IPL 2022 : CSKને મોટો ફટકો, દીપક ચહર બાદ અન્ય એક ખેલાડી આઉટ, લિટલ મલિંગાને મળ્યું સ્થાન
IPL 2022માં, દીપક ચહરના બહાર નીકળવાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. હવે તેનો એક ઝડપી બોલર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings)ને વધુ એક ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર એડમ મિલ્ને (Adam Milne) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તે હેમસ્ટ્રિંગની ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો. એડમ મિલ્નેની જગ્યાએ CSKએ શ્રીલંકાના નવા બોલર મથિશા પથિરાના (Matheesha Pathirana)ને સામેલ કર્યો છે. તે 19 વર્ષનો જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર છે. પથિરાની બોલિંગ લસિથ મલિંગા જેવી છે. આ કારણે તેને ‘લિટલ મલિંગા’ પણ કહેવામાં આવે છે.
Matheesha Pathirana અંડર 19 વર્લ્ડ કપ 2020 અને 2022માં શ્રીલંકાની ટીમનો ભાગ હતો. 2022 અંડર 19 વર્લ્ડ કપમાં તેણે ચાર મેચમાં 27.28ની સરેરાશથી સાત વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ 6.16 હતો. તેની પાસે ઘણી ઝડપ છે. યોર્કર પણ તેની મોટી તાકાત છે. પથિરાના રૂ. 20 લાખની મૂળ કિંમતે CSKનો ભાગ બન્યો છે.
Adam Milne to miss IPL 2022 due to injury. Wishing him a minnal recovery to be up and running in a flash soon!#WhistlePodu #Yellove 🦁💛 @AdamMilne19
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2022
એડમ મિલ્ન CSKની બહાર
એડમ મિલ્ને ન્યુઝીલેન્ડનો બોલર છે. તે IPL 2022 ની પ્રથમ મેચ રમ્યો હતો. KKR સામેની મેચમાં CSKએ તેને પ્લેઈંગ ઈલેવનમાં લીધો. પરંતુ આ દરમિયાન તેને ઈજા થઈ હતી. આ મેચમાં એડમ મિલ્ને માત્ર 2.3 ઓવર જ ફેંકી શક્યો હતો. આ પછી તેના ત્રણ અઠવાડિયા માટે બહાર હોવાના સમાચાર આવ્યા હતા. પરંતુ હવે તે IPL 2022માંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે.
A video of Matheesha Pathirana from his debut game for Trinity College in Kandy in September 2019. New Lasith Malinga? Can he make a mark in ICC Under-19 World Cup? #U19WC @mufaddal_vohra @FarziCricketer @karthik_jammy @im_yash2307 https://t.co/32WSnHxdmq pic.twitter.com/6wOO9BFsy0
— Subhayan Chakraborty (@CricSubhayan) January 19, 2020
આવી જ છે મથિશા પથિરાનાની બોલિંગ એક્શન
ચેન્નાઈ સુપર કિંગ્સે હજુ સુધી દીપક ચહરના સ્થાનની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં CSKમાં એક ખેલાડી ઓછો છે. કોઈપણ આઈપીએલ ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ હોય છે. જેમાંથી આઠ વિદેશી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો :