AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: UAE પહોંચેલી RCBની ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને લઈને આ ખેલાડી ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા જ બહાર

RCBનો એક મહત્વનો ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીની ખોટ પડશે કારણ કે તે બોલ અને બેટ બંને સાથે તેની ટીમ માટે ઉપયોગી હતો.

IPL 2021: UAE પહોંચેલી RCBની ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને લઈને આ ખેલાડી ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા જ બહાર
Virat Kohli-RCB team
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 6:27 PM
Share

IPL 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ 10 ઓક્ટોબર સુધી ચાલશે, જેના માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સહિત લગભગ તમામ ટીમો UAE પહોંચી ગઈ છે. પરંતુ RCB માટે UAE પહોંચતાની સાથે જ એક સમાચાર આવ્યા છે, જે RCB માટે સારા નથી. આ સમાચાર બાદ બેંગ્લોરની ટીમને આંચકો લાગ્યો છે. તેમનો એક મહત્વનો ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

આ ખેલાડીના બહાર થવાથી એટલા માટે ખૂબ ખોટ સાલનારી છે કે તે બોલ અને બેટ બંને સાથે તેની ટીમ માટે ઉપયોગી હતો. આઈપીએલ 2021ના ​​બીજા તબક્કામાંથી ઈજાને કારણે બહાર રહેનારા ખેલાડીનું નામ વોશિંગ્ટન સુંદર છે. આંગળીની ઈજાને કારણે વોશિંગ્ટનને ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે.

ભારતમાં રમાયેલી આઈપીએલ 2021ના ​​પ્રથમ તબક્કામાં વોશિંગ્ટને 6 મેચમાં 31 રન બનાવ્યા હતા. તેણે બોલથી 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટનના બહાર નીકળવાનો મતલબ એ છે કે શાહબાઝ અહમદને હવે પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને વધુ મેચ રમવાની તક મળશે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન સુંદરની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું. ઈંગ્લેન્ડમાં થયેલી ઈજામાંથી વોશિંગ્ટન હજુ સુધી સાજો થયો નથી.

RCBમાં સુંદરની જગ્યાએ આકાશદીપ સામેલ

RCBએ બંગાળના ઝડપી બોલર આકાશ દીપને ટીમમાં વોશિંગ્ટન સુંદરના સ્થાને સામેલ કર્યો છે. આકાશદીપ હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નેટ બોલરની ભૂમિકા ભજવી રહ્યો હતો. ભારતના વિકેટકીપર બેટ્સમેન શ્રીવત્સ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આકાશદીપ એક અદ્ભુત ઝડપી બોલર છે અને તેની પાસે સતત 140 પ્લસ ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા છે.

વોશિંગ્ટન સુંદરની આંગળીની ઈજા પહેલાથી જ તેને IPL 2021ની બહારનો રસ્તો બતાવી ચૂકી છે. પરંતુ હવે તેની T20 વર્લ્ડકપ ટીમમાંથી પણ ખતરો લટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની પસંદગી થવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ Stuart Binny : ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં ડેબ્યુ કરનાર ભારતીય ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 2 વર્ષ સુધી ચાલી

આ પણ વાંચોઃ IND vs ENG: રોહિત શર્માની ઇંગ્લેન્ડમાં રમત જોઇને ફીદા થયો આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ, રોહિત સામે રાખી દીધી પોતાની એક ખ્વાઇશ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">