CCL