AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPL 2021: હેટમાયરે ડ્વેન બ્રાવો પર તાણ્યુ બેટ, Live મેચમાં ઘટેલી બે ઘટનાઓએ સૌનુ ધ્યાન ખેંચ્યુ, જુઓ Video

CPL 2021 ની મેચમાં, જ્યારે પેટ્રિઅટ્સ અને ગુયાના વોરિયર્સની ટીમો મેદાન પર આમને -સામને આવી હતી, ત્યારે આ મેચ દરમ્યાન ડ્વેન બ્રાવો પર હેટમાયરની બેટ તાણવાનો અંદાજ પણ જોવા મળ્યો હતો.

CPL 2021: હેટમાયરે ડ્વેન બ્રાવો પર તાણ્યુ બેટ, Live મેચમાં ઘટેલી બે ઘટનાઓએ સૌનુ ધ્યાન ખેંચ્યુ, જુઓ Video
Hetmyer bats strain on Dwayne Bravo!
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:29 PM
Share

IPL 2021 ને લઇને તૈયારીઓ શરુ થવા લાગી છે. આ પહેલા વેસ્ટઇન્ડીઝની ધરતી પર હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) પણ ક્રિકેટના ચાહકોનુ આકર્ષણ બની રહી છે. અહી 6 ટીમો વચ્ચે ધમસાણ મચી છે. દરેક ટીમોએ જીત મેળવવા માટે એડીચોટીનુ જોર લગાવ્યુ છે. અહીં રનનો વરસાદ વરસી રહ્યો છે, તો સાથે જ વિકેટો પણ નિકળતી રહે છે. જોકે આ દરમ્યાન કંઇક એવુ પણ જોવા મળી રહ્યુ છે જે હટકે રહ્યુ છે.

સિઝનની 8મી મેચમાં પેટ્રિયટ્સ (St Kitts and Nevis Patriots) અને ગુયાના વોરિયર્સ (Guyana Amazon Warriors) ની ટીમો, મેદાન પર જ્યારે આમને સામને થઇ હતી. આ દરમ્યાન હેટમાયરનુ ડ્વેન બ્રાવો પર બેટ તાણવાનો અંદાજ પણ જોવા મળ્યો હતો.

આ ઘટના ગુયાના વોરિયર્સની બેટિંગ દરમિયાન બની હતી. ગુયાનાની ઇનિંગ્સની 13 મી ઓવર ચાલી રહી હતી અને તેનો ચોથો બોલ ફેંકાયો હતો. આ ઓવર સેન્ટ કિટ્સ એન્ડ પેટ્રિઅટ્સના કેપ્ટન બ્રાવો ( Dwayne Bravo) એ ફેંકી હતી. બન્યું એવું કે ચોથો બોલ ફેંક્યા બાદ બ્રાવો પડી ગયો. પછી રન લેનાર હેટમાયરે (Shimron Hetmyer) મજાકમાં તેની તરફ બેટનો ઇશારો કર્યો. જોકે, બાદમાં હેટમાયર અને તેના સાથી હાફીઝ બંનેએ બ્રાવોને ગળે લગાવી રમતની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યુ હતુ.

જ્યારે મેચ દરમ્યાન કૂકડાની એન્ટ્રી થઈ

આ જ મેચમાં સેન્ટ કીટ્સની ઇનિંગ દરમિયાન બીજી એક રમુજી ઘટના બની હતી. એવું બન્યું કે 10 ઓવર રમત રમાઈ ચૂકી હતી. જેના બાદ મેદાન પર ક્યાંકથી એક કૂકડો દોડી આવ્યો હતો. જેના કારણે રમત થોડી ક્ષણો માટે અટકી ગઈ. બહાર નિકાળવા પહેલા કૂકડા એ તબીયતથી ફિલ્ડ પર ચક્કર લગાવ્યુ હતુ.

ડ્વેન બ્રાવોની આગેવાની હેઠળ દેશભક્તોએ ગુયાના વોરિયર્સ સામેની મેચને 4 બોલ પહેલા 6 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ રમતા ગુયાનાએ પેટ્રિઅટ્સ એ 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે તેમની ટીમે 19.2 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

આ પણ વાંચોઃ Tokyo Paralympics 2020માં ભારતને મોટો ફટકો, વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો

આ પણ વાંચોઃ IPL 2021: UAE પહોંચેલી RCBની ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને લઈને આ ખેલાડી ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા જ બહાર

g clip-path="url(#clip0_868_265)">