Cricket Records: વન ડે ક્રિકેટમાં બે-બે વાર હેટ્રીક મેળવનારા બોલરો, મલિંગા ધરાવે છે જબરદસ્ત રેકોર્ડ

ક્રિકેટમાં કોઇપણ બોલર સતત 3 બોલ પર 3 વિકેટ ઝડપી લેવાની ઉપલબ્ધી મેળવવા પ્રયાસ કરતો હોય છે. જોકે આ સિદ્ધી દરેક બોલરને નથી મળતી હોતી. તો વળી કેટલાક બોલર એક નહી બે વાર હેટ્રીક (Hat-trick) ની સિદ્ધી મેળવી ચુક્યા છે.

Cricket Records: વન ડે ક્રિકેટમાં બે-બે વાર હેટ્રીક મેળવનારા બોલરો, મલિંગા ધરાવે છે જબરદસ્ત રેકોર્ડ
Lasith Malinga
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 27, 2021 | 7:11 PM

દરેક ખેલાડીને પોતાનુ પ્રદર્શન શ્રેષ્ઠ સાથે અનોખુ કરી દેખાડવાનો ઉત્સાહ હોય છે. આ માટે તે દરેક તકને ઝડપી લેવા માટે તત્પર હોય છે. ક્રિકેટમાં કોઇપણ બોલર સતત 3 બોલ પર 3 વિકેટ ઝડપી લેવાની ઉપલબ્ધી મેળવવા પ્રયાસ કરતો હોય છે. જોકે આ સિદ્ધી દરેક બોલરને નથી મળતી હોતી. તો વળી કેટલાક બોલર એક નહી બે વાર હેટ્રીક (Hat-trick) ની સિદ્ધી મેળવી ચુક્યા છે. આવા જ કેટલાક બોલરો પર નજર કરીશું

વન ડે ક્રિકેટ (One Day Cricket) માં સૌ પ્રથમ વખત હેટ્રીક 28 સપ્ટેમ્બરે 1982 માં હૈદરાબાદના નિએઝ સ્ટેડિયમમાં સર્જાઇ હતી. પાકિસ્તાન (Pakistan) ના બોલર જલાલ-ઉદ-દીને વન ડે ની પ્રથમ હેટ્રીક ઝડપી હતી. લસિથ મલીંગા (Lasith Malinga) ના નામે હેટ્રીક સાથે સળંગ ચાર બોલમાં ચાર વિકેટ નોંધાયેલી છે. જે વન ડે ક્રિકેટમાં એક માત્ર ઘટના છે.

વાસીમ અક્રમ, પાકિસ્તાન

પાકિસ્તાનનો બોલર વાસીમ અક્રમ (Wasim Akram) વન ડે ક્રિકેટમાં બે વાર હેટ્રીક લઇ ચુક્યો છે. તેણે પ્રથમ હેટ્રીક 14 ઓક્ટોબર 1989 માં ઝડપી હતી. તે વેળા તેણે વેસ્ટઇન્ડીઝના જેફ ડ્ઝન, મેલ્કમ માર્શલ અને કર્ટલી એમ્બ્રોસને આઉટ કર્યા હતા. તો બીજી હેટ્રીક થોડાક મહિનાઓ બાદ ઝડપી હતી. 14 મે, 1990 માં તેણે ઓસ્ટ્રેલીયા સામે રમતા મર્વ હ્યુઝેસ, કાર્લ રૈકમૈન અને ટેરી એલ્ડરમેનને લગાતાર વિકેટ ઝડપી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સકલીન મુશ્તાક, પાકિસ્તાન

પાકિસ્તાની સ્પિનર સકલીન મુશ્તાક (Saqlain Mushtaq) નો ક્રિકેટમાં એક દશકો રાજ કર્યુ હતુ. વાસીમ અક્રમની માફક સકલીન બે વખત વન ડે ક્રિકેટમાં હેટ્રીક લેવાનુ કારનામુ કરી ચુક્યો છે. તેણે 1996 અને 1999 બંને વાર ઝિમ્બાબ્વેની સામે હેટ્રીક પણ મેળવી હતી.

ચામિંડા વાસ, શ્રીલંકા

શ્રીલંકાના આ ડાબોડી ઝડપી બોલર ચામિંડા વાસ (Chaminda Vaas) પણ વન ડે ક્રિકેટમાં બે વાર હેટ્રીક ઝડપી ચુક્યો છે. પ્રથમ વખત તેણે 2001 માં ઝિમ્બાબ્વે સામે તેણે હેટ્રીક ઝડપી હતી. ત્યાર બાદ સ્ટુઅર્ટ કાર્લાઇસ, ક્રેગ વિશર્ટ અને તેતેંદા તાયબૂ ની વિકેટ હાંસલ કરી હતી. જ્યારે બીજી વખત 2003 માં બાંગ્લાદેશ ના હન્નન સરકાર, મહંમદ અશર્ફૂલ અને એહસાનૂલ હકને પેવેલિયન મોકલીને સિધ્ધી હાંસલ કરી હતી.

લસિથ મલિંગા, શ્રીલંકા

વન ડે ક્રિકેટમાં ત્રણ વખત હેટ્રીક લેવાનો રેકોર્ડ લસિથ મલિંગાના નામે નોંધાયેલો છે. તેણે વિશ્વકપમાં પણ બે વખત હેટ્રીક મેળવી છે. તે સળંગ ચાર બોલમાં ચાર વિકેટ પણ ઝડપી છે. આ પરાક્રમ તેણે 2007 ના વિશ્વકપ દરમ્યાન દક્ષિણ આફ્રિકા સામે કર્યુ હતુ. ત્યાર બાદ 2011 ના વિશ્વકપમાં કેન્યા સામે બીજી તેમજ 2019માં ઓસ્ટ્રેલીયા સામે ત્રીજી હેટ્રીક ઝડપી હતી.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">