AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs CSK IPL Match Result: ધોની ફરીથી બન્યો ફિનિશર, છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને મુંબઈને 7મી હાર આપી

MI vs CSK IPL Match : મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022માં રમેલી સાતે સાત મેચ હારી ગઈ છે. કોઈપણ આઈપીએલ સિઝનની પ્રથમ સાત મેચ હારી જનારી પ્રથમ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ બની ગઈ છે.

MI vs CSK IPL Match Result: ધોની ફરીથી બન્યો ફિનિશર, છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને મુંબઈને 7મી હાર આપી
MS DhoniImage Credit source: IPL
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:34 AM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), IPL 2022 માં તેમની બીજી જીત નોંધાવતા, એક રોમાંચક મેચમાં છેલ્લા બોલમાં મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) 3 વિકેટથી હરાવ્યું. IPL ઈતિહાસની બે સૌથી મોટી અને સૌથી સફળ ટીમો વચ્ચેનો સૌથી રસપ્રદ મુકાબલો એ જ રીતે તેના અંત સુધી પહોંચ્યો જે રીતે દરેક ઈચ્છતા હતા. મેચના પહેલા બોલથી છેલ્લા બોલ સુધી ક્યારેક ચેન્નાઈ આગળ હતુ તો ક્યારેક મુંબઈ. ત્યારબાદ એમએસ ધોનીએ (MS Dhoni) જૂના દિવસોની યાદ અપાવીને તેનો ફિનિશર અવતાર બતાવ્યો અને છેલ્લા 4 બોલમાં જરૂરી 16 રન ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ સિઝનની તેમની પ્રથમ સાતે સાત મેચ હારી ગઈ છે અને આઈપીએલના ઈતિહાસમાં આ સ્થિતિમાંથી પસાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને મહારાષ્ટ્રના ડાબોડી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીના વિસ્ફોટક ઓપનિંગ સ્પેલે મુંબઈની હાલત દયનીય બનાવી દીધી. પ્રથમ 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ, મુંબઈએ તિલક વર્માની લડાયક અડધી સદી અને છેલ્લી ઓવરમાં જયદેવ ઉનડકટના ઝડપી રનની મદદથી 155 રનનો સ્કોર બનાવ્યો હતો. જેનાથી મુંબઈના બોલરોને ચેન્નાઈ સુપર કિંગ્સને ટક્કર આપવાની તક મળી. મુંબઈના બોલરોએ પણ જોરદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીતની નજીક લઈ ગઈ, પરંતુ છેલ્લી ઓવરમાં ‘ફિનિશર ધોની’એ પણ મુંબઈની આશાઓ પર પાણી ફેરવી દીધું.

મુકેશ સામે મુંબઈ ખખડ્યું

આ મેચમાં મુંબઈની શરૂઆત તેની અત્યાર સુધીની સિઝન જેવી જ રહી હતી. પ્રથમ જ ઓવરમાં ચેન્નાઈના ડાબા હાથના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનને પેવેલિયન પરત કર્યા હતા. બંને ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ત્રીજી ઓવરમાં મુકેશે દેવલ્ડ બ્રેવિસની ઇનિંગનો પણ અંત આણ્યો હતો. સૂર્યકુમાર યાદવે તેની ઉત્કૃષ્ટ ગતિ ચાલુ રાખીને કેટલાક અદ્ભુત શોટ લગાવીને દબાણને દૂર કરવાનો પ્રયાસ કર્યો અને તે તેમાં સફળ થતો જણાતો હતો, પરંતુ 8મી ઓવરમાં મિશેલ સેન્ટનરે તેનો કેચ પકડ્યો. આ રીતે મુંબઈની 4 વિકેટ માત્ર 47 રનમાં પડી ગઈ હતી.

તિલક વર્માએ પહોચાડ્યા સન્માનજનક સ્થિતિએ

અહીંથી, આ સિઝનમાં મુંબઈના સૌથી સાતત્યપૂર્ણ બેટ્સમેન તિલક વર્માએ ઇનિંગ્સને સંભાળી હતી. તેને પાંચમી ઓવરમાં જ જીવતદાન મળ્યું, જ્યારે ડ્વેન બ્રાવોએ કેચ છોડ્યો. તિલકે રિતિક શોકીન સાથે 38 રનની ભાગીદારી કરી હતી, જે અગાઉ ડેબ્યૂ કરી રહ્યો હતો. ત્યારબાદ અંતે આઠમી વિકેટ માટે જયદેવ ઉનડકટ સાથે મળીને ઝડપી ગતિએ 35 રન ઉમેરી ટીમને કોઈક રીતે 155 રન સુધી લઈ ગઈ હતી. તિલક (51 રન, 43 બોલ)એ આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી અને અણનમ પેવેલિયન પરત ફર્યો. આ સાથે જ ઉનડકટે 9 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા. આ સિવાય કિરન પોલાર્ડ અને ડેનિયલ સેમ્સ પણ ખાસ કંઈ કરી શક્યા ન હતા. ચેન્નાઈ માટે મુકેશ (3/19) ઉપરાંત બ્રાવો (2/36), સેન્ટનર (1) અને મહિષ તિક્ષાના (1)ને સફળતા મળી હતી.

ધોની અને પ્રિટોરિયસે છીનવ્યો વિજય

અહીંથી ચેન્નાઈની ઈનિંગ્સની શરૂઆત થઈ અને મુંબઈની પકડ મજબૂત થઈ ગઈ. આગામી 40 બોલમાં, ચેન્નાઈએ માત્ર 40 રન બનાવ્યા, જ્યારે 3 વધુ વિકેટ ગુમાવી, જેમાં સેમ્સે રાયડુ (40 રન, 35 બોલ) અને શિવમ દુબેની વિકેટ લીધી. ચેન્નાઈને 26 બોલમાં 50 રનની જરૂર હતી અને આવી સ્થિતિમાં ડ્વેન પ્રિટોરિયસ ધોની સાથે ક્રિઝ પર આવ્યો. ટીમમાં વાપસી કરતા પ્રિટોરિયસે જયદેવ ઉનડકટ અને બુમરાહ સામે 18મી અને 19મી ઓવરમાં 25 રન લીધા હતા, જે બાદ છેલ્લી ઓવરમાં જીત માટે 17 રનની જરૂર હતી. ઉનડકટે પહેલા જ બોલ પર પ્રિટોરિયસ (22 રન, 14 બોલ)ની વિકેટ લીધી અને પછી ક્રીઝ પર આવેલા બ્રાવોએ એક રન લઈને ધોનીને સ્ટ્રાઈક આપી. છેલ્લા 4 બોલમાં 16 રનની જરૂર હતી, જે ધોનીએ 6, 4, 2 અને 4ની મદદથી હાંસલ કરી હતી. ધોની માત્ર 13 બોલમાં 28 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

આ પણ વાંચોઃ

DC vs RR, IPL 2022 Head to Head: દિલ્હી-રાજસ્થાન વચ્ચે ટક્કર થશે, જાણો શું કહે છે રેકોર્ડ

આ પણ વાંચો:

IPL 2022 : CSKને મોટો ફટકો, દીપક ચહર બાદ અન્ય એક ખેલાડી આઉટ, લિટલ મલિંગાને મળ્યું સ્થાન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">