ECB એ મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને હટાવ્યા, એશિઝમાં હાર મળતા જ તલવાર લટકી રહી હતી

|

Feb 04, 2022 | 9:17 AM

વર્ષ 2019માં ક્રિસ સિલ્વરવુડ (Chris Silverwood) ને ઈંગ્લેન્ડના કોચ બનાવવામાં આવ્યા હતા અને હવે લગભગ ત્રણ વર્ષ બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

ECB એ મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને હટાવ્યા, એશિઝમાં હાર મળતા જ તલવાર લટકી રહી હતી
Chris Silverwood ત્રણ વર્ષ થી ઇંગ્લેન્ડ ટીમના કોચ હતા

Follow us on

એશિઝ શ્રેણી (Ashes Series) બાદથી સતત ટીકાનો સામનો કરી રહેલા મેન્સ ટીમના મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે (Chris Silverwood) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસના કેરટેકર કેપ્ટનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. એશિઝ 2021-22 માં ઓસ્ટ્રેલિયા (Australia) સામે ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો ત્યારથી સિલ્વરવુડ પર તલવાર લટકી રહી હતી. તે ચાહકોથી લઈને દિગ્ગજો સુધીના ગુસ્સાનો શિકાર બની રહ્યા હતા. આવી સ્થિતિમાં, એવી અટકળો ચાલી રહી હતી કે સિલ્વરવુડને ટૂંક સમયમાં તેમના પદ પરથી હટાવી શકાય છે અને આખરે ગુરુવારે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો.

સિલ્વરવુડને વર્ષ 2019માં ઈંગ્લેન્ડના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. અગાઉ તે ટીમમાં બોલિંગ કોચની ભૂમિકા નિભાવી રહ્યા હતા. નવા કોચના નામની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર સ્ટીફર્ટને આ જવાબદારી આપવામાં આવી શકે છે. ગુરુવારે, સમાચાર આવ્યા કે ટીમના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે ગાઇલ્સે તેમનું પદ છોડી દીધું છે. આમ હવે આ સિલ્વરવુડની વિદાયનો અર્થ એ છે કે મેનેજમેન્ટ મોટા ફેરફારોના મૂડમાં છે.

ટોમ હેરિસને સિલ્વરવુડની પ્રશંસા કરી

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના સીઈઓ ટોમ હેરિસને કહ્યું, ક્રિસ સિલ્વરવુડે તેમના કાર્યકાળ દરમિયાન ટીમને સફળ બનાવવા માટે શક્ય તેટલું બધું કર્યું. તેમના કોચ હેઠળ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સફેદ બોલની ક્રિકેટમાં નંબર-1 ટીમ બની અને ટેસ્ટમાં અમે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ગયા અને ટેસ્ટ શ્રેણી જીતી. એન્ડ્રુ સ્ટ્રોસને આગામી દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે કેરટેકર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ત્યાર બાદ કોચિંગ માળખા અંગે વધુ નિર્ણય લેવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઈંગ્લેન્ડનો કોચ બનવું સન્માનની વાત છે

ક્રિસ સિલ્વરવુડે કહ્યું, ‘ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનવું સન્માનની વાત છે અને મેં ખેલાડીઓ અને સ્ટાફ સાથે જે રીતે કામ કર્યું છે તેના પર મને ગર્વ છે. છેલ્લા બે વર્ષ ખૂબ જ વ્યસ્ત રહ્યા છે, પરંતુ મેં ટીમ સાથે મારો સમય માણ્યો છે. હું હવે મારા પરિવાર સાથે થોડો સમય પસાર કરવાનું વિચારી રહ્યો છું.’ ઈંગ્લેન્ડ બોર્ડ ટૂંક સમયમાં નવા કોચની જાહેરાત કરશે.

 

આ પણ વાંચોઃ Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

 

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર-અમદાવાદ હાઇવે પર ‘કર્કવૃત્ત નિદર્શન સાયન્સ પાર્ક’ શરુ થવાની જોવાઇ રહી છે રાહ, ગત બજેટમાં આપી હતી ભેટ

 

Published On - 9:16 am, Fri, 4 February 22

Next Article