DC vs RR, IPL 2022 Head to Head: દિલ્હી-રાજસ્થાન વચ્ચે ટક્કર થશે, જાણો શું કહે છે રેકોર્ડ

Delhi Capitals vs Rajasthan Royals: શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામસામે ટકરાશે.

DC vs RR, IPL 2022 Head to Head: દિલ્હી-રાજસ્થાન વચ્ચે ટક્કર થશે, જાણો શું કહે છે રેકોર્ડ
delhi capitals vs rajasthan royalsImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:13 PM

Delhi Capitals vs Rajasthan Royals: કોરોના સામે લડી રહેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમ શુક્રવારે IPL 2022માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે ટકરાશે. બંને ટીમોએ તેમની છેલ્લી મેચો જીતી છે. રાજસ્થાન રોયલ્સે તેની છેલ્લી મેચમાં KKRને સાત રનથી હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો તેમણે ટીમે પંજાબ કિંગ્સ(Punjab Kings) ને એકતરફી મેચમાં નવ વિકેટથી હરાવ્યું હતું. મેચના એક કલાક પહેલા તેને આયોજિત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. શુક્રવારે જ્યારે બંને ટીમો વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે તેમનો ઈરાદો જીતનો સિલસિલો જાળવી રાખવાનો રહેશે.

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે છ મેચમાં ત્રણ જીત અને ત્રણ હાર સાથે છ પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમ ટોપ ચારમાં યથાવત છે. તેણે સાતમાંથી ચાર મેચ જીતી છે અને તેના આઠ પોઈન્ટ છે. જો રાજસ્થાનની ટીમ શુક્રવારે જીતશે તો તેની પાસે ટોચ પર પહોંચવાની તક રહેશે.

રાજસ્થાન રોયલ્સ અને દિલ્હીનો હેડ ટુ હેડ રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો તેની શરૂઆતથી લીગનો ભાગ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ છે. આ 24 મેચોમાંથી બંને ટીમોએ સમાન સંખ્યામાં મેચ જીતી છે. ગત સિઝનમાં પણ બંનેએ એકબીજા સામે બે મેચ રમી હતી અને 1-1થી મેચ જીતી હતી. છેલ્લી વખત બંને ટીમો અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં સામસામે આવી હતી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

રિષભ પંતની કપ્તાનીમાં દિલ્હીએ આ મેચ જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ છ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ટીમ તરફથી શ્રેયસ અય્યરે 43 અને શિમરોન હેટમાયરે 28 રન બનાવ્યા હતા. આ સાથે જ તેના જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 121 રન જ બનાવી શકી હતી.

મેચમાં રનનો વરસાદ થશે

બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ રન બનાવનાર અજિંક્ય રહાણે છે જેણે 611 રન બનાવ્યા છે. બીજા સ્થાન પર દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત છે, જેના નામે 300 રન છે. તે પણ સારી લયમાં છે અને ટીમ ફરી એકવાર તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખશે. બીજી તરફ બંને ટીમો વચ્ચે રમાયેલી 24 મેચોમાં અમિત મિશ્રા સૌથી વધુ 20 વિકેટ ઝડપનાર બોલર છે. આ પછી કાગિસો રબાડા છે જેણે નવ વિકેટ પોતાના નામે કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો તરફથી રનનો વરસાદ જોવા મળશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ડે: NIAએ આતંકવાદની તોડી કમર, બંધ કર્યું ટેરર ​​ફંડિંગ, ગૃહમંત્રી અમિત શાહે કર્યા વખાણ

g clip-path="url(#clip0_868_265)">