AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: વિશ્વકપ થી લઇને ટેસ્ટ મેચોમાં ખરા સમયે નૈયા પાર કરાવવામાં ગૌતમ ગંભીર સંકટ મોચન બની રહ્યો છે, ટીમ ઇન્ડીયાના માટે કેમ કહેવાતો ‘હિરો’ જાણો

Happy Birthday Gautam Gambhir: આજે ગૌતમ ગંભીર (Gautam Gambhir) નો 40 મો જન્મદિવસ છે. આ ડાબા હાથના બેટ્સમેને 2007 માં ટી20 વર્લ્ડ કપ (T20 World Sup), 2011 માં વર્લ્ડ કપ જીતવામાં ટીમ ઇન્ડિયાને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Cricket: વિશ્વકપ થી લઇને ટેસ્ટ મેચોમાં ખરા સમયે નૈયા પાર કરાવવામાં ગૌતમ ગંભીર સંકટ મોચન બની રહ્યો છે, ટીમ ઇન્ડીયાના માટે કેમ કહેવાતો 'હિરો' જાણો
Gautam Gambhir
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 9:54 AM
Share

આજે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) નો જન્મદિવસ છે. 14 ઓક્ટોબર, 1981 ના રોજ દિલ્હીમાં જન્મેલા ગૌતમ ગંભીર આજે 40 વર્ષના થઈ ગયા છે. ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટમાં ધોની-વિરાટ કોહલી (Dhoni-Virat Kohli) જેવુ મોટુ નામ ન હોઈ શકે, પરંતુ આ ખેલાડીએ ટીમ ઇન્ડીયા (Team India) માટે બે વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગૌતમ ગંભીરે 2007 ટી20 વર્લ્ડ કપ (T20 World Sup) અને 2011 વનડે વર્લ્ડ કપની અંતિમ મેચોમાં શ્રેષ્ઠ ઇનિંગ રમીને ટીમ ઇન્ડીયાને ચેમ્પિયન બનાવી હતી. ગૌતમ ગંભીરની કારકિર્દી અને તેના જન્મદિવસ પર જીવન વિશે 10 મહત્વની બાબતો જાણો.

  1. ગૌતમ ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 T20 મેચ રમી હતી. ગંભીરે ટેસ્ટમાં 41.95 ની સરેરાશથી 4154 રન બનાવ્યા હતા. વનડેમાં તેના બેટમાંથી 39.68 ની સરેરાશથી 5238 રન આવ્યા હતા. T20 માં આ બેટ્સમેને 27.41 ની સરેરાશથી 932 રન બનાવ્યા હતા.
  2. ગૌતમ ગંભીરે પોતાની કારકિર્દીમાં 20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં 9 અને વનડેમાં 11 સદી ફટકારી હતી. આ સાથે જ ગંભીરે T20 માં 7 અડધી સદી ફટકારી હતી.
  3. ગૌતમ ગંભીરે પોતાની સમગ્ર કારકિર્દીમાં 64 સદી ફટકારી હતી. તેના નામે 43 ફર્સ્ટ ક્લાસ અને 21 લિસ્ટ A સદી છે.
  4. ગૌતમ ગંભીર મોટા પ્રસંગોએ મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતા હતા. આ ખેલાડીએ 2007 ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ 227 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામેની ફાઇનલમાં ગંભીરે 54 બોલમાં 75 રન બનાવી ટીમ ઇન્ડીયાને ચેમ્પિયન બનાવી હતી.
  5. 2008 માં, ઓસ્ટ્રેલિયા સામેની સીબી સિરીઝમાં પણ ગૌતમ ગંભીરે 440 રન બનાવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ સીબી સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને ગંભીર તેનો હીરો હતો.
  6. માર્ચ 2009 માં ગૌતમ ગંભીરે ન્યૂઝીલેન્ડ સામે નેપિયર ટેસ્ટમાં ઐતિહાસિક ટેસ્ટ ઇનિંગ રમી હતી. ગંભીરે 436 બોલમાં 137 રન બનાવ્યા હતા. તે 643 મિનિટ સુધી વિકેટ પર રહ્યો અને તેણે ટીમ ઈન્ડીયાની હાર ટાળી હતી.
  7. 2010 માં ગૌતમ ગંભીરને ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગંભીરની કેપ્ટનશીપમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5-0 થી હરાવ્યું હતું. આમ ભારતીય કેપ્ટન તરીકે તેની જીતની ટકાવારી 100 ટકા રહી હતી. આ શ્રેણીમાં તેમને મેન ઓફ ધ સિરીઝ પણ પસંદ કરવામાં આવ્યા હતા.
  8. 2011 ના વર્લ્ડ કપમાં ગૌતમ ગંભીરે 43.66 ની સરેરાશથી 393 રન બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં ભારત માટે સચિન પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. શ્રીલંકા સામેની ફાઇનલમાં ગંભીરે 122 બોલમાં 97 રન બનાવીને ટીમ ઇન્ડીયાની જીત માટેની સ્ક્રિપ્ટ લખી હતી. તેણે ધોની સાથે 109 રનની મહત્વની ભાગીદારી કરી હતી.
  9. જણાવી દઈએ કે ગૌતમ ગંભીરનો જન્મ એક વેપારી પરિવારમાં થયો હતો. જ્યારે ગંભીર માત્ર 18 દિવસનો હતો ત્યારે તેને તેના મામા-દાદીએ દત્તક લીધો હતો. ગંભીરની આખી જિંદગી તેના મોસાળમાં પસાર થઈ હતી.
  10. ગૌતમ ગંભીરને વર્ષ 2013 માં ટીમ ઇન્ડીયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. ગંભીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ધોનીએ તેને વર્ષ 2012 માં જ 2015 ના વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકી દીધો હતો. ગંભીરે દાવો કર્યો હતો કે, ધોનીએ તેને એક સારા ફિલ્ડરના નામે ટીમની બહાર રાખ્યો હતો. જ્યારે તે સારા ફોર્મમાં હતો

આ પણ વાંચોઃ IPL: એક સમયે ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીને કોઇએ ખરિદ્યો જ નહોતો, હવે 10 ટીમોની હરાજીમાં ભાગ લેવા લલચાયો

આ પણ વાંચોઃ IPL 2021: હાર બાદ કોઇ રડી પડ્યુ તો કોઇ દુઃખી થઇને મેદાન પર જ સુઇ ગયુ, દિલ્હી કેપિટલ્સની ટીમને છેક કિનારે આવીને ચૂકી ગયાનો અફસોસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">