AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ડેવિડ વોર્નર બોલવા લાગ્યો ‘ભારત માતાની જય’, સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયો થયો વાયરલ, જુઓ

ડેવિડ વોર્નર (David Warner) ઓસ્ટ્રેલિયાની ટીમનો શાનદાર આઓપનર છે. હાલમાં તે વેસ્ટઇન્ડીઝ પ્રવાસ (West Indies tour) થી દૂર રહીને ઘરે પરિવારને સમય આપી રહ્યો છે. વોર્નર અવારનવાર હિન્દી ડાયલોગ અને ડાન્સના વિડીયો શેર કરતો રહે છે. પરંતુ આ વખતનો વિડીયો હટકે શેર કર્યો છે.

Cricket: ડેવિડ વોર્નર બોલવા લાગ્યો 'ભારત માતાની જય', સોશિયલ મીડિયા પર શેર કરેલો વિડીયો થયો વાયરલ, જુઓ
David Warner
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 9:20 AM
Share

ઓસ્ટ્રેલિયન ટીમ (Australia Team) ના સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર(David Warner)ને ભારતીય ફિલ્મો સાથે ગજબ પ્રેમ છે. તે ભારતીય ફિલ્મો(Indian Film) ડાયલોગ કે ગીતના વિડીયોને એડિટ કરી પોતાનો ચહેરો સેટ કરી લે છે. તે એડિટેડ વિડીયો અવાર નવાર સોશિયલ મીડિયા(Social Media)માં શેર કરતો રહે છે. આવી જ રીતે તેણે હાલમાં એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ભારત માતાની જય પોકારતો નજર આવી રહ્યો છે. ડેવિડ વોર્નરના આ વિડીયોને ભારતીય ફેન્સ (Indian Fans) ખૂબ પસંદ કરી રહ્યા છે. જેને લઇ વિડીયો વાયરલ (Viral Video)થવા લાગ્યો છે.

ડેવિડ વોર્નર હાલમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમ થી વોર્નર આરામ પર બહાર રહ્યો છે. IPL 2021 સ્થગિત થયા બાદ તે એક મહિને પોતાના ઘરે પહોંચી શક્યો હતો. ત્યાર બાદ તેણે પરિવાર સાથે કેટલોક સમય વિતાવવાનુ નક્કિ કર્યુ હતુ. જે મુજબ હાલમાં તે પોતાના પરિવાર સાથે ક્વોલીટી સમય ગાળી રહ્યો છે.

આ દરમ્યાન તેણે એક ભારતીય ફિલ્મના વિડીયો સિનમાં પોતાનો ચહેરો સેટ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઓપનર ડેવિડ વોર્નરે શેર કરેલા વિડીયોની કેપ્શન લખી હતી, આ મારુ મારુ ફેવરિટ છે, આપનુ ફેવરિટ શુ છે. તેની આ અદા પણ ફેન્સને ફિદા કરી ગઇ હતી. ડેવિડ વોર્નર ના વિડીયોમાં ભારત માતાની જય પોકારાઇ રહી છે. અને સ્વાભિવક છે, ભારત માતા માટેની ગુંજ સાંભળી ભારતીય ફેન્સનુ દિલ જરુર વોર્નર પર આવી જાય.

IPL 2021 માં ટીમના કેપ્ટન પદે થી દૂર કરાયો હતો

IPL 2021 દરમ્યાન ડેવિડ વોર્નરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નુ પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ. જેને લઇને તેને અધવચ્ચે થી જ કેપ્ટન પદેથી દૂર કરી દેવામાં આવ્યો હતો. વોર્નરને કેપ્ટન પદે થી દૂર કરવા બાદ હૈદરાબાદની ટીમ એક મેચ રમી હશે, ત્યાં IPL 2021 ને સ્થગીત કરી દેવામાં આવી હતી. IPL 2021 ના બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાવવાને લઇ તુરત જ BCCI એ અટકાવી દીધી હતી. હવે બાકી રહેલી 31 મેચોને હવે યુએઇમાં રમાડવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટે પ્રથમ વન ડેમાં વિજય, શિખર ધવનના અણનમ 86 રન

g clip-path="url(#clip0_868_265)">