CSK vs SRH IPL 2021 Match 23 Result : હૈદરાબાદને હરાવી ચેન્નઈની 7 વિકેટથી શાનદાર જીત

| Updated on: Apr 28, 2021 | 11:17 PM

CSK vs SRH IPL 2021 Match 23 Result સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ને આઈપીએલ 2021ની સિઝનમાં પોતાની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે ટકરાવવાનું છે.

CSK vs SRH IPL 2021 Match 23 Result : હૈદરાબાદને હરાવી ચેન્નઈની  7 વિકેટથી શાનદાર જીત
CSK vs SRH Live Score, IPL 2021

IPL  2021ની 23 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (CSK vs SRH) દિલ્હીના અરુણ જેટલી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવ્યો હતો. આ સીઝનની દિલ્હીમાં પ્રથમ મેચ રમવામાં આવ્યો હતો. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં CSKએ 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી. ચેન્નઈની ટીમે સતત 5 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હૈદરાબાદની આ પાંચમી હાર છે, જેના પરિણામે તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંક પર પટકાયું છે.

Key Events

સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2013માં આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો

સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2013માં આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદની ટીમનો રેકોર્ડ તમામ ટીમો સામે સારો છે. જોકે એક માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદ નબળી દેખાઈ રહી છે. આ વાતના પુરાવા પણ આંકડાં જ દર્શાવી રહ્યા છે.

હૈદરાબાદ અને ચેન્નાઈ સામે વચ્ચે અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે

હૈદરાબાદ અને ચેન્નાઈ સામે વચ્ચે અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે. જેમાંથી 10 મેચ એમએસ ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઈની ટીમ જીતી ચુકી છે. જ્યારે ફક્ત 4 જ મેચ હૈદરાબાદની ટીમ જીતી શકી છે. આમ હાર જીતના આંકડાથી જ અંદાજ લગવાઈ શકાય છે કે, હેડ ટુ હેડ રેકોર્ડ બંને ટીમો વચ્ચે કેવો હોઇ શકે છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Apr 2021 11:14 PM (IST)

    CSKએ 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી

    હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં CSKએ 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી

  • 28 Apr 2021 10:49 PM (IST)

    રાશીદને મળી વધુ એક સફળતા, CSKને ત્રીજો ઝટકો

    રાશિદે સતત બે વિકેટ ઝડપી છે. ઓવરના છેલ્લા બોલ પર રાશિદે ડુપ્લેસી એલબીડબ્લ્યુ આઉટ કર્યો. મોઈનની વિકેટ મેળવ્યા પછી, રાશિદે આગલી બોલ પર ડુપ્લેસીના બેટને ફટકો માર્યો, જે તેનો ગાયકવાડની જેમ બચાવ કરવા માંગતો હતો, પરંતુ તે સફળ થયો નહીં અને એલબીડબ્લ્યુ આઉટ થઈ ગયો. ડુપ્લેસીએ ડીઆરએસ લીધો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.

  • 28 Apr 2021 10:41 PM (IST)

    રાશિદે અપાવી બીજી સફળતા, મોઈન અલી OUT

    ઋતુરાજ ગાયકવાદને OUT કરીને તરત જ રાશિદે મોઈન અલીનો શિકાર કર્યો હતો.

  • 28 Apr 2021 10:35 PM (IST)

    ગાયકવાડે વરસાવ્યા ચોગ્ગા, પછી રાશિદે કર્યો બોલ્ડ

    રાશીદની શાનદાર બોલિંગનો શિકાર ઋતુરાજ ગાયકવાડ થઈ ગયો છે. રશિદનો બોલને ફ્રન્ટ ફૂટ પર આવીને તેને ડિફેન્સ કરવાની કોશિશ કરી પરંતુ બોલ ટર્ન થઈ ગયો અને બોલ્ડ થયો

  • 28 Apr 2021 10:23 PM (IST)

    ડૂપ્લેસી અને ગાયકવાડે ફટકારી શાનદાર ફિફ્ટી, ચેન્નઈ મજબૂત સ્થિતિમાં

    ફાફ ડુપ્લેસીએ ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી છે. ડુપ્લેસીએ 11મી ઓવરના અંતિમ બોલ પર એક જ સદીથી અર્ધસદી પૂર્ણ કરી. ડ્યુપ્લેસીએ આ અડધી સદી ફક્ત 32 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ફટકારી છે. આ સાથે ચેન્નાઈના 100 રન પૂરા થઈ ગયા છે. ગાયકવાડે પણ માત્ર 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી

