IND vs SA: DRS વિવાદને લઇને વિરાટ કોહલી સહિત ભારતીય ખેલાડીઓ પર કરાશે કાર્યવાહી? જાણો ICC અધિકારીઓએ ભારતીય ટીમને શુ કહ્યુ

|

Jan 15, 2022 | 9:24 AM

ભારતીય ખેલાડીઓ મેચના ત્રીજા દિવસે સ્ટમ્પ માઈક પર ગયા અને હોસ્ટ બ્રોડકાસ્ટર સુપરસ્પોર્ટ પર આરોપો લગાવતા વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી.

IND vs SA: DRS વિવાદને લઇને વિરાટ કોહલી સહિત ભારતીય ખેલાડીઓ પર કરાશે કાર્યવાહી? જાણો ICC અધિકારીઓએ ભારતીય ટીમને શુ કહ્યુ
કોહલી સહિત કેટલાક ખેલાડીઓએ સ્ટમ્પ માઈક પર બ્રોડકાસ્ટર વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી.

Follow us on

કેપટાઉન ટેસ્ટમાં ભારતની બેટિંગ ફ્લોપ રહી હતી. ત્યારબાદ નાના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાએ જબરદસ્ત બેટિંગ કરી હતી. દરમિયાન, ભારતના પક્ષમાં આવતો નિર્ણય ડીઆરએસ ને કારણે નિર્ણય સરકી ગયો અને ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ મેચ સરળતાથી જીતી લીધી અને શ્રેણી પર કબજો કર્યો. મેચ પૂરી થઈ ગઈ છે, પરંતુ ડીઆરએસ વિવાદ (Cape Town Test DRS Controversy) પર ભારતીય ખેલાડીઓના વલણ પર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તેના પર બધાની નજર છે. ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) વિરુદ્ધના નિર્ણય બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિત કેટલાક ખેલાડીઓ સ્ટમ્પ માઈક પર આવ્યા અને બ્રોડકાસ્ટર સુપરસ્પોર્ટ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. એક અહેવાલ અનુસાર, મેચ અધિકારીઓએ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ ફરિયાદ કરી નથી પરંતુ ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી છે.

ન્યૂલેન્ડ્સના મેદાન પર રમાયેલી મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને રવિચંદ્રન અશ્વિનના હાથે LBW આઉટ થયો હતો. એલ્ગરે આના પર ડીઆરએસ લીધું, જેમાં તેને નોટઆઉટ આપવામાં આવ્યો. એલ્ગરના ઘૂંટણની નીચે બોલ હતો, જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં બોલ સ્ટમ્પ સાથે અથડાતો હતો, પરંતુ આ કિસ્સામાં બોલ ટ્રેકિંગ દર્શાવે છે કે બોલ સ્ટમ્પની ઉપર આવી રહ્યો હતો. આ પછી, કોહલી, રવિચંદ્રન અશ્વિન અને કેએલ રાહુલ સ્ટમ્પ માઈક પર આવ્યા અને જાણીજોઈને હોસ્ટ બ્રોડકાસ્ટર સુપરસ્પોર્ટ વિરુદ્ધ ટિપ્પણીઓ કરી.

ટીમ ઈન્ડિયાને ચેતવણી આપવામાં આવી હતી

આ મામલે હવે માહિતી સામે આવી રહી છે કે ICC મેચ અધિકારીઓએ મેચ રેફરી અથવા ICCને કોઈ સત્તાવાર ફરિયાદ કરી નથી. સ્પોર્ટ વેબસાઇટના મીડિયા અહેવાલ મુજબ, મેચ અધિકારીઓએ ભારતીય ટીમના વર્તન વિશે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી અને તેમને આવા વર્તન સામે ચેતવણી આપી. જોકે, અધિકારીઓએ ભારતીય ખેલાડીઓ સામે આચારસંહિતાના ઉલ્લંઘનનો કોઈ આરોપ લગાવ્યો નથી. સ્વાભાવિક છે કે આનાથી ભારતીય ખેલાડીઓને રાહત મળી હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુપરસ્પોર્ટે એક નિવેદન બહાર પાડ્યું

આ દરમિયાન પ્રસારણકર્તા સુપરસ્પોર્ટે પણ શુક્રવારે, 14 જાન્યુઆરીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ભારતીય ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો સાચા નથી. સુપરસ્પોર્ટે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે હોક-આઈ ટેક્નોલોજી સ્વતંત્ર છે અને આઈસીસી દ્વારા માન્ય છે અને સુપરસ્પોર્ટનું તેના પર કોઈ નિયંત્રણ નથી.

 

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

 

આ પણ વાંચોઃ Cricket: ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહે ‘લાલા એ દિલ જીતી લીધુ’ કહી સ્ટાર ક્રિકેટરને ચર્ચાનુ કારણ બનાવી દીધો

 

Published On - 9:23 am, Sat, 15 January 22

Next Article