AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: સસ્પેન્ડ કરવામાં આવેલા મહંમદ અઝહરુદ્દીનને લોકપાલ દ્રારા મળી રાહત, HCA અધ્યક્ષ પદે યથાવત

ગત 15 જૂને એપેક્સ કાઉન્સિલ દ્વારા અઝહરુદ્દીન (Azharuddin) ને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA) ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. લોકપાલ દ્રારા હવે તેમને રાહત સાંપડી છે.

Cricket: સસ્પેન્ડ કરવામાં આવેલા મહંમદ અઝહરુદ્દીનને લોકપાલ દ્રારા મળી રાહત, HCA અધ્યક્ષ પદે યથાવત
Mohammad Azharuddin
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 9:24 AM
Share

પૂર્વ ભારતીય કેપ્ટન મહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) ને લોકપાલ દ્રારા રાહત સાંપડી છે. અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (Hyderabad Cricket Association) ના અધ્યક્ષ પદેથી, બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે ફરી એકવાર અઝહરુદ્દીન અધ્યક્ષ પદે આરુઢ થયા છે. આર્થિક અનિયમીતતાઓને લઇને એપેક્સ કાઉન્સિલ (Apex Council) દ્રારા તેમની પર કાર્યવાહી કરાઇ હતી, જેને લઇને તેઓને અધ્યક્ષ પદેથી દુર કરી દેવામાં આવ્યા હતાં.

અઝહરુદ્દીન વર્ષ 2019 ના સપ્ટેમ્બર માસ થી હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA) ના અધ્યક્ષ પદે હતા. ગત મહિને તેઓને પદ પર થી દુર કરી દેવામાં આવ્યા હતા. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અઝહર વિરુદ્ધની કાર્યવાહી એ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી હતી. અઝહરુદ્દીને લોકપાલ ન્યાયમૂર્તિ દિપક વર્મા એ રાહત આપતો આદેશ કર્યો હતો. તેઓએ એપેક્સ કાઉન્સીલના સભ્યોને અસ્થાયીરુપ થી અયોગ્ય ગણાવ્યા હતા.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના લોકપાલ વર્માએ, આદેશમાં કહ્યુ કે, અઝહરુદ્દીન વિરુદ્ધની ફરિયાદ લોકપાલ સમક્ષ મોકલી નથી. માટે તેની કોઇ જ માન્યતા નથી. તેઓએ કહ્યુ, એપેક્સ કાઉન્સિલ આ પ્રકારના નિર્ણયો સ્વંય લઇ શકે નહી. માટે હું નિર્વાચીત અધ્યક્ષ ને હોદ્દા પર થી દુર કરવાના આ પાંચેય સભ્યો દ્રારા પારિત પ્રસ્તાવ (જો હોય તો) રદ કરવા યોગ્ય સમજુ છું. સાથે જ કારણદર્શક નોટીસ જાહેર કરુ છુ. સાથે જતેમને નિર્દેશ કરુ છું કે, તેઓ અધ્યક્ષ અઝહરુદ્દીન વિરુદ્ધ આગળ કોઇ જ કાર્યવાહી કરવા થી દૂર રહે.

એપેક્સ કાઉન્સિલમાં પાંચ સદસ્યો સામેલ છે, જેમાં જોન મનોજ, ઉપાધ્યક્ષ વિજયાનંદ, નરેશ શર્મા, સુરેન્દ્ર અગ્રવાલ અને અનુરાધા. કાઉન્સિલ દ્રારા અઝહરુદ્દીન સામે કાર્યવાહી હાથ ધરી હતી અને આર્થિક અનિયમિતતા ને લઇને હોદ્દા પર થી હટાવી દેવાયા હતા.

અઝહરુદ્દીનની ક્રિકેટ કરિયર

અઝહરુદ્દીનની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. અઝહરુદ્દીન ભારત માટે 99 ટેસ્ટ મેચ અને 334 વન ડે મેચ રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેઓએ 45.03 ની સરેરાશ થી 62.15 રન બનાવ્યા હતા. જ્યારે વન ડે ક્રિકેટમાં 36.92 ની સરેરાશ થી 9378 રન બનાવ્યા હતા. અઝહરુદ્દીને ભારતીય ટીમ વતી ત્રણ વિશ્વકપમાં કેપ્ટનશીપની ભૂમિકા નિભાવી હતી. તેમની કેપ્ટનશીપમાં ભારતે 14 ટેસ્ટ મેચ અને 90 વન ડે મેચમાં જીત હાંસલ કરી છે.

આ પણ વાંચોઃ  INDvsENG: પૃથ્વી શોને ઇંગ્લેંન્ડ મોકલવા પર કપિલ દેવ ભડક્યા, કહ્યુ આ તો બીજા ખેલાડીઓની બેઇજ્જતી કરશે

g clip-path="url(#clip0_868_265)">