમેપ પર ચર્ચા કરવા વેસ્ટ ઈન્ડિઝ જશે

લાઈવ મેચ અહીં જોઈ શકાશે

ક્રિકેટ ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત-A અને પાકિસ્તાન-Aની આ મેચ જોઈ શકશે, સાથે જ ફેનકોડ એપ પર ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">