Cricket: ગજબ! ફાઈનલ મેચમાં જીત માટે આખરી 6 બોલમાં 35 રનની જરુર હતી, જાણો પછી બેટ્સમેને શું કર્યુ

TV9 GUJARATI

|

Updated on: Jul 17, 2021 | 9:17 PM

વિરોધી ટીમ ક્રેગાધો પોતાની જીત પાકી માની રહ્યુ હતુ. પરંતુ ક્રિકેટ અનિશ્વિતતાઓનો ખેલ છે. જીત પર મહોર આખરી બોલ પર જ વાગે છે, એ વાત સૌ કોઈ ભૂલી ચુક્યુ હતુ.

Cricket: ગજબ! ફાઈનલ મેચમાં જીત માટે આખરી 6 બોલમાં 35 રનની જરુર હતી, જાણો પછી બેટ્સમેને શું કર્યુ
John Glass

Follow us on

ક્રિકેટમાં અંતિમ ઓવરનો રોમાંચ કદાચ જ આનાથી મોટો અને શાનદાર હોય શકે છે. 6 બોલમાં 6 સિક્સર તો ક્રિકેટમાં લાગવાની ઘટનાઓ બની ચુકી છે. પરંતુ ફાઈનલ મેચના દબાણ હેઠળ અંતિમ ઓવરમાં આમ કરવુ લગભગ અશક્ય લાગે છે. આવી મુશ્કેલ પરિસ્થિતીઓમાં પણ મેદાન કેવી રીતે મારી શકાય, તે એક આયરીશ બેટ્સમેન જ્હોન ગ્લાસે (John Glass) કરી બતાવ્યુ છે.

તેમની ટીમ આયરીશ ક્લબ બાલીમેના (Ballymena Club)ને ફાઈનલ જીતવા માટે અંતિમ 6 બોલમાં 35 રનની જરુર હતી. દરેક લોકોને માટે આ ટાસ્ક મુશ્કેલ લાગી રહ્યો હતો. વિરોધી ટીમ ક્રેગાધો પોતાની જીત પાકી માની રહ્યુ હતુ. પરંતુ ક્રિકેટ અનિશ્વિતતાઓનો ખેલ છે. જીત પર મહોર આખરી બોલ પર જ વાગે છે, એ વાત સૌ કોઈ ભૂલી ચુક્યુ હતુ. પરંતુ આયરીશ બેટ્સમેને તે યાદ કરાવી દીધુ હતુ.

મેદાનમાં રહેલા આયરીશ બેટ્સમેન જ્હોન ગ્લાસના ઈરાદા, દરેકના વિચારો કરતા અલગ હતા. તેણે પોતાનાથી હાર માની નહોતી. તેણે વિરોધી ટીમના બોલર પર હુમલો કરવાની રણનીતિ અપનાવી દરેક બોલને હવામાં ઉછાળ્યો હતો. પરીણામ એ આવ્યુ કે અંતિમ ઓવરમાં 6 બોલમાં 6 છક્કા લગાવી ફાઈનલ મેચ જીતવા અંતિમ ઓવરમાં જરુરી 35 રન મેળવી લીધા.

અંતિમ ઓવરમાં 6 સિક્સર લગાવીને હીરો બન્યો

જોન ગ્લાસ 87 રન પર અણનમ રહ્યો અને ટીમ માટે આશ્વર્યજનક જીતનો હીરો બની ગયો. પ્રથમ બેટીંગ કરતા ક્રેગાધો ટીમે 7 વિકેટ પર 147 રન બનાવ્યા હતા. 148 રનનો પીછો કરતા બાલીમેનાએ 19 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. કોઈપણ ટીમ આટલેથી પોતાની જીત પાકી સમજી લે એ સ્વાભાવિક છે. જોકે ક્રેગાધોની સામે બાલીમેનાએ જે કર્યુ એ હવે ઈતિહાસ છે.

નાના ભાઈની પહેલા મોટા ભાઈનો જોવા મળ્યો કમાલ

આ મેચમાં જોન ગ્લાસ પહેલા તેના મોટાભાઈ સેમ ગ્લાસનો પણ કમાલ જોવા મળ્યો હતો. નાના ભાઈએ બેટથી તાંડવ મચાવ્યુ તો તેના પહેલા મોટાભાઈએ બોલથી કમાલ કરી હતી. સેમ ગ્લાસે આ મેચમાં જ હેટ્રીક ઝડપી હતી. તેણે જોની મૂરે ઉપરાંત જય હંટર અને કેપ્ટન આરોન જોનસ્ટોનની વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: આ ભારતીય ખેલાડીઓ મેડલ મેળવે તે માટે USA અને કેનેડા જેવા દેશ કરી રહ્યા છે પ્રાર્થના, જાણો કેમ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati