AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs RCB Live Score, IPL 2023 Highlights: દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે મેળવી જીત, સોલ્ટના શાનદાર 87 રન

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 11:03 PM
Share

Delhi Capitals vs Royal Challengers Bangalore Live Score in Gujarati Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ સામે તેમના જ હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

DC vs RCB Live Score, IPL 2023 Highlights: દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે મેળવી જીત, સોલ્ટના શાનદાર 87 રન
Delhi Capitals vs Royal Challengers Bangalore Live Score in Gujarati

IPL 2023 ની 50મી મેચ શનિવારે રમાઈ રહી છે. સિઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અને પ્લેઓફની રેસ વધારે જબરદસ્ત બની રહી છે. શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થઈ રહ્યો છે. બેંગ્લોર પ્લેઓફની રેસમાં આગળ વધવા માટે આજે દિલ્હીમાં દમ લગાવી દેશે. વિરાટ કોહલી પણ આજે પૂરી તાકાત અજમાવતો જોવા મળશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોડ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, વાનિંદુ હસરંગા, કર્ણ શર્મા, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ

દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ, મિશેલ માર્શ, મનીષ પાંડે, રિલી રુસો, અમન ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા અને ખલીલ યાદવ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 May 2023 10:53 PM (IST)

    RCB vs DC Live Score: ફિલ સોલ્ટની આતશી ઈનીંગનો અંત

    કર્ણ શર્માએ ઓપનર ફિલ સોલ્ટની ઈનીંગનો અંત કરી દીધો છે. સોલ્ટે ચોગ્ગો ફટકાર્યાના આગળના બોલ પર બેક ફુટ પર જઈ રમવાનો પ્રયાસ કરવા દરમિયાન ચૂકી જતા ક્લીન બોલ્ડ થયો હતો. આમ 45 બોલમાં 87 રનની આતશી ઈનીંગ પુરી થઈ હતી.

  • 06 May 2023 10:36 PM (IST)

    RCB vs DC Live Score: હર્ષલ પટેલે 3 છગ્ગા સહ્યા

    13મી ઓવર દિલ્હી માટે મોટી ઓવર રહી છે. ઓવરમાં 3 છગ્ગા આવ્યા છે. હર્ષલ પટેલ આ ઓવર લઈને આવ્યો હતો અને જેમાં પ્રથમ બોલ પર સોલ્ટ અને ત્રીજા તેમજ પાંચમાં બોલ પર હર્ષલ પટેલે છગ્ગાનો માર ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર રુસોએ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 23 રન આવ્યા હતા. આમ દિલ્હી માટે લક્ષ્ય વઘારે નજીક બન્યુ હતુ.

  • 06 May 2023 10:22 PM (IST)

    RCB vs DC Live Score: મિચેલ માર્શ OUT

    ફુલટોસ બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં મિચેલ માર્શ વિકેટ ગુમાવી બેઠો હતો. હર્ષલ પટેલે તેનો શિકાર કર્યો હતો. જોકે હર્ષલે આગળના બોલ પર ચોગ્ગાનો માર સહ્યો હતો. માર્શ 26 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 06 May 2023 10:14 PM (IST)

    RCB vs DC Live Score: ફિલ સોલ્ટની અડધી સદી

    9મી ઓવર સમાપ્ત થવા સાથ જ દિલ્હીએ 100નો આંકડો પાર કરી લીધો છે. દિલ્હીના ઓપનર ફિલ સોલ્ટે પણ 28 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. સોલ્ટે આ દરમિયાન 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. 9મી ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને સોલ્ટે અડધી સદી પુરી કરી હતી. ઓવરનમાં બે ચોગ્ગા નોંધાવ્યા હતા.

  • 06 May 2023 10:02 PM (IST)

    RCB vs DC Live Score: પાવર પ્લેમાં દિલ્હીએ 70 રન નોંધાવ્યા

    પાવર પ્લેમાં 5 છગ્ગા દિલ્હી તરફથી આવ્યા હતા. જ્યારે 7 ચોગ્ગા નોંધાયા હતા. આમ દિલ્હીએ એક વિકેટ ગુમાવવા છતાં પાવર પ્લેમાં પોતાનો પાવર બતાવતા 70 રન નોંધાવ્યા હતા. પાવર પ્લેની અંતિમ ઓવરમાં મિચેલ માર્શે છગ્ગો અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 May 2023 09:57 PM (IST)

    RCB vs DC Live Score: ડેવિડ વોર્નર OUT

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને જોસ હેઝલવુડ આવ્યો હતો. હેઝલવુડે ઓવરની શરુઆતે જ બેંગ્લોરને મોટી સફળતા અપાવી હતી. ગતિમાં પરિવર્તન કરીને ડેવિડ વોર્નરને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને મોટા શોટનો પ્રયાસ સીધો જ ઉંચે બોલ આકાશમં ચઢ્યો હતો અને નિચે ઉભેલા બેંગ્લોરના કેપ્ટને તેને કેચ કરી લીઘો હતો. 22 રન 14 બોલનો સામનો કરીને પરત ફર્યો હતો.

