આ અમારી યોજના હતી અને અમે નિયમનું પાલન કર્યું, ચાર્લોટ ડીનને માંકડિંગ કરવા પર દીપ્તિ શર્માનું નિવેદન આવ્યું સામે

|

Sep 26, 2022 | 7:14 PM

માંકડિંગને લઈને દીપ્તિ શર્માએ કહ્યું કે, ચાર્લોટ ડીનને ક્રિઝમાંથી બહાર નીકળવા પર ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી. આ અંગે અમ્પાયરને પણ જાણ કરવામાં આવી હતી. ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના ચાર્લી ડીનને રન આઉટ કર્યો.

આ અમારી યોજના હતી અને અમે નિયમનું પાલન કર્યું, ચાર્લોટ ડીનને માંકડિંગ કરવા પર દીપ્તિ શર્માનું નિવેદન આવ્યું સામે
Deepti Sharma speaks on controversial Charlie Dean run-out

Follow us on

ટીમ ઈન્ડિયાની (Team India) ઓલરાઉન્ડર દીપ્તિએ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સામેની ત્રીજી વનડેમાં ચાર્લોટ ડીનને માંકડિંગ કરવા પર પહેલીવાર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ચાર્લોટને ઘણી વખત ક્રિઝમાંથી બહાર નીકળવાની ચેતવણી આપવામાં આવી હતી. આના વિશે અમ્પાયરને પણ માહિતી આપવામાં આવી હતી. દીપ્તિએ એમ પણ કહ્યું કે તેણે માત્ર નિયમનું પાલન કર્યું છે. નોંધનીય છે કે જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ જેવા દિગ્ગજ ઈંગ્લેન્ડના ક્રિકેટરોએ માંકડિંગ માટે તેની ટીકા કરી હતી. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે નિયમ બનાવનાર સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) એ દીપ્તિ શર્માનું સમર્થન કર્યું છે.

ભારત પહોંચ્યા બાદ દીપ્તિએ ચાર્લોટના રન આઉટ પર પત્રકારોને કહ્યું, “આ અમારી યોજના હતી. અમે તેને ચેતવણી પણ આપી હતી. અમે માત્ર નિયમનું પાલન કર્યું. અમે અમ્પાયરને ઘણી વખત આ વિશે જણાવ્યું હતું.” ઈંગ્લેન્ડને જીતવા માટે 17 રનની જરૂર હતી અને ડીન 47 રન પર બેટિંગ કરી રહી હતી, ત્યારે દીપ્તિએ તેને માંકડિંગ કરી રન આઉટ કર્યું હતું. જે બાદ તેને લઈને ખૂબ ચર્ચા થઇ હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અમે ગુનો નથી કર્યો

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મેચ બાદ પ્રેઝન્ટેશન અને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેની ટીમે કોઈ ગુનો કર્યો નથી. તેણે કહ્યું કે,” આજે અમે જે પણ કર્યું છે, મને નથી લાગતું કે તે કોઇ ગુનો હતો. આ રમતનો એક ભાગ છે અને તે ICC નો નિયમ છે અને મને લાગે છે કે આપણે ફક્ત આપણા ખેલાડીને સમર્થન આપવાની જરૂર છે. હું ખરેખર ખુશ છું કે તે સચેત હતી. મને નથી લાગતું કે તેણે કંઈ ખોટું કર્યું છે અને આપણે તેને ટેકો આપવાની જરૂર છે.”

 

મને નથી લાગતું કે અમે કંઈ નવું કર્યું છે

પ્રેઝન્ટેશન દરમિયાન આ વિષય પર વારંવાર પ્રશ્ન પૂછાવાના કારણે હરમનપ્રીત નારાજ થઈ ગઈ હતી. તેણે કહ્યું, “સાચું કહું તો, મેં વિચાર્યું હતું કે તમે તે નવ વિકેટ વિશે પૂછશો, જે લેવી સરળ નહોતી. આ રમતનો એક ભાગ છે. મને નથી લાગતું કે અમે કંઈ નવું કર્યું છે. તે બતાવે છે કે બેટ્સમેનો જે કરી રહ્યા છે તેના પ્રત્યે તમે કેટલા સચેત છો?” મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, તેણે એ વાત પણ કરી કે જ્યારે T20I શ્રેણીની ત્રીજી મેચમાં સ્મૃતિ મંધાનાને આઉટ કરવામાં આવી ત્યારે ભારતને કેવી રીતે નુકસાન થયું હતું. ઈંગ્લેન્ડ 2-1 થી જીત્યું હતું. બોલ જમીન પર પડ્યા બાદ પણ સોફી એક્લેસ્ટોને કેચ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો.

Next Article