Cricket: ક્રિકેટર શ્રીસંત ફિલ્મમાં સન્ની લિયોન સાથે અભિનય કરશે, ગુજરાતી એકટર વિલન ની ભૂમિકા નિભાવશે

શ્રીસંત (Sreesanth) મેચ ફિક્સીંગ બાદ પણ સતત ચર્ચામાં રહ્યો છે. હવે સન્ની લિયોન (Sunny Leone) સાથે ની ફિલ્મમાં અભિનય કરવાનો હોવાને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તેની ફિલ્મમાં તેની સામે મુખ્ય વિલનની ભૂમિકા ગુજરાતી અભિનેતા બિમલ ત્રિવેદી ભજવશે.

Cricket: ક્રિકેટર શ્રીસંત ફિલ્મમાં સન્ની લિયોન સાથે અભિનય કરશે, ગુજરાતી એકટર વિલન ની ભૂમિકા નિભાવશે
Cricketer Sreesanth-Sunny Leone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 10:26 AM

શ્રીસંત (Sreesanth) નુ ક્રિકેટ કરિયર મેચ ફીક્સીંગ બાદ ખતમ થઇ ગયુ હતુ. શ્રીસંતે ફીક્સીંગ (Match fixing) ને લઇને તેની પર પ્રતિબંધ લાગ્યો હતો. જે હવે પૂર્ણ થતા તેણે ફરી થી મેદાને આવવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. આ દરમ્યાન હવે તે ફિલ્મમાં અભિનય આપનારો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આર રાધાકૃષ્ણ (R. Radhakrishna) ના દિગ્દર્શન ધરાવતી ‘પટ્ટા’ નામની ફિલ્મમાં અભિનય આપશે. ખાસ વાત એ છે કે, સન્ની લીયોન (Sunny Leone) તે ફિલ્મમાં અભિનેત્રીની ભૂમિકામાં હશે.

મીડિયા રિપોર્ટનુસાર, જાણકારી સામે આવી રહી છે કે, શ્રીસંત ત્રીજી ફિલ્મમાં અભિનેતા ના રુપમાં જોવા મળી શકે છે. દક્ષિણ ભારતીય ફિલ્મમાં શ્રીસંત આ પહેલા બે ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. આગામી ફિલ્મમાં શ્રીસંત CBI ઓફીસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા મુજબ CBI અધિકારી તરીકે એક એવી બાબત સામે આવશે કે, જે મહિલાઓની આસપાસ હશે.

શ્રીસંતની વાત કરવામા આવે તો, તે વર્ષ 2017માં અક્સર-2 અને 2019માં કેબરે ફિલ્મમાં અભિનયન આપી ચુક્યો છે. હવે તે ત્રીજી ફિલ્મમાં હશે, કે જેમાં તે અભિનય આપશે. શ્રીસંત આ બોલીવુડની ફિલ્મમાં પણ અભિનય આપી ચુક્યો છે. જે ફિલ્મ હજુ રિલીઝ થવાની રાહ જોઇ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સન્ની લિયોની માટે થ્રીલર ફિલ્મમાં ભૂમિકા સાહસરુપ

ફિલ્મમાં શ્રીસંત ઉપરાંત સન્ની લિયોનીને ને સ્થાન આપવામાં આવ્યુ છે. વિષય મુજબ તે ભૂમિકા નિભાવવામાં યોગ્ય ઠરશે એમ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોનુ માનવુ છે. ફિલ્મના નિર્માતા પણ ફિલ્મના પાત્રને નિભાવનાર યોગ્ય પ્રતિભા ધરાવતા હોવાની ઇચ્છા ધરાવતા હતા. જેને લઇને તેઓે તેમની પસંદગી સન્ની લિયોન તરફ રહી હતી.

દિગ્દર્શક રાધાકૃષ્ણ આ ફિલ્મની સાથે ખાસ આકર્ષીત નહોતા, પરંતુ જ્યારે તેઓએ કથાને જાણી ત્યારે તૈયાર થઇ ગયા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ફિલ્મમાં તેમની ભૂમિકા બોલીવુડમાં અત્યાર સુધીમાં અલગ રહી હતી. તેમનુ કહેવુ છે કે, અભિનેત્રી તરીકે સન્ની લિયોન માટે થ્રીલર ફિલ્મમાં એક સાહસીક અભિનય હશે.

ગુજરાતી અભિનેતા હશે વિલનની ભૂમિકામાં

ફિલ્મમાં ગુજરાતી અભિનેતા બિમલ ત્રિવેદી (Bimal Trivedi) પણ અભિનય આપશે. બિમલ ત્રિવેદી પુરુષ અભિનેતા તરીકે મુખ્ય પાત્રમાં સાઉથની ફિલ્મમાં અભિનય આપનારા પ્રથમ ગુજરાતી એકટર હશે. Tv9 સાથે વાતચીત દરમ્યાન બિમલ ત્રિવેદીએ વાત કરતા કહ્યુ હતુ કે, તેઓ મુખ્ય નેગેટિવ રોલ નિભાવશે. ફિલ્મ પોલિટીકલ થ્રીલર ધરાવે છે. આમ એકંદરે ફિલ્મ જબરદસ્ત થ્રીલર હશે.

Cricket: Cricketer Sreesanth will star opposite Sunny Leone in the film, Gujarati actor will play the role of villain

Bimal Trivedi, Gujarati Actor

અભિનેતા બિમલ ત્રિવેદીએ કહ્યુ હતુ કે, કોરોનાને લઇને ફિલ્મનુ શુટીંગ લેટ થયુ છે. 1 જૂલાઇએ ફિલ્મનુ શુટીંગ શરુ કરનાર હતા. પરંતુ તેમાં મોડુ થયુ છે. ફિલ્મનુ શુટીંગ મહદઅંશે બેંગ્લોર અને તેની આસપાસમાં થશે. જોકે પ્લાનીંગ અનુસાર ઝડપ થી ફિલ્મના શુટીંગની શરુઆત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ravindra Jadeja પર કેમ થવા લાગ્યા આક્ષેપ, સોશિયલ મીડિયા પર જાડેજા થવા લાગ્યો ટ્રોલ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">