  • 06 May 2023 09:51 PM (IST)

    RCB vs DC Live Score: સોલ્ટના સળંગ 2 છગ્ગા

    પાંચમી ઓવરની શરુઆત સળંગ 2 છગ્ગા સાથે ફિલ સોલ્ટે કરી હતી. મોહમ્મદ સિરાજ ઓવર લઈને આવ્યો હતો અને તેની ધુલાઈ થઈ ગઈ હતી. ઓવરના પ્રથમ બંને બોલ પર બે શાનદાર છગ્ગા બાદ ત્રીજા એટલે કે આગળના બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 06 May 2023 09:48 PM (IST)

    DC vs RCB Live Score: વોર્નર અને સોલ્ટની જોડીની સારી શરુઆત

    4 ઓવરની રમત પુરી થઈ ચુકી છે અને ઓપનીંગ જોડીએ ધમાલભરી શરુઆત કરી છે. ત્રીજી ઓવરના અંતિમ બોલ પર સોલ્ટ અને ચોથી ઓવરની શરુઆતે વોર્નરે છગ્ગો ફટકાર્યો હતો. આમ પ્રથમ ચાર ઓવરમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા આવ્યા છે. 4 ઓવરના અંતે 41 રન બંનેએ નોંધાવ્યા હતા.

  • 06 May 2023 09:37 PM (IST)

    DC vs RCB Live Score: દિલ્હીની બેટિંગ શરુ

    દિલ્હી કેપિટલ્સની ઈનીંગની શરુઆત થઈ છે. કેપ્ટન ડેવિડ વોર્નર સાથે ફિલ સોલ્ટ ઓપનર તરીકે આવ્યો છે. સોલ્ટ અને વોર્નરની જોડીએ રન ચેઝ માટે દિલ્હીની રમતની શરુ કરી છે. મોહમ્મદ સિરાજ પ્રથમ ઓવર લઈને આવ્યો છે. વોર્નરે ઈનીંગના પ્રથમ બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 2 ચોગ્ગા વોર્નરના બેટ વડે આવ્યા હતા.

  • 06 May 2023 09:13 PM (IST)

    DC vs RCB Live Score: દિનેશ કાર્તિક OUT

    અંતિમ ઓવરના પ્રથમ બોલ પર દિનેશ કાર્તિકે વિકેટ ગુમાવી હતી. તે 11 રન નોંધાવીને પરત ફર્યો હતો. કાર્તિકે નાનકડી ઈનીંગ દરમિયાન એક છગ્ગો નોંધાવ્યો હતો. બેંગ્લોરે અંતમાં રનની ગતિ વધારીને પડકાર જનક સ્કોર ખડક્યો હતો.

  • 06 May 2023 09:12 PM (IST)

    RCB vs DC Live Score: મહિપાલની અડધી સદી

    મહિપાલ લોમરોરે અડધી સદી પુરી કરી લીધી છે. મહિપાલે 19મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને આ સાથે જ પોતાની અડધી સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે 3 છગ્ગા નોંધાવ્યા હતા.

  • 06 May 2023 08:51 PM (IST)

    DC vs RCB Live Score: વિરાટ કોહલી OUT

    મુકેશ કુમારે મોટી વિકેટ ઝડપી છે. વિરાટ કોહલીને તેણે પેવેલિયન પરત મોકલ્યો છે. વિરાટ કોહલી અડધી સદી નોંધાવ્યા બાદ ફાઈન લેગમાં ખલીલ અહેમદના હાથમાં કેચ ઝડપાયો હતો. કોહલીએ 46 બોલમાં 55 રન નોંધાવ્યા હતા.

  • 06 May 2023 08:39 PM (IST)

    DC vs RCB Live Score: કોહલીની અડધી સદી

    વિરાટ કોહલીએ અડધી સદી પુરી કરી લીધી છે. 15મી ઓવરના અંતિમ બોલ પર લોંગ ઓનની દિશામાં બોલને પુલ કરીને સિંગલ રન લઈને કોહલીએ અડધી સદી પુરી કરી હતી. આ પહેલા ઓવરના બીજા બોલે મહિપાલ લોમરોરે છગ્ગો ફટકાર્યો હતો.

