Cricket: સ્મૃતી મંધાનાને પ્રશંસકે પૂછ્યુ લાઇફ પાર્ટનરમાં કેવી ખૂબી હોવી જોઇએ ? જવાબ થયો વાયરલ

|

Jul 06, 2021 | 4:40 PM

સ્મૃતી મંધાના (Smriti Mandhana) પ્રશંસકો સાથે સોશિયલ મીડિયા મારફતે ટચમાં રહેતી હોય છે. જેના દ્વારા તે ખુલ્લા મને જબરદસ્ત જવાબ ફેન્સને આપતી રહે છે.

Cricket: સ્મૃતી મંધાનાને પ્રશંસકે પૂછ્યુ લાઇફ પાર્ટનરમાં કેવી ખૂબી હોવી જોઇએ ? જવાબ થયો વાયરલ
Smriti Mandhana

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Womens Cricket Team) ઇંગ્લેંન્ડ સામે અંતિમ વન ડેમાં શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) જેમાં દમદાર પ્રદર્શનનું યોગદાન આપ્યું હતું, સાથે જ અનેક રેકોર્ડ સ્થાપ્યા હતા. ડાબોડી બેટ્સમેન સ્મૃતી મંધાના (Smriti Mandhana) પણ પોતાની રમત વડે શાનદાર યોગદાન આપતી રહેતી હોય છે. તે મેદાનમાં તો જબરદસ્ત રમત રમતી હોય છે. પરંતુ મેદાન બહાર પણ તે જવાબ આપવામાં બેધડક છે. તેની સેન્સ ઓફ હ્યમર પણ જબરદસ્ત છે. તેની આવી જ એક ટ્વીટ હાલમાં વાયરલ થઇ છે.

જે ટ્વીટ તેણે પોતાના થનારા લાઇફ પાર્ટનરને લઇને આપી હતી જે વાયરલ થઇ છે. સ્મૃતી મંધાના એ સોશીયલ મીડિયા પર આસ્ક મી એનીથિંગ સેશન યોજ્યુ હતું. જેમાં તેના પ્રશંસકોએ તેને કેટલાક સવાલ પૂછ્યા હતા. જેમાં એક પ્રશંસકે પુછી લીધું હતું કે, લવ મેરેજ અને એરેન્જ મેરેજમાંથી શુ પસંદ કરશે? સ્મૃતી મંધાના એ આ સવાલનો જવાબ પણ બેધડક આપ્યો હતો. તેણે લખ્યુ હતુ કે, લવ રેન્જ્ડ. સ્મૃતીના આ જવાબથી જ તેની સેન્સ ઓફ હ્યુમરનો પરીચર પ્રશંસકોને મળી ગયો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ દરમ્યાન એક પ્રશંસક એ એ પણ પૂછી લીધુ હતું કે, લાઇફ પાર્ટનરમાં કેવા પ્રકારની ખૂબી હોવી જોઇએ. આ અંગે સ્મૃતી એ જબરદસ્ત જવાબ વાળ્યો હતો. સ્મૃતીએ જવાબ આપતા લખ્યુ હતું કે, નંબર એક તેને મારાથી પ્રેમ હોવો જોઇે અને નંબર બે, તેને નંબર એક વાળી વાત યાદ રહેવી જોઇએ. સ્મૃતીનો આ જવાબ જબરદસ્ત રહ્યો હતો. તેના જવાબને ફેન્સે સોશીયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. તેની ટ્વીટ જોત જોતામાં જ ખૂબ વાયરલ બની ગઇ હતી.

અગાઉ પણ જવાબો દ્વારા સ્મૃતીએ ધૂમ મચાવી હતી.

ડાબોડી બેટ્સમેન સ્મૃતી મંધાના કોરોના વાયરસને લઇને, લોકડાઉન દરમ્યાન પ્રશંસકો સામે સોશીયલ મીડિયા મારફતે આવી હતી. જે વખતે તેને પ્રશંસકો એ તેના પસંદગીની વાનગીઓ અંગે સવાલો કર્યા હતા. તો કેટલાકે તેના ફેવરીટ ક્રિકેટરને લઇને સવાલ પૂછી લીધા હતા. જે વેળા પણ મંધાનાના જવાબોએ સોશીયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.

 

આ પણ વાંચોઃ  IPL ની આગામી સિઝનમાં થઇ શકે છે પરિવર્તન, બે નવી ટીમ ઉમેરાવા સાથે થશે આ બદલાવ, જાણો

Next Article