મારા વ્યવસાયી મિત્રોએ વર્લ્ડ કપ ફાઇનલ મેચની ટિકિટ ખરીદીને નહી વિનામૂલ્યે મેળવ્યા છે પાસ-હર્ષ ગોએન્કા
ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આજે અમદાવાદમાં ટકરાશે. ક્રિકેટ વિશ્વકપને લઈને સોશિયલ મીડિયામાં દરેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરમિયાન, હર્ષ ગોએન્કાએ એક પોસ્ટ કરી છે જેમાં તેમણે કહ્યું છે કે, શ્રીમંત હોવા છતાં, મારા ઘણા બિઝનેસ મિત્રો વર્લ્ડ કપની ફાઈનલ મેચના મફત પાસ માગે છે.

અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાશે. ક્રિકેટ ચાહકો ખુબ જ આતુરતાથી આ મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ચાહકો ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. આજની ક્રિકેટ વિશ્વકપની ફાઈનલ મેચને લઈને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન વિશ્વ કપ મેચને લઈને ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની પોસ્ટને લઈને અનેક પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. હર્ષ ગોએન્કાપોસ્ટ શેર કરતા લખ્યું છે કે, બિઝનેસમેનને વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે ફ્રી પાસ આપવામાં આવ્યા છે. તેણે એમ પણ લખ્યું કે, મારા કોઈ પણ બિઝનેસ ફ્રેન્ડે વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટ લેવા માટે પૈસા ચૂકવ્યા નથી, તે બધા ‘પાસ’ મેળવવામાં સફળ થયા છે. તેઓ પૈસાદાર છે છતા તેની કિંમત ચૂકવવા માંગતા નથી.
જે બાદ તેના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ્સનો ધમધમાટ જોવા મળ્યો હતો. એક યુઝરે તેને પૂછ્યું કે તેને આ ફાઈનલ મેચમાં શું મળ્યું ? પાસ અથવા ટિકિટ. તેણે જવાબ આપ્યો, “તેમાંથી એક પણ નહિ.”
ફાઈનલ મેચની ટિકિટના ભાવમાં વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વિશ્વ કપની આજની ફાઈનલ મેચની ટિકિટનો ભાવ દોઢ લાખ રૂપિયા સુધી પહોચી ગઈ છે. અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આજે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતની ક્રિકેટ ટીમનો સામનો ઓસ્ટ્રેલિયાની ટીમ સામે થશે. એક તરફ ઓસ્ટ્રેલિયા છઠ્ઠુ વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ ભારત ત્રીજું વર્લ્ડ કપ વિજેતાનું ટાઇટલ મેળવવા માટે ઉત્સુક છે.
None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay!
— Harsh Goenka (@hvgoenka) November 18, 2023
ભારત જીત માટે ઉત્સાહિત
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ અત્યાર સુધી બે વખત વર્લ્ડ કપ જીતી ચુક્યું છે. 1983માં કપિલ દેવની આગેવાનીમાં અને 2011માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ભારત વિશ્વ ચેમ્પ્યિન બન્યું હતુ. ત્યાર બાદ ભારતીય ટીમ હવે 2023 વર્લ્ડ કપ જીતવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. આ વખતે ભારત વર્લ્ડ કપ 2023માં લીગ મેચથી લઈને સેમિ ફાઈનલ સુધીની એક પણ મેચ હાર્યું નથી. આથી ક્રિકેટ ચાહકો ભારતના અત્યાર સુધીના પ્રદર્શનને આજે પણ જાળવી રાખે તેવી આશા સેવી રહ્યાં છે.