  • 06 May 2023 08:32 PM (IST)

    RCB vs DC Live Score: કોહલીની બાઉન્ડરી, બેંગ્લોરનો સ્કોર 100 ને પાર

    13મી ઓવર લઈને ઈશાંત શર્મા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ વિરાચ કોહલીએ ચોગ્ગો એક્સ્ટ્રા કવરની દિશામાં ફટકાર્યો હતો. કોહલીએ ફ્રન્ટ ફુટ પર જઈને ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર કોહલીએ બે રન દોડી લેતા બેંગ્લોરનો સ્કોર આ સાથે જ 100 રન થયો હતો.

  • 06 May 2023 08:23 PM (IST)

    RCB vs DC Live Score: ગ્લેન મેક્સવેલ ગોલ્ડ ડક

    મિચેલ માર્શે કમાલની બોલિંગ કરી છે. પહેલા ફાફ ડુ પ્લેસિસની વિકેટ ઝડપ્યા બાદ તુરત જ આગળના બોલ પર ગ્લેન મેક્સવેલની વિકેટ ઝડપી છે. મેક્સવેલ ક્રિઝ પર આવતા પ્રથમ બોલ રમવાના પ્રયાસમાં જ શૂન્ય રને આઉટ થયો હતો. વિકેટકીપરે તેનો કેચ ઝડપ્યો હતો.

  • 06 May 2023 08:20 PM (IST)

    RCB vs DC Live Score: બેંગ્લોરે ગુમાવી પ્રથમ વિકેટ

    મિચેલ માર્શ 11મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના ત્રીજા બોલ પર મહત્વની સફળતા દિલ્હીને અપાવી છે. ફાફ ડુ પ્લેસિસ અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો અને તેને અક્ષર પટેલના હાથમાં ડીપ કવરમાં કેચ ઝડપાવ્યો હતો. ફાફ 32 બોલનો સામનો કરીને 45 રન નોંધાવી પરત ફર્યો હતો.

  • 06 May 2023 08:18 PM (IST)

    RCB vs DC Live Score: 10 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 79/01

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે સારી શરુઆત ટીમને કરાવી હતી. બેંગ્લોરની ટીમે વિના વિકેટે 10 ઓવરની રમત પુરી કરી છે. આ દરમિયાન બેંગ્લોરે 79 રન નોંધાવ્યા છે. કોહલી અને પ્લેસિસ વચ્ચે મહત્વની ભાગીદારી નોંધાઈ રહી છે.

  • 06 May 2023 07:58 PM (IST)

    DC vs RCB Live Score: પાવરપ્લેના અંતે વિના વિકેટે 51 રન

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને ખલીલ અહેમદ આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ફાફ ડુપ્લેસિસે શાનદાર સિક્સર જમાવી હતી. ખલીલે યોર્કરનો પ્રયાસ કર્યો હતો અને પ્લેસિસે ફુલટોસ બનાવતા શોટ જમાવ્યો હતો. આગળા શોર્ટ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 May 2023 07:38 PM (IST)

    RCB vs DC Live Score: કોહલીની બાઉન્ડરી, IPL માં 7000 રન પૂરા

    અક્ષર પટેલ બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો. શોર્ટ બોલને પોઈન્ટની દીશામાં ફટકારીને ચોગ્ગો મેળવ્યો હતો આ સાથે જ વિરાટ કોહલીએ IPL માં 7000 રન પુરા કર્યા હતા.

  • 06 May 2023 07:36 PM (IST)

    RCB vs DC Live Score: બેંગ્લોરની બેટિંગ શરુ

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની ઓપનર જોડી દિલ્હી કેપિટલ્સ સામેની મેચની શરુઆત કરવા માટે ઉતરી છે. ખલીલ અહેમદ દિલ્હી તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે. વિરાટ કોહલીએ પ્રથમ ઓવરના બીજા બોલને સીધો બાઉન્ડરી બહાર કવર્સની દીશામાં ફટકાર્યો હતો.

  • 06 May 2023 07:35 PM (IST)

    DC vs RCB Live Score: દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11

    દિલ્હી કેપિટલ્સઃ ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ, મિશેલ માર્શ, મનીષ પાંડે, રિલી રુસો, અમન ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા અને ખલીલ યાદવ

  • 06 May 2023 07:34 PM (IST)

    RCB vs DC Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ 11

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોડ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, વાનિંદુ હસરંગા, કર્ણ શર્મા, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ

  • 06 May 2023 07:32 PM (IST)

    DC vs RCB Live Score: બેંગ્લોરે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ

    IPL 2023 ની 50મી મેચ શનિવારે રમાઈ રહી છે. સિઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અને પ્લેઓફની રેસ વધારે જબરદસ્ત બની રહી છે. શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે.

Published On - May 06,2023 7:20 PM

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">