  • 28 Apr 2021 10:16 PM (IST)

    સૂચિતની ઓવરમાં વરસ્યા રન

    ચેન્નઈ માટે મેચ ઘણો સરળ થતો જય રહ્યો છે. ઓપનર જ મેચને ખેંચી રહ્યા છે. આ વખતે સૂચિતની ઓવરમાં પહેલા જ ચોગ્ગો ફટકારી દીધો, પછી ડૂપ્લેસીએ એક છગ્ગો ફટકાર્યો. અહી ન રોકતા છેલ્લા બોલમાં ડૂપ્લેસીએ ચોગ્ગો ફટકાર્યો 9મી ઓવરથી આવ્યા 17 રન, CSK 84/0

  • 28 Apr 2021 10:07 PM (IST)

    ગાયકવાડને મળી બાઉન્ડ્રી

    પાવર પ્લે બાદ પણ CSKને સરળતાથી રન મળી રહ્યા છે. જગદિશા સૂચિતની પહેલી જ ઓવરમાં ગાયકવાડે બે ચોગ્ગા મેળવી લીધા હતા. આ રીતે SRH માટે મુશ્કેલીઓ વધી રહી છે. આ જોડી ઘણી સરળતાથી રન મેળવી રહી છે. 7મી ઓવરથી આવ્યા 13 રન, CSK- 63/0

  • 28 Apr 2021 09:58 PM (IST)

    CSKને મળી સારી ઓવર

    સિધાર્થ કૌલની પહેલી ઓવરમાં ગાયકવાડ અને ડૂપ્લેસીને એક એક ચોગ્ગો મેળવી લીધો હતો. આ બન્ને પ્લેયરે જ અત્યાર સુધી સારી ભાગીદારી બનાવી રાખી છે 5મી ઓવરથી આવ્યા 12 રન, CSK - 43/0

  • 28 Apr 2021 09:51 PM (IST)

    ડૂપ્લેસીએ જમાવ્યા ચોગ્ગા

    ખલીલ અહમેદની બીજી ઓવર CSK માટે સારી સાબિત થઈ. ફાફ ડૂપ્લેસીએ ઓવરની પ્રથમ બોલમાં જ ચોગ્ગો મેળવી લીધો હતો. ચોથી ઓવરથી આવ્યા 10 રન, CSK - 31/0

  • 28 Apr 2021 09:45 PM (IST)

    CSKની શાનદાર શરૂઆત

    CSKના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડૂપ્લેસીએ શાનદાર શરૂઆત કરી છે. બન્ને બેટ્સમેનોએ થોડી બાઉન્ડ્રી પણ મેળવી હતી, પરંતુ SRHએ પણ પૂર્ણરૂપે તેને હાવી નહોતા થવા દીધા. 3 ઓવર બાદ CSK 21/0

  • 28 Apr 2021 09:11 PM (IST)

    હૈદરાબાદે ગુમાવી ત્રીજી વિકેટ, મનીષ પાંડે OUT

    લુંગી એનગીડીએ એક જ ઓવરમાં હૈદરાબાદના બંને સેટ બેટ્સમેનની વિકેટ ઝડપી છે. ઓવરની શરૂઆતમાં, વોર્નરને શોટ ફટકારવાનું મુશ્કેલ બનાવ્યું. વોર્નરે રવિન્દ્ર જાડેજાએ કેચ આપ્યો હતો. આ રીતે, વોર્નરની ખૂબ ધીમી ઇનિંગ્સનો અંત આવ્યો. ત્યારબાદ તે જ ઓવરમાં મનીષ પાંડેએ બોલને લોંગ ઓન તરફ લપેટ્યો, પરંતુ બોલ બાઉન્ડ્રી પાર કરતા પહેલા ફાફ ડુપ્લેસીએ બાઉન્ડ્રી દોર નજીક જબરદસ્ત ડાઇવ બનાવીને શાનદાર કેચ ઝડપી લીધો હતો.

