AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL દરમિયાન ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડની ‘પસંદ’ ના બોલ વડે પ્રેક્ટિસ કરશે, શુ છે SG અને Duke Ball માં ફરક? સમજો 12 પોઈન્ટમાં તફાવત

ભારતીય ટીમ 7 જૂનથી WTC ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયાને પોતાના દેશમાં ઉપયોગમાં લેવાતા ક્રિકેટ બોલના બદલે ઈંગ્લેન્ડની 'પસંદ'ના બોલ વડે રમત રમવી પડશે.

IPL દરમિયાન ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડની ‘પસંદ’ ના બોલ વડે પ્રેક્ટિસ કરશે, શુ છે SG અને Duke Ball માં ફરક? સમજો 12 પોઈન્ટમાં તફાવત
કયા Red Ballનો કયા દેશમાં થાય છે ઉપયોગ, જાણો
| Updated on: Mar 15, 2023 | 12:48 PM
Share

ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે શુક્રવારથી શરુ થનારી વનડે સિરીઝ આગામી સપ્તાહે સમાપ્ત થઈ જશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ IPL ની ટીમો સાથે જોડાઈને તૈયારીઓ કરતા નજર આવશે. પહેલા વ્હાઈટ અને બાદમાં હવે બ્લુ જર્સીમાં જોવા મળનારા ખેલાડીઓ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોત પોતાની ફ્રેન્ચાઈઝીઓની જર્સીમાં જોવા મળશે. આ દરમિયાન તેઓ ટીમ જર્સી પહેરીની અભ્યાસ કરતા નજર આવશે. આઈપીએલ દરમિયાન ભારતીય બોલ સાથે પ્રેક્ટિસ કરતા નજર આવવા સાથે ઈંગ્લેન્ડ બનાવટના બોલ સાથે પણ અભ્યાસ કરતા જોવા મળી શકે છે. આ માટે ખાસ કારણ છે.

ટીમ ઈન્ડિયાની ટેસ્ટ રમતા ખેલાડીઓ આ દરમિયાન અભ્યાસ ખાસ બોલ વડે કરતા નજર આવી શકે છે. કારણ કે ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવી ચુકી છે. ટીમ ઈન્ડિયા આગામી જૂન માસમાં ફાઈનલ મેચ રમવા લંડન જશે. જ્યાં ભારતીય ટીમ 7 જૂનથી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયાને પોતાના દેશમાં ઉપયોગમાં લેવાતા ક્રિકેટ બોલના બદલે ડ્યુક બોલ વડે રમત રમવી પડશે. જેને લઈ ભારતીય ટીમના ખેલાડીઓ ડ્યુક બોલ વડે પ્રેક્ટિશ કરતા નજર આવી શકે છે. આઈપીએલમાં સતત એસજી બોલ પર હાથ અજમાવ્યો હોવાને લઈ WTC ફાઈનલમાં કોઈ કચાશ ના રહે એ માટે ડ્યૂક બોલ વડે પ્રેક્ટિસ કરવામાં આવી શકે છે.

ક્રિકેટમાં 3 પ્રકારના બોલનો ઉપયોગ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ અલગ અલગ પ્રકારના બોલનો ઉપયોગ થતો હોય છે. અલગ અલગ દેશોમાં રમાતી ક્રિકેટમાં અલગ અલગ બોલનો ઉપયોગ થયો હોય છે. જેમ કે ભારતમાં એસજી બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોલ ભારતમાં જ બનાવવામાં આવે છે અને જેની સિલાઈ હાથ વડે કરવામાં આવે છે. આઈપીએલમાં પણ આ જ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ડ્યૂક અને કૂકાબૂરા બોલનો ઉપયોગ ક્રિકેટમાં થતો હોય છે. કયા બોલનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરવો તેને લઈ ICC નો કોઈ વિશેષ નિયમ નથી. જે દેશમાં ટૂર્નામેન્ટ હોય એ દેશના બોર્ડ દ્વારા બોલને પસંદ કરવામાં આવતો હોય છે.

શુ છે આ ત્રણેય બોલની ખાસિયત એ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ

SG બોલ

  1. આ બોલ ભારતમાં જ તૈયાર થાય છે.
  2. SG બોલની સિલાઈ હાથ વડે કરવામાં આવે છે.
  3. જ્યારે તેની સીમ થોડી ઉભરેલી જોવા મળે છે.
  4. આ બોલ વડે સ્પિનરોને વધારે મદદ મળે છે.
  5. આ બોલ વડે રિવર્સ સ્વિંગ 50 ઓવર બાદ મળતી હોય છે.
  6. આ બોલનો ઉપયોગ ફક્ત ભારતમાં જ થતો હોય છે. IPL માં પણ SG બોલનો ઉપયોગ થાય છે.

ડ્યૂક બોલ

  1. ઈંગ્લેન્ડમાં તૈયાર થતા બોલને હાથ સિલાઈ કરવામાં આવે છે.
  2. આ બોલની સીમ ઉભરેલી જોવા મળે છે.
  3. ઝડપી બોલરો માટે ખૂબ મદદરુપ થતો હોય છે ડ્યૂક બોલ.
  4. આ બોલની હાર્ડનેસ 60 ઓવર સુધી રહેતી હોય છે.
  5. જ્યારે 20-30 ઓવર બાદ જ આ બોલથી રિવર્સ સ્વિંગ મળે છે.
  6. આ બોલનો ઉપયોગ ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને આયરલેન્ડ દેશમાં થતો હોય છે.

કૂકાબૂરા બોલ

  1. આ બોલનુ ઉત્પાદન ઓસ્ટ્રેલિયામા થાય છે.
  2. આ બોલની સિલાઈ હાથ નહીં પરંતુ મશીન વડે બનાવવામાં આવે છે.
  3. આ બોલમાં સીમ એસજી બોલની માફક ઉભરેલી નહીં પરંતુ દબેલી હોય છે.
  4. જેને લઈ સ્પિનરોને ઓછી મદદ કરે છે.
  5. આ બોલ ઝડપી બોલરો માટે મદદરુપ હોય છે.
  6. કૂકાબૂરા બોલ શરુઆતની 20 થી 30 ઓવરમાં ઝડપી બોલરો માટે ઉપયોગી રહે છે.
  7. ત્યાર બાદ બોલ બેટરોને મદદ કરવાનુ શરુ કરે છે.
  8. આ બોલનો ઉપયોગ ઓસ્ટ્ર્લિયા, પાકિસ્તાન, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેમાં થતો હોય છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">