દેવધર ટ્રોફી: KKR સ્ટાર રિંકુ સિંહની લડાયક ફિફ્ટી છતાં સેન્ટ્રલ ઝોનની હાર
દેવધર ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહેલ રિંકુએ શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની લડાયક ઇનિંગ નિષ્ફળ ગઈ હતી.
IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શાનદાર રમત દેખાડનાર બેટ્સમેન રિંકુ સિંહે (Rinku Singh) ફરી એકવાર બેટનો પાવર બતાવ્યો છે. આ બેટ્સમેને અડધી સદી ફટકારી છે, પરંતુ આ પછી પણ રિંકુ ખુશ નહીં થઈ શક્યો, કારણ કે તે અડધી સદીની ઇનિંગ બાદ પણ ટીમને હારથી બચાવી ન શક્યો. રિંકુ હાલમાં દેવધર ટ્રોફીમાં રમી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં તે સેન્ટ્રલ ઝોનનો ભાગ છે. સોમવારે પૂર્વ ઝોને સેન્ટ્રલ ઝોનને હરાવ્યું હતું.
સેન્ટ્રલ ઝોન પ્રથમ મેચમાં જ હાર્યું
સેન્ટ્રલ ઝોનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા. ઇસ્ટ ઝોનની ટીમે 46.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રિંકુ તમામ પ્રયાસો પછી પણ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. આ ટૂર્નામેન્ટમાં સેન્ટ્રલ ઝોનની આ પ્રથમ મેચ હતી જેમાં તેઓ હાર્યા હતા.
Rinku has started firing and it’s just the first match of the #DeodharTrophy 🤯🔥#EZvCZ | @rinkusingh235 pic.twitter.com/bWylz0E3jy
— KolkataKnightRiders (@KKRiders) July 24, 2023
રિંકુની અડધી સદી
આ મેચમાં ઈસ્ટ ઝોનના કેપ્ટન સૌરભ તિવારીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના બોલરોએ શાનદાર રમત બતાવી અને સેન્ટ્રલ ઝોનને મોટો સ્કોર કરવા દીધો નહીં. જો કે સેન્ટ્રલ ઝોને સારી શરૂઆત કરી હતી. તેમના માટે માધવ કૌશિક અને આર્યન જુયાલે પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી નોંધાવી હતી. કૌશિક 13 રનના અંગત સ્કોર પર શાહબાઝ અહેમદના હાથે આઉટ થયો અને વિકેટો પડવાની પ્રક્રિયા શરૂ થઈ. 118 રન સુધી પહોંચતા મધ્ય ઝોને ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
આ પણ વાંચો : શ્રીલંકાના ખેલાડીનો અદભૂત કેચ જોઈ પાકિસ્તાની ટીમ દંગ થઈ ગઈ, જુઓ Video
રિંકુએ બાજી સંભાડી
ટીમ મુશ્કેલીમાં હતી અને રિંકુએ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેની નેચરલ ગેમથી વિપરીત રિંકુએ ધીમી ઇનિંગ રમી હતી. આ ડાબા હાથના બેટ્સમેને 63 બોલનો સામનો કર્યો અને એક ફોર અને બે સિક્સરની મદદથી 54 રન બનાવ્યા. 176ના સ્કોર પર તે મુરાસિંઘના બોલ પર LBW આઉટ થયો હતો. આખી ટીમ 188 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.