  • 28 Apr 2021 09:00 PM (IST)

    હૈદરાબાદે ગુમાવી બીજી વિકેટ, ડેવિડ વોર્નર OUT

  • 28 Apr 2021 08:53 PM (IST)

    ડેવિડ વોર્નરની શાનદાર અર્ધ શતક, તેમજ IPLમાં 200 સિક્સ

    લાંબા સમય પછી, ડેવિડ વોર્નર બોલને યોગ્ય રીતે ટાઇમ કરવામાં સફળ રહ્યો છે અને આ વખતે એસઆરએચના કેપ્ટન લુંગી એનગિડીનો બોલ લોંગ ઓફ બાઉન્ડ્રીની 6 રન માટે પહોંચાડ્યો હતો. આ સાથે, વોર્નરે આઈપીએલમાં 200 સિક્સર અને ટી 20 ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા છે. સાથે સાથે અર્ધ શતક પણ પૂરી કરી છે.

  • 28 Apr 2021 08:41 PM (IST)

    મનીષ પાંડેની અર્ધ શતક, હૈદરાબાદના 100 રન પૂરા

    સતત 2 મેચમાં બેસ્યા બાદ મનીષ પાંડેએ શાનદાર વાપસી કરી છે. મનિષે માત્ર 35 બોલમાં જબરદસ્ત અર્ધ સદી ફટકારી છે. આ સિઝનમાં મનીષની આ બીજી અર્ધ સદી છે, પરંતુ આ એક વધુ સારી શૈલીમાં આવી છે. મનીષે અત્યાર સુધીમાં 4 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી છે. 14મી ઓવરથી આવ્યા 10 રન, SRH 102/1

  • 28 Apr 2021 08:31 PM (IST)

    મનીષની શાનદાર સિક્સ

    ટીમની ધીમી શરૂયાર બાદ મનીષ આક્રમક તરીકે બહાર આવ્યો છે. આ વખતે માનિષે મોઈન અલીના બોલમાં મિડવિકેટ ઉપરથી જોરદાર છગ્ગો ફટકાર્યો હતો. 10મી ઓવરમાં આવ્યા 10 રન, SRH 69/1

  • 28 Apr 2021 08:19 PM (IST)

    મોઈનની શાનદાર બોલિંગ

    મેચમાં પહેલા સ્પિનર તરીકે મોઈન અલી બોલિંગ માટે આવ્યો અને તેની પ્રથમ ઓવર ઘણી સારી રહી હતી. SRHની શરૂઆત પહેલેથી જ ધીમી રહી છે. સ્પિનરોના એટેકથી આમ પણ તેના પર લગામ લાગી જશે. જેથી ટીમે રન ફટકારવા માટે બાઉન્ડ્રીનો સહારો લેવો પડશે. 8મી ઓવરથી આવ્યા 7 રન, SRH- 54/1

  • 28 Apr 2021 08:12 PM (IST)

    વોર્નરે ફટકાર્યો ચોગ્ગો

    શાર્દૂલ ઠાકુરની ઓવર હૈદરાબાદ માટે ઘણી સારી રહી હતી. શાર્દૂલના બોલ પર વોરનારે એક ચોગ્ગો ફટકાર્યો હતો. 7મી ઓવરથી આવ્યા 8 રન, 47/1

  • 28 Apr 2021 07:57 PM (IST)

    હૈદરાબાદને લાગ્યો પહેલો ઝટકો, સેમ કરને કર્યો બેયરસ્ટોનો શિકાર

    સેમ કરને હૈદરાબાદને પ્રથમ ઝટકો આપ્યો છે. આ શોટમાં બેઅરસ્ટોનું નિયંત્રણ નહોતો અને દીપક ચહરે સ્ક્વેર લેગ પર કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી.

  • 28 Apr 2021 07:50 PM (IST)

    સેમ કરનની સારી ઓવર રહી

    બીજી ઓવરમાં સેમ કરનની સારી બોલિંગ કરી અને SRHના ઓપનરોને કોઈ પણ રીતે ઢીલ આપી નહિ. એસઆરએચના ઓપનર પાવર પ્લેનો ફાયદો ઉઠાવવા માંગશે. બીજી ઓવરથી આવ્યા માત્ર 6 રન, SRH - 9/0

Published On - Apr 28,2021 11:16 PM

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">