Cricket: સચિન તેંડૂલકરે કહ્યું કરિયરનો મોટો હિસ્સો માનસિક તાણમાં વિતાવ્યો, રાત્રે સુઇ પણ શકતો નહોતો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ ક્રિકેટના મેદાનમાં 24 વર્ષની લાંબી સફર ખેડી હતી. જોકે તેની આ લાંબી કરિયર દરમ્યાનનો અડધો હિસ્સો તો તણાવમાં જ ગુજાર્યો હોવાનુ કબુલ્યુ છે. જોકે તણાવમાં રહ્યા બાદ તેઓ એ વાતને સમજી શક્યા હતા કે, મેચ પહેલા તણાવ રમતની તૈયારીનો મહત્વનો હિસ્સો છે.

  • Publish Date - 9:32 am, Mon, 17 May 21 Edited By: Pinak Shukla
Cricket: સચિન તેંડૂલકરે કહ્યું કરિયરનો મોટો હિસ્સો માનસિક તાણમાં વિતાવ્યો, રાત્રે સુઇ પણ શકતો નહોતો
Sachin Tendulkar

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ ક્રિકેટના મેદાનમાં 24 વર્ષની લાંબી સફર ખેડી હતી. જોકે તેની આ લાંબી કરિયર દરમ્યાનનો અડધો હિસ્સો તો તણાવમાં જ ગુજાર્યો હોવાનુ કબુલ્યુ છે. જોકે તણાવમાં રહ્યા બાદ તેઓ એ વાતને સમજી શક્યા હતા કે, મેચ પહેલા તણાવ રમતની તૈયારીનો મહત્વનો હિસ્સો છે. સચિન એ બાયોબબલ (Biobubble) ને લઇને પણ ખેલાડીઓ પર તેમના માનસિક સ્વાસ્થ્ય (Mental Fitness) પર અસર પડવાને લઇને વાત કરવા દરમ્યાન પોતાની વાતોને પણ રજૂ કરી હતી.

મીડિયા રિપોર્ટસ મુજબ સચિન તેંડુલકરે કહ્યુ હતુ કે, સમયની સાથે મેં પણ મહેસુસ કર્યુ છે કે, રમતમાં શારીરિક રીતે તૈયાર રહેવા સાથે માનસિક રીતે પણ તૈયયાર રહેવુ પડે છે. મારા દિમાગમાં પણ મેચના શરુ થવા પહેલા જ કેટલાંક સમય અગાઉ મેચ શરુ થઇ જતી હતી. તણાવનુ સ્તર પણ ઉંચુ રહેતુ હતુ.

આગળ પણ વાત કરતા સચિન કહ્યુ, મે દસ થી બાર વર્ષ સુધી તણાવ મહેસુસ કર્યો હતો. મેચ પહેલા અનેક વાર એમ થતુ હતુ કે, હું રાત્રે સુઇ પણ શકતો નહોતો. બાદમાં મે એ સ્વિકાર કરવાનો શરુ કરી દીધો હતો કે, આ મારી તૈયારીનો હિસ્સો છે. મે સમય સાથે તેનો સ્વિકાર કરી લીધો હતો કે, મને રાત્રે સુવામાં પરેશાની થતી હતી. હું મારા મગજને સહજ રાખવા માટે કંઇક બીજુ કરવા લાગ્યો હતો.

સચિન કેટલુક અન્ય કરવાની યાદીમાં બેટીંગનો અભ્યાસ, ટીવી જોવાનુ અને વિડીયો ગેમ્સ રમવાની તેમજ સવારે ચા બનાવવા જેવુ સામેલ કરી લીધુ હતુ. મને મેચ પહેલા ચા બનાવવાની, કપડા ઇસ્ત્રી કરવા જેવા કાર્યોથી ખુદને રમત માટે તૈયાર કરવા માટે મદદ મળતી હતી. મારા ભાઇ એ મને આ બધુ શિખવ્યુ હતુ. હું મારી મેચના એક દિવસ પહેલા જ મારી બેગ તૈયાર કરી લેતો હતો અને તે એક આદત બની ગઇ હતી. મેં ભારત માટે રમેલી અંતિમ મેચમાં પણ આમ જ કર્યુ હતુ.

જ્યારે તમે ઇજાગ્રસ્ત થાઓ ત્યારે તબીબ અને ફિઝીયો તમારી સારવાર કરે છે. માનિસિક સ્થિતિના મામલામાં પણ આવુ જ છે. કોઇના પણ માટે જીવનમાં સારો ખોટો સમયનો સામનો એ સામાન્ય વાત છે. તેને માટે તમારે બાબતો નો સ્વિકાર કરવો પડશે. આ ફક્ત ખેલાડીઓ માટે નથી. તેમના માટે પણ આ વાત લાગુ પડે છે, જેઓ તેમની સાથે છે. જ્યારે તમે આનો સ્વિકાર કરી લો છો, પછી એનુ સમાધાન શોધવાની કોશિષ કરો છો.

તેંડુલકરે ચેન્નાઇની એક હોટલના કર્મચારીને યાદ કરીને કહ્યુ કે, કોઇ પણ કોઇનાથી પણ શીખી શકે છે. તેમણે કહ્યુ કે, મારા રુમમાં એક કર્મચારી ઢોંસો લઇ ને આવ્યો હતો. તેણે તેને ટેબલ પર રાખીને એક સલાહ આપી, તેણે કહ્યુ કે મારા એલ્બો ગાર્ડને કારણે મારુ બેટ પુર્ણ રીતે નથી ચાલી રહ્યુ. તે હકિકતમાં જ સાચુ તારણ હતુ. તેણે મને આ સમસ્યા થી બહાર આવવામાં મદદ કરી દીધી હતી.