CSK vs RCB: ચેન્નાઈએ RCB સામે ઈતિહાસ રચ્યો, IPLમાં 21મી વખત 200+ સ્કોર બનાવ્યો

IPL Records: CSK vs RCB: ચેન્નાઈની ટીમે RCB સામેની મેચમાં 216 રન બનાવીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસમાં આવું કરનાર ત્રીજી ટીમ બની ગઈ છે.

CSK vs RCB: ચેન્નાઈએ RCB સામે ઈતિહાસ રચ્યો, IPLમાં 21મી વખત 200+ સ્કોર બનાવ્યો
Chennai Super Kings (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:54 PM

શિવમ દુબેના અણનમ 95 અને રોબિન ઉથપ્પાની 88 રનની ધમાકેદાર ઇનિંગ્સને પગલે મંગળવારે ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉથપ્પા (Robin Uthappa) અને શિવમ દુબે (Shivam Dube) વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વાનિન્દુ હસરંગાએ 2 અને જોશ હેઝલવુડે 1 વિકેટ ઝડપી હતી. આ સાથે ચેન્નાઈએ IPL ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. ચાલો જાણીએ આ રેકોર્ડ વિશે.

ચેન્નાઈએ 21મી વખત 200થી વધુ રન બનાવ્યા

ચેન્નાઈની ટીમે બેંગ્લોર સામે IPL માં સંયુક્ત સર્વોચ્ચ 200+ સ્કોર હાંસલ કર્યો. ચેન્નાઈએ આ સ્કોર 21 વખત બનાવ્યો છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ કારનામું કરી ચૂકી છે. ખાસ વાત એ છે કે RCB સામે રમતા ચેન્નાઈએ આ રેકોર્ડ બનાવ્યો છે. રવીન્દ્ર જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈ IPL માં સતત 4 મેચ હારી ચૂકી છે.

ચેન્નઈ ટીમે મજબુત સ્કોર બનાવ્યો

શિવમ દુબે (અણનમ 95) અને રોબિન ઉથપ્પા (88) ની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ IPL 2022 ની 22મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા. ટીમ માટે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારી થઈ હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વાનિન્દુ હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ જોશ હેઝલવુડે 1 વિકેટ લીધી હતી. અગાઉ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા મેદાન પર ઉતરેલી ચેન્નાઈએ ધીમી શરૂઆત કરી હતી. કારણ કે તેણે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને માત્ર 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ઋતુરાજ ગાયકવાડ (17) હેજવૂડના બોલ પર એલબીડબલ્યુ બન્યો હતો. આ સાથે જ ચેન્નાઈને મોઈન અલી (3) ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. ચોથા નંબરે આવેલા શિવમ દુબેએ રોબિન ઉથપ્પાની સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી.

આ દરમિયાન બંનેએ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. 13મી ઓવરમાં ઉથપ્પાએ ગ્લેન મેક્સવેલના બોલ પર 3 સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 100 ની પાર પહોંચાડ્યો હતો. આ દરમિયાન ઉથપ્પાએ 33 બોલમાં IPL ની 27 મી અડધી સદી પૂરી કરી હતી. શિવમ દુબેએ પણ બીજા છેડેથી રન બનાવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ચેન્નાઈએ 15 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. આ સાથે દુબેએ 30 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી.

છેલ્લી કેટલીક ઓવરોમાં બંનેએ વિસ્ફોટક બેટિંગ કરી હતી અને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન ઉથપ્પાને 17મી ઓવરમાં મોહમ્મદ સિરાજની બોલ પર લાઈફલાઈન પણ મળી હતી. જ્યારે તે કેચ આઉટ થયો, ત્યારે તેને નો બોલ જાહેર કરવામાં આવ્યો. આ સમય સુધીમાં ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 187 રન હતો. 19મી ઓવર ફેંકવા આવેલા હસરંગાએ 14 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે ઉથપ્પા (50 બોલમાં 4 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 88 રન) અને કેપ્ટન રવિન્દ્ર જાડેજા (0) ને પેવેલિયનમાં મોકલ્યા હતા.

આ સાથે ઉથપ્પા અને દુબે વચ્ચે 74 બોલમાં 165 રનની શાનદાર ભાગીદારીનો અંત આવ્યો હતો. તેણે 20મી ઓવર નાખવા આવેલા હેજવુડના બોલ પર 15 રન બનાવ્યા. દુબે 46 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 95 રન બનાવીને અણનમ રહ્યો. ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: શિવમ દુબેએ બેંગ્લોર સામે ઈતિહાસ રચ્યો, મુરલી વિજયના રેકોર્ડની બરાબરી કરી

આ પણ વાંચો : IPL 2022: ભારતીય ખેલાડીઓ માટે શ્રાપ બની કેપ્ટનશીપ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનથી લઈને કેએલ રાહુલ સુધી બધાની હાલત ખરાબ

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">