AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીલંકાના ખેલાડીનો અદભૂત કેચ જોઈ પાકિસ્તાની ટીમ દંગ થઈ ગઈ, જુઓ Video

કોલંબોના SSC સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકન ટીમની બેટિંગ સારી રહી ન હતી પરંતુ કુસલ મેન્ડિસે પોતાની ફિલ્ડિંગથી શ્રીલંકન ટીમને ચોક્કસપણે ખુશ કરી દીધી હતી.

શ્રીલંકાના ખેલાડીનો અદભૂત કેચ જોઈ પાકિસ્તાની ટીમ દંગ થઈ ગઈ, જુઓ Video
Kusal Mendis
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 8:35 PM
Share

શ્રીલંકાની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ કોલંબોના SSC સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ યજમાન ટીમ પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શકી ન હતી. પાકિસ્તાને (Pakistan) શ્રીલંકાની ટીમને પહેલા જ દિવસે પ્રથમ દાવમાં 166 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. પરંતુ આ મેચમાં શ્રીલંકાના એક ખેલાડીએ કંઈક એવું કર્યું કે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

દિવસના અંતે પાકિસ્તાને બે વિકેટ ગુમાવી

દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને બે વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે અને તે શ્રીલંકાની ટીમથી 21 રન પાછળ છે. ઓપનર અબ્દુલ્લા શફીક 74 રન બનાવીને અણનમ છે. શાન મસૂદ 51 રન બનાવીને આઉટ થયો હતો. આશિતા ફર્નાન્ડોએ બે વિકેટ લીધી હતી, પરંતુ એક વિકેટમાં કુસલ મેન્ડિસનું મોટું યોગદાન રહ્યું હતું.

ફર્નાન્ડોએ મસૂદને કર્યો આઉટ

પાકિસ્તાનનો બેટ્સમેન મસૂદ સારી બેટિંગ કરી રહ્યો હતો. તેણે અડધી સદી ફટકારી હતી. પરંતુ તે અડધી સદી બાદ આઉટ થયો હતો. મેન્ડિસની શાનદાર ફિલ્ડિંગે તેને આઉટ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ફર્નાન્ડો 22મી ઓવર ફેંકી રહ્યો હતો. આ જમણા હાથના બોલરે બોલ શોર્ટ નાખ્યો જેના પર મસૂદે સિકસર મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ તેના બેટની ઉપરની કિનારી લઈને હવામાં મિડવિકેટમાં ગયો.

મેન્ડિસની શાનદાર ફિલ્ડિંગ

સર્કલની અંદર ઊભો રહેલ મેન્ડિસ દોડ્યો અને શાનદાર ડાઇવિંગ કેચ પકડ્યો. પાકિસ્તાનની ટીમ આ કેચ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તો બીજી તરફ શ્રીલંકાના ખેલાડીઓ આનંદથી નાચી ઉઠ્યા હતા. શ્રીલંકાના કોચ પણ આનાથી ઘણા ખુશ થયા હતા અને તેમની પ્રતિક્રિયા ટીવી પર કેદ થઈ હતી.

આ પણ વાંચો : હરમનપ્રીત કૌર પર ભારતીય ક્રિકેટને બદનામ કરવાનો લાગ્યો આરોપ, દિગ્ગજ ખેલાડીએ કાર્યવાહીની કરી માંગ

અબરાર-નસીમની દમદાર બોલિંગ

પાકિસ્તાનના બે બોલર નસીમ શાહ અને અબરાર અહેમદનો શ્રીલંકન ટીમને સસ્તામાં આઉટ કરવામાં મોટો હાથ હતો. નસીમે આ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે અબરારે ચાર વિકેટ લીધી હતી. શાહીન શાહ આફ્રિદી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા, જ્યારે દિનેશ ચાંદીમલે 34 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">