Cricket: આ ભારતીય ઓલરાઉન્ડર ને બનવુ છે બીજો ‘સિક્સર કિંગ’, યુવરાજની માફક છ છગ્ગા લગાવવાનુ છે લક્ષ્ય

|

Sep 23, 2021 | 9:42 PM

યુવરાજ સિંહે T20 વિશ્વકપ (T20 World Cup) 2007 માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ કમાલ કર્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં જ યુવીએ છ છગ્ગા ઝડી દીધા હતા.

Cricket: આ ભારતીય ઓલરાઉન્ડર ને બનવુ છે બીજો સિક્સર કિંગ, યુવરાજની માફક છ છગ્ગા લગાવવાનુ છે લક્ષ્ય
Krunal Pandya

Follow us on

IPL 2021 માં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની ટીમે અંતિમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે હાર સહવી પડી હતી. તે મેચમાં મુંબઇની ટીમના બેટ્સમેનો રન બનાવવાાં નબળા રહ્યા હતા. ગુરુવારે મુંબઇ અને કલકત્તા (Mumbai vs Kolkata) વચ્ચે અબુ ધાબીમાં મેચ રમાઇ રહી છે. આ મેચ પહેલા મુંબઇના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડયા (Krunal Pandya) એ પોતાની એક ઇચ્છા દર્શાવી છે કે, જેને તે ક્રિકેટમાં પુરી કરવા ઇચ્છે છે. તેની આ ઇચ્છા પણ જબરદસ્ત અને મુશ્કેલ છે.

ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સળંગ સિકસર વરસાવવાનુ સ્વપ્ન છે. એટલે કે તે માત્ર છગ્ગા જ નહી પરંતુ એક બાદ એક એમ છ બોલમાં છ છગ્ગા લગાવવાનુ સપનુ ધરાવે છે. તાજેતરમાં જ USA ના જસકરન મલ્હોત્રાએ પપુઆ ન્યૂ ગીની ની સામે મેચમાં આ પરાક્રમ કર્યુ હતુ. આ પહેલા T20 ક્રિકેટ વિશ્વકપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામેની મેચમાં આ પરાક્રમ કર્યુ હતુ. યુવીએ 2007 ટી20 વિશ્વકપની મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાનો પૂર્વ બેટ્સમેન હર્ષિલ ગિબ્સ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ઓવરમાં 6 છગ્ગા લગાવી ચુક્યો છે. જે આ પ્રકારની કમાલ કરનારો પ્રથમ ક્રિકેટર હતો. ગિબ્સે 2007 ના આઇસીસી વન ડે વિશ્વકપ દરમ્યાન આ રેકોર્ડ સૌ પ્રથમ નોંધાવ્યો હતો. તેણે નેધરલેન્ડ સામેની મેચમાં ડેન વેન બુંગેની ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા. હવે આ યાદીમાં કૃણાલ પંડ્યા પોતાનુ નામ જોડવા માટે ઇચ્છી રહ્યો છે. આમ તે યુવરાજ સિંહ બાદ ભારતનો બીજો સિક્સર કિંગ બનવા ઇચ્છી રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રેકોર્ડ બનાવવા આ છે લક્ષ્ય

મીડિયા રિપોર્ટસનુસાર એક વાતચિત દરમ્યાન કૃણાલને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. તેને એક એવા રેકોર્ડ વિશે પુરો કરવા માટે સવાલ કરવામાં આવ્યો હતો કે, જે તે બનાવવા ઇચ્છતો હોય. જેના જવાબમાં તેણે કહ્યુ કે, એક ઓવરમાં છ છગ્ગા લગાવવા માટેનુ તેનુ લક્ષ્ય છે. આમ કૃણાલે પોતાની બેટીંગ વડે આ મુશ્કેલ રેકોર્ડ સ્થાપવા માટેનુ સપનુ બતાવ્યુ હતુ.

ગેઇલ સામે બોલીંગ કરવી મુશ્કેલ

ઓલરાઉન્ડર પંડ્યાએ કહ્યુ હતુ કે, વેસ્ટઇન્ડીઝના પાવર હિટર ક્રિસ ગેઇલ સામે બોલીંગ કરવાનુ મુશ્કેલ હોવાનુ કહ્યુ હતુ. તેણે બોલીંગ કરવામાં કોની સામે મુશ્કેલી સર્જાય છે તેવા સવાલના જવાબમાં ગેઇલનુ નામ કહ્યુ હતુ. આ વર્ષે શ્રીલંકા સામેની ટી20 મેચમાં વેસ્ટઇન્ડીઝના કિયરોન પોલાર્ડે એક જ ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા. જે ઓવર અકિલા ધનંજયની ઓવરમાં છગ્ગા લગાવ્યા હતા. પોલાર્ડ આઇપીએલ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઇન્ડીયન્સની ટીમનો હિસ્સો છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup: ‘ગબ્બર’ નુ બેટ ખૂબ ધમાલ મચાવતુ રહ્યુ છે, છતાં IPL માં પરંતુ T20 વિશ્વકપ ટીમ માટે BCCI ને કેમ નથી ભરોસો

આ પણ વાંચોઃ Boxing: માતાનુ સપનુ હતુ કે પુત્ર એક દિવસ ગોલ્ડ મેડલ જીતી લાવે, દિકરો મેડલ જીત ઘરે પહોંચ્યો તો ખુશીઓ માતમમાં બદલાઇ ગઇ

Next Article