પાકિસ્તાનની ટીમમાં વિભાજન? ખેલાડીઓ બાબર આઝમની વાત નથી સાંભળતા, મેચમાં થયું કેપ્ટનનું અપમાન!

|

Apr 27, 2024 | 10:45 PM

ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં 1-2થી પાછળ રહ્યા બાદ બાબર આઝમ સહિત સમગ્ર ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન, ટીમમાં વિભાજનના સમાચારે વધુ મુશ્કેલી ઉભી કરી છે. પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ કેપ્ટન બાબર આઝમની વાત સાંભળી રહ્યા નથી.

પાકિસ્તાનની ટીમમાં વિભાજન? ખેલાડીઓ બાબર આઝમની વાત નથી સાંભળતા, મેચમાં થયું કેપ્ટનનું અપમાન!
Babar Azam

Follow us on

T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન પોતાના દેશમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે પાંચ મેચોની સીરિઝ રમી રહ્યું છે. પરંતુ હવે આ શ્રેણી ધીમે-ધીમે ટીમ માટે સમસ્યા બની રહી છે. ન્યુઝીલેન્ડે આ પ્રવાસ પર પોતાની સેકન્ડ ક્લાસ ટીમ મોકલી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પોતાના મુખ્ય ખેલાડીઓ સાથે આવી છે. આમ છતાં પાકિસ્તાન સતત 2 મેચ હારી ગયું છે અને હવે બાબર આઝમની ટીમ પર સિરીઝ હારવાનો ખતરો છે. સિરીઝમાં 2-1થી પાછળ રહ્યા બાદ બાબર આઝમ સહિત સમગ્ર ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન, ટીમમાં વિભાજનના સમાચારે વધુ મુશ્કેલી ઉભી કરી છે.

પાકિસ્તાનની ટીમમાં વિભાજન

પાકિસ્તાનની ટીમ 2023ના વર્લ્ડ કપમાંથી ખરાબ રીતે બહાર થઈ ગઈ હતી. હવે જ્યારે પાકિસ્તાને 2024ના T20 વર્લ્ડ કપમાં પુનરાગમન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે ટીમમાં વિભાજનના સમાચારે ફરીથી પાકિસ્તાનની ટીમનું ટેન્શન વધાર્યું છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની ખેલાડીઓ કેપ્ટન બાબર આઝમની વાત સાંભળી રહ્યા નથી. તેઓ મેદાનમાં તેનું અપમાન કરી રહ્યા છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

કેપ્ટન બાબરનું સાથી ખેલાડીએ કર્યું અપમાન!

બાસિત અલીએ પાકિસ્તાની સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સારાહ બલોચ સાથે યુટ્યુબ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે જ્યારે બાબર આઝમે ચોથી T20 દરમિયાન એક ફિલ્ડરને બીજી જગ્યાએ જવા માટે કહ્યું તો તેણે ના પાડી દીધી અને કહ્યું કે જાતે જાઓ. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બાબરના ચાહકો ગુસ્સે છે અને તે ખેલાડીનું નામ જાણવા ઉત્સુક છે. જો આ દાવો સાચો સાબિત થાય છે તો T20 વર્લ્ડ કપ પહેલા જ પાકિસ્તાની ટીમની આર્મી કેમ્પમાં ટ્રેનિંગ બેકાર થઈ શકે છે અને સ્થિતિ ફરી એકવાર 2023 વર્લ્ડ કપ જેવી થઈ શકે છે.

પાકિસ્તાન શ્રેણી હારી શકે છે

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન પ્રવાસે પહોંચેલી ન્યુઝીલેન્ડ ટીમના મોટાભાગના મુખ્ય ખેલાડીઓ ટીમનો ભાગ નથી. કારણ કે કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ અને અન્ય ઘણા ખેલાડીઓ ભારતમાં IPL રમી રહ્યા છે. તેઓએ આ પ્રવાસ માટે નવા ખેલાડીઓ મોકલ્યા છે. મોહમ્મદ આમિર, ઈમાદ વસીમ અને બાબર આઝમ જેવા ખેલાડીઓ ધરાવતી પાકિસ્તાન ટીમને તેમણે 2 મેચમાં હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન અત્યાર સુધી માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. હવે જો ન્યુઝીલેન્ડ આગામી મેચ જીતશે તો તે શ્રેણી પર કબજો કરી લેશે. અગાઉ ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને ઘરઆંગણે હરાવ્યું હતું.

આ પણ વાંચો : IPL 2024: રોહિત શર્મા-રિષભ પંતની પતંગબાજી, ચાલુ મેચ દરમિયાન જોવા મળ્યો અદ્ભુત નજારો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article