AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુલીપ ટ્રોફીમાં તિલક વર્માના બોલરોનો તરખાટ: વિધ્વત કાવેરપ્પાએ ઝડપી 4 વિકેટ, નોર્થ ઝોનની ટીમ 195 રનમાં ઓલઆઉટ

દુલીપ ટ્રોફી 2026 ની બીજી સેમિફાઇનલ મેચમાં સાઉથ ઝોનના બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં પ્રથમ ઇનિંગ્સમાં નોર્થ ઝોનની ટીમને માત્ર 195 રનમાં ઓલઆઉટ કરી દીધી છે.

દુલીપ ટ્રોફીમાં તિલક વર્માના બોલરોનો તરખાટ: વિધ્વત કાવેરપ્પાએ ઝડપી 4 વિકેટ, નોર્થ ઝોનની ટીમ 195 રનમાં ઓલઆઉટ
| Updated on: Aug 30, 2026 | 7:12 PM
Share

દુલીપ ટ્રોફી 2026 નો બીજો સેમિફાઇનલ મુકાબલો નોર્થ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાઈ રહ્યો છે. આ મેચમાં નોર્થ ઝોને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, તિલક વર્માની કપ્તાની હેઠળની સાઉથ ઝોનની ધારદાર બોલિંગ સામે નોર્થ ઝોનની સમગ્ર ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 195 રનના સ્કોર પર ધરાશાયી થઈ ગઈ હતી. સાઉથ ઝોન માટે વિધ્વત કાવેરપ્પાએ શ્રેષ્ઠ બોલિંગ કરીને સૌથી વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે નોર્થ ઝોન તરફથી કામરાન ઇકબાલે લડાયક અડધી સદી ફટકારી હતી.

વિધ્વતે ઝડપી 4 વિકેટ, કામરાને ફટકારી અડધી સદી

સાઉથ ઝોન સામે નોર્થ ઝોનની બેટિંગ લાઇન-અપે એક પ્રકારે સરેન્ડર કરી દીધું હતું અને મોટાભાગના બેટ્સમેનો સદંતર નિષ્ફળ રહ્યા હતા. જોકે, ટીમના ઓપનર કામરાન ઇકબાલે સાઉથ ઝોનના બોલરો સામે મક્કમતાથી લડત આપીને પોતાની ટીમ માટે 76 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.

આ મેચમાં યશ ઢુલના સ્થાને ટીમમાં સામેલ થયેલા સનત સાંગવાનનું બેટ ચાલ્યું નહોતું અને તે 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટીમના કેપ્ટન કન્હૈયા વાધવને 35 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે આયુષ દોસેજાએ 23 રન અને અબ્દુલ સમદે 16 રન બનાવ્યા હતા.

સાઉથ ઝોનનો ઘાતક બોલિંગ એટેક

સાઉથ ઝોનની બોલિંગ પ્રથમ ઇનિંગ્સમાં અત્યંત પ્રભાવશાળી રહી હતી અને ટીમના તમામ બોલરોએ ખૂબ જ શિસ્તબદ્ધ બોલિંગ કરી હતી. ખાસ કરીને ટીમના ફાસ્ટ બોલર વિધ્વત કાવેરપ્પાએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરતાં 15 ઓવરમાં 66 રન આપીને સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી.

આ ઉપરાંત એમડી નિધીશને 2 સફળતા મળી હતી, જ્યારે તનય ત્યાગરાજન પણ 2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. આ સિવાય કાવૂરી સાઈતેજા અને શ્રેયસ ગોપાલને 1-1 વિકેટ મળી હતી.

સૂર્યકુમાર યાદવ સાથે BCCIએ ફોન પર શું વાત કરી હતી? T20 ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યાએ પહેલીવાર તોડ્યું મૌન

Follow Us
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">