AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs LSG IPL Match Result: લખનૌ સુપર જાયન્ટ્સે વિશાળ લક્ષ્યને ભેદી ચેન્નાઈને 6 વિકેટે પછાડ્યુ, લુઈસની ઝડપી અડધી સદી

CSK vs LSG IPL Match Result: બંને ટીમને પ્રથમ જીતની જરુર હતી, બંને ટીમના ઈરાદા મજબૂત હતા અને જેને પરીણામે એક રોમાંચક મેચ રહી હતી. આયુષ બદોની અને એવિન લુઈસે લખનૌની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

CSK vs LSG IPL Match Result: લખનૌ સુપર જાયન્ટ્સે વિશાળ લક્ષ્યને ભેદી ચેન્નાઈને 6 વિકેટે પછાડ્યુ, લુઈસની ઝડપી અડધી સદી
Evin Lewis એ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 11:59 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 7મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Chennai Super Kings Vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ હતી. કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. રોબિન ઉથપ્પાની આક્રમક અડધી સદી અને શિવમ દુબેની ઝડપી રમત વડે CSK એ 20 ઓવરના અંતે 7 વિકેટે 210 સ્કોર લખનૌ સામે ખડક્યો હતો. જવાબમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલ  (KL Rahul) અને ડિકોકે શાનદાર ઓપનીંગ રમત રમી હતી. બંનેની ભાગીદારીના પાયાએ મેચને અંત સુધી જીવંત બંનાવી દીધી હતી. અંતમાં એવિન લુઈસ અને આયુષ બદોની (Ayush Badoni) એ ટીમને પ્રથમ જીત અપાવવાનુ કામ પુરુ કર્યુ હતુ. લખનૌએ ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યુ હતુ.

ચેન્નાઈ સામે લખનૌની ટીમના ઓપનરોએ મજબૂત શરુઆત આપી હતી. ઓપનર કેએલ રાહુલ અને ક્વિન્ટન ડીકોકે 99 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેએ આક્રમકતા સાથે રમત રમી હતી. કેપ્ટન કેએલ રાહુલે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને 40 રન 26 બોલમાં નોંધાવ્યા હતા. જોકે તે પ્રિટોરિયસની જાળમાં સપડાઈ ગયો હતો. તેના બદલામાં ક્રિઝ પર આવેલ મનિષ પાંડે (5) ઝડપથી પરત ફર્યો હતો. જોકે ડિકોકે રમતને આગળ વધારવા પ્રયાસ જારી રાખ્યો હતો અને મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી. તેણે અડધી સદી નોંધાવતી રમત રમી હતી. 45 બોલમાં 61 રન 9 ચોગ્ગાની મદદથી કર્યા હતા.

લુઈસ-બદોની રમતે અપાવી જીત

કેપ્ટન અને ડિકોકે મજબૂત પાયો રચ્યા બાદ અંતમાં એવિન લેવિસે ટીમની જવાબદારી સ્વિકારી લીધી હતી. તેને દીપક હુડા (13) એ સાથ પુરાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને બ્રાવો એ જાડેજાના હાથમાં કેચ ઝીલાવી દીધો હતો. અણનમ રહેલા લુઈસે 23 બોલમાં 55 રન નોંધાવ્યા હતા. જે દરમિયાન તેણે 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આયુષ બદોનીએ 9 બોલનો સામનો કરી 2 છગ્ગા ફટકારી 19 રન નોંધાવ્યા હતા અને તેણે જ જીતનો અંતિમ શોટ ફટકાર્યો હતો. આમ લખનૌ એ 3 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.

ચેન્નાઈના ઉથપ્પા અને દુબેની શાનદાર રમત

રોબિન ઉથપ્પાએ મોઈન અલી સાથે મળીની સારી રમત દર્શાવી હતી. તેણે આક્રમક અડધી સદી ફટકારી દીધી હતી. મોઈન અલીએ પણ ઝડપી રમત રમીને 22 બોલમાં 35 રન ફટકાર્યા હતા. અંબાતી રાયડૂએ 20 બોલમાં 27 રન ફટકાર્યા હતા. બાદમાં શિવમ દુબેએ શાનદાર આક્રમક રમત રમી દર્શાવી હતી. જોકે તે આક્રમક રમત વેળા અવેશખાનનો શિકાર બન્યો હતો. આમ તે 1 રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 30 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જેમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા નોંધાવ્યા હતા. કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં 17 રન નોંધાવ્યા હતા.ડ્વેન પ્રિટોરિયસે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. ધોનીએ અણનમ 16 રન કર્યા હતા, ધોનીએ તેનો પ્રથમ બોલનો સામનો છગ્ગા સાથે કર્યો હતો, તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

બિશ્નોઈ, અવેશ અને ટાયે 2-2 વિકેટ ઝડપી

રવિ બિશ્નોઈ એ આજે શાનદાર બોલીંગ કરી હતી. તેણે આક્રમક રમી રહેલા ઉથપ્પાની વિકેટ યોગ્ય સમયે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. બાદમાં અંબાતી રાયડૂને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે 4 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ ઝડપી હતી. અવેશખાન અને એડ્યુ ટાયે 2-2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IPL 2022, CSK vs LSG: અંબાતી રાયડૂને રન આઉટ કરવાનુ જ ચામિરા ભૂલી ગયો, કૃણાલ પંડ્યા પણ આશ્વર્યથી જોતો જ રહી ગયો, Video

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે ટ્રોફી લોંચીંગ સમયે શાનદાર ક્રિકેટ બેટ જોઈ કહ્યુ ‘મારે પણ આવુ બેટ જોઈશે’, ચૂંટણી પહેલા ચોગ્ગા છગ્ગા વાળી કરશે!

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">