Sabarkantha: પ્રાંતિજ પંથકમાં ખેડૂતો પર આફત ઉતરી, આ કારણથી ખેતી નિષ્ફળ નિવડતા મુશ્કેલી
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ (Prantij) વિસ્તારમાં ખેડુતોને એક તરફ વરસાદની ચિંતા છે. ત્યાં હવે બીજી મુશ્કેલી સામે આવી છે.
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાનું પ્રાંતિજ (Prantij) પંથકમાં ફુલાવર અને કોબીજનુ ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. અહી થી રાજ્યના અને રાજ્ય બહાર પણ મોટો પ્રમાણમાં ફુલાવર (Cauliflower) મોકલવામાં આવે છે. હાલમાં ફુલાવરનો ભાવ સ્થાનિક બજારોમાં પ્રતિ 20 કિલોએ ભાવ 800 રુપિયાની આસપાસ છે. ત્યારે પ્રાંતિજ વિસ્તારમાં ફુલવાર પકવતા ખેડુતોને બિયારણ ખરાબ નિકળતા મુશ્કેલી સર્જાઇ છે. ખેડૂતોએ ખાનગી કંપનીનું મોઘું દાટ ફલાવરનુ બિયારણ ખરીદ કરીને ખેતી કરી હતી.
આ માટે ફુલાવરના રોપા તૈયાર કરવાની અને બાદમાં તેની વાવણી કરવાની મુશ્કેલ મહેનત ખેડૂતોએ કરી હતી. જેની પાછળ ખેડૂતોએ શ્રમીકોમને મજુરી અને દવાઓ પણ છાંટવાના ખર્ચ કર્યા હતા. પરંતુ ખર્ચ અને મહેનત બાદ ફુલાવરનો પાક યોગ્ય ઉતર્યો નહત. પાકમાં નાના ફુલાવરના દડા હતા અને રેસા ઉત્પાદિત કર્યા હતા. તો અનેક છોડ પર માત્ર પાંદડા જ ઉઘી નીકળ્યા હતા.
જે ફુલાવર બજારમાં વેચવા માટે ખેડૂતો એ પ્રયાસ કર્યો હતો, જ્યાં રૂપિયા 10 માં પ્રતિ 20 કિલોગ્રામ લેખે પાકને લેવા માટે કોઇ વેપારી લેવા તૈયાર નહોતો. ત્યારે ખેડૂત બેબાકળા બની ગયા હતા. મોઘુંદાટ બિયારણનું ઉત્પાદન યોગ્ય ના થયું અને હવે તેનું વેચાણ પણ થઇ નથી રહ્યુ. તો આ વિસ્તારમાં 250 વીઘા થી વધુ વિસ્તારમાં આ બિયારણનું વાવેતર કર્યું છે, જે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સ્થાનિક ખેડૂતો ભાવેશ પટેલ, નિખીલ પટેલ અને નિશીથ પટેલે કહ્યુ હતુ, ખેતી કરવા માટે અમે મોંઘીદાટ લેબર ચુકવી હોય છે. ખૂબ મહેનત કરી હોય છે અને 50 થી 60 હજારના ભાવનુ બિયારણ ખરીદ્યુ હોય છે. અને હવે પાક નિષ્ફળ નિવડ્યો છે. બિયારણ ખરાબ આવતા ફુલાવરમાં રેસા નિકળે છે.
રજૂઆત બાદ પણ કોઇ સાંભળતુ નથી
પ્રાંતિજના પિલુદ્દા-સાંપડ રોડ પર ખેતર ખેડૂતોએ 250 થી 300 વિઘામાં વાવેતર કરેલ, અને તે બિયારણ ખરાબ નિકળતા હાલતો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અલગ અલગ 100 થી વધુ ખેડૂતોએ 250 થી 300 વીઘા જમીનમા ફલાવરનુ વાવેતર કર્યુ છે. જે બિયારણ નુ ઉત્પાદન રેસાવાળુ નિકળતા હાલતો ખેડુતો ઉપર પડયા ઉપર પર પાટુ નો ઘાટ ધડાયો છે. તો પહેલા કોરોના અને બાદમા કમોસમી વરસાદે સમસ્યા સર્જી હતી
હવે નવિ સિઝનમાં બિયારણ નિષ્ફળ જતા તૈયાર થયેલ ફુલાવરના પાકને હવે ફેંકી દેવાનો વખત આવ્યો છે. ખેડુતોએ બિયારણની કંપનીમા રજુઆત કર્યા બાદ પણ કોઈ જ પરિણામ મળ્યુ નથી. જેને લઇ હવે ખેતરોને ખેડીને નવેસરથી વાવણી કરવાની સ્થિતી સર્જાઇ છે.
એક દશકાથી પરેશાન
ફુલાવરના ખેડૂતો માટે આમ તો છેલ્લો એક દશકો કપરો નિવડ્યો છે. કમોસમી વરસાદ અને ત્યાર બાદ અનિયમિત વરસાદની સમસ્યા થી ફુગ સહિતનો રોગચાળો પરેશાન કરી ચુક્યો છે. તો વળી છેલ્લા દાયકા દરમ્યાન અનેક વાર ભાવ ગગડેલા રહ્યા હતા. હવે જ્યારે ભાવમાં તેજી તો છે તો ખરાબ બિયારણે પરેશાન કરી મુક્યા છે.