IPL 2021: ટીમ ધોની એ મિશન IPL ની તૈયારીઓ શરુ કરી, ધોની અને રૈના સહિતના ખેલાડીઓની તસ્વીર આવી સામે
મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ટીમ IPL 2021 ના પ્રથમ હાલ્ફ દરમ્યાન 10 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ટીમ તેનુ પ્રદર્શન જાળવી રાખવા માટે સમયસર કમર કસવી શરુ કરી દીધી છે.
IPL 2021 ની આગળની મેચોની શરુઆત આગામી મહિના થી થઇ રહી છે. ખેલાડીઓથી લઇને ચાહકો પણ ટૂર્નામેન્ટની શરુઆત થવાનેન લઇને ઉત્સુક છે. આ દરમ્યાન હવે ખેલાડીઓ પણ UAE પહોંચવાની શરુઆત થઇ ચુકી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એટલે કે ટીમ ધોની પણ UAE પહોંચી ચુકી છે. ધોની (MS Dhoni) ની ટીમના ખેલાડીઓનો ક્વોરન્ટાઇન સમય સમાપ્ત થતા, અભ્યાસ સેશન શરુ કરવામાં આવ્યુ છે. મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના (Suresh Raina) સહિતન ખેલાડી ટ્રેનિંગ સેશનમાં જોવા મળ્યા છે.
ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે UAEમાં પોતાના ટ્રેનિંગ કેમ્પની શરુઆત કરી દીધી છે. એટલે કે ચેન્નાઇના ખેલાડીઓએ IPL 2021 ની તૈયારીઓ શરુ કરી દીધી છે. ટીમ ધોની IPL 2021 ના પ્રથમ હાલ્ફમાં ટોપ ટુના સ્થાન પર પોઇન્ટ ટેબલમાં રહી હતી. આમ પ્રથમ હાલ્ફ ચેન્નાઇની ટીમ માટે સારુ નિવડ્યુ હતુ. ટીમ હવે પ્લેઓફમાં પહોંચવા માટેની યોજના પર તૈયારીઓ કરવાની શરુઆત કરી દીધી છે. ધોનીની ટીમ ટાઇટલ માટે દાવેદાર ટીમ માનવામાં આવે છે.
આ દરમ્યાન UAEમાં તૈયારીઓનો પ્રારંભ કરવા સાથે ચેન્નાઇ સુપર કિંગ્સે એક તસ્વીર શેર કરી છે. જે તસ્વીરમાં ચેન્નાઇ ની ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જોવા મળી રહ્યો છે. પ્રેકટીશ સેશનની આ તસ્વીરમાં ધોની ઉપરાંત સુરેશ રૈના પણ નજર આવી રહ્યો છે. અન્ય ખેલાડીઓ અને સ્ટાફ તેમજ ચેન્નાઇની ટીમને કોચ માઇકલ હસી પણ જોવા મળી રહ્યા છે. તસ્વીરમાં નજર આવી રહ્યુ છે કે, કોચ ખેલાડીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
Huddle ➡️ Hustle 🏃♂️#StartTheWhistles #Yellove 🦁💛 pic.twitter.com/VkaBmNetqv
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 19, 2021
CSK પોઇન્ટ ટેબલમાં 10 અંક ધરાવે છે
ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની ટીમની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાનારી છે. જે ટૂર્નામેન્ટના બીજા હાલ્ફની પ્રથમ મેચ હશે. પ્રથમ મેચ થી જ ધોનીની ટીમ શાનદાર શરુઆત કરવા ઇચ્છશે. ધોનીની ટીમ હાલમાં 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ભારતમાં રમાયેલ પ્રથમ હાલ્ફની મેચો દમ્યાન કોરોના સંક્રમણને લઇને ટૂર્નામેન્ટ સ્થગીત કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે UAEમાં આગળની 31 મેચો રમાનારી છે. આ માટે BCCI પણ દબદબા ભેર આયોજન માટે ભરપૂર તૈયારીઓ કરી રહ્યુ છે.