AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: રવિન્દ્ર જાડેજાને તો બેટથી તલવાર બાજી કરતા ખૂબ જોયો, હવે તેની નકલ કરતા ધોનીને પણ જોઇ લ્યો

કોરોના સંક્રમણને લઇને IPL 2021 ને 29 મેચ બાદ જ રોકી દેવી પડી હતી. બાકી રહેલી 31 મેચોના આયોજનને લઇને હજુ પણ કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી. આ દરમ્યાન આઇપીએલ ની ફેન્ચાઇઝી ટીમો પણ પણ ફેન્સને કંઇક ના કંઇક સોશિયલ મીડિયા દ્રારા પિરસતા રહે છે.

Cricket: રવિન્દ્ર જાડેજાને તો બેટથી તલવાર બાજી કરતા ખૂબ જોયો, હવે તેની નકલ કરતા ધોનીને પણ જોઇ લ્યો
Ravindra Jadeja-MS Dhoni
Avnish Goswami
| Edited By: | Updated on: May 17, 2021 | 3:53 PM
Share

કોરોના સંક્રમણને લઇને IPL 2021 ને 29 મેચ બાદ જ રોકી દેવી પડી હતી. બાકી રહેલી 31 મેચોના આયોજનને લઇને હજુ પણ કોઇ જ સ્પષ્ટતા સામે આવી નથી. આ દરમ્યાન આઇપીએલ ની ફેન્ચાઇઝી ટીમો પણ પણ ફેન્સને કંઇક ના કંઇક સોશિયલ મીડિયા દ્રારા પિરસતા રહે છે. આવી જ રીતે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) પણ ફેન્સને જકડી રાખવાની બાબતમાં સહેજે પાછળ નથી. તેણે ટ્વીટર પર ટીમના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) નો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં ધોની રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની તલવાર બાજીની નકલ કરી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા બેટીંગ વખતે અવાર નવાર ખુશીની ઘડીઓ વેળા બેટને તલવાર બાજી કરતો હોય એમ વિંઝતો હોય છે. ખાસ કરીને અર્ધશતક કે શતક દરમ્યાન તેને આ રીતે જોઇ શકાય છે. ટ્વીટ કરાયેલા વિડીયોમાં ધોની જાડેજાની માફક આવી જ નકલ કરી રહ્યો છે. પરંતુ તે માત્ર ખાલી હાથ વડે વિંઝી રહ્યો છે.

https://twitter.com/ChennaiIPL/status/1393926917204574212?s=20

જાડેજા ને તલવાર બાજી અને ઘોડા આ બંને ખૂબ પસંદ છે. તેના ફેન્સ અને ક્રિકેટ ચાહકોને પણ તેના આ શોખને લઇને જાણે છે. નવરાશ ના દિવસોમાં જાડ્ડુ પોતાના ફાર્મમાં ઘોડાઓને લગતી તસ્વીરો કે વિડીયો શેર કરતો રહે છે. આઇપીએલ 2021 ની સિઝન સ્થગીત કરવા સુધીમાં જાડેજાએ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે ફિલ્ડીંગ માં ખૂબ જ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ 7 મેચો રમીને 131 રન બનાવ્યા હતા. જ્યારે આ દરમ્યાન તેણે 6 વિકેટ પણ ઝડપી હતી. તેણે કુલ 8 કેચ ઝડપ્યા છે. ઇંગ્લેંડ પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">