CSK vs RCB, IPL 2021: ચેન્નાઇ સામે બેંગ્લોરે 6 વિકેટે 157 રનનો પડકાર રાખ્યો, કોહલી-પડિક્કલની શાનદાર ફીફટી

|

Sep 24, 2021 | 9:33 PM

વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ RCB એ ટોસ હારીને બેટીંગ કરતા શાનદાર શરુઆત કરી હતી. પરંતુ કોહલી અને પડિક્કલ (Devdutt Padikkal) ના આઉટ થયા બાદ સ્કોર બોર્ડની ગતી ધીમી પડી હતી.

CSK vs RCB, IPL 2021: ચેન્નાઇ સામે બેંગ્લોરે 6 વિકેટે 157  રનનો પડકાર રાખ્યો, કોહલી-પડિક્કલની શાનદાર ફીફટી
Virat Kohli

Follow us on

IPL 2021 ની 35 મી મેચ શારજાહમાં રમાઇ રહી છે. આઇપીએલની બે દિગ્ગજ ટીમો જ નહી પરંતુ બે બે દિગ્ગજ કેપ્ટનોનો પણ આમનો સામનો થઇ રહ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super King) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore) વચ્ચે આ મેચ રમાઇ રહી છે. આમ વિરાટ કોહલી (Virat Kohli) અને એમએસ ધોની (Ms Dhoni)વચ્ચેની ટકકર થઇ રહી છે. ધોનીએ ટોસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટીંગ કરવાન નિમંત્રણ આપ્યુ હતુ. બેંગ્લોરે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા.

બેંગ્લોરની ટીમની શરુઆત સારી રહી હતી. ટીમના બંને ઓપનરો વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે (Devdutt Padikkal) જબરદસ્ત શરુઆત અપાવી હતી. બંનેએ અર્ધશતકીય ઇનીંગ રમી હતી. બંને પડકારજનક સ્કોર ચેન્નાઇને આપવા માટેનો પાયો નાંખ્યો હતો. બંનેની પાર્ટનરશીપનો અંત આવતા જ બેંગ્લોરનુ સ્કોર બોર્ડ મંદ પડી ગયુ હતુ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

ટોસ હારીને મેદાને ઉતરેલી RCB ની ટીમને તેના ઓપનરોએ સારી શરુઆત અપાવતા રાહત સર્જાઇ હતી. કેપ્ટન વિરાટ કોહલી અને પડિક્કલ બંને વચ્ચે 111 રનની ભાગીદારી રમત રમાઇ હતી. તેણે 50 બોલમાં 70 રન કર્યા હતા. વિરાટ કોહલીના રુપમાં આરસીબીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. કોહલીએ 41 બોલમાં 53 રન કર્યા હતા. તે બ્રાવોના બોલને ફટકારવામાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. એબી ડિવલીયર્સ 11 બોલમાં 12 રન કર્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગ્લેન મેક્સવેલે 9 બોલમાં 11 રન કર્યા હતા. જ્યારે ટિમ ડેવિડે 3 બોલમાં 1 રન કર્યો હતો. હર્ષલ પટેલ 5 બોલમાં 3 રન કરીને આઉટ થયો હતો. વાનિન્દુ હસારંગા 1 રન કરીને અણનમ રહ્યો હતો. અંતિમ ઓવરમાં બે વિકેટ આરસીબીએ ગુમાવી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

ધોનીની ટીમના બોલરો વિકેટ મેળવવા માટે આજે સંઘર્ષ કરી રહ્યા હતા. સ્વાભાવિક છે. બેટીંગ માટે મજબૂત મનાતી આરસીબીની ટીમની વિકેટ મેળવવી અઘરી રહેતી હોય છે. શારજાહના નાનકડા ગ્રાઉન્ડ પર બોલરોએ રન લુટાવવાની મજબૂરી હતી. જોકે કોહલી અને પડિક્કલની જામી ચુકેલી ઓપનીંગ જોડીને તોડવામાં ડ્વેન બ્રાવોએ સફળતા મેળવી હતી. તેણે 3 વિકેટ મેળવી હતી. શાર્દૂલ ઠાકુરે 2 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 1 વિકેટ મેળવી હતી. જાડેજાએ 4 ઓવરમાં 31 રન આપ્યા હતા, પરંતુ વિકેટ થી નિરાશ રહ્યો હતો.

 

 

આ પણ વાંચોઃ  PAK-NZ : પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સીરિઝ રદ થવા પર પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે, ઓમપ્રકાશ મિશ્રાએ મેચ રદ કરી

આ પણ વાંચોઃ Sabarkantha: પ્રાંતિજ પંથકમાં ખેડૂતો પર આફત ઉતરી, આ કારણથી ખેતી નિષ્ફળ નિવડતા મુશ્કેલી

Published On - 9:26 pm, Fri, 24 September 21

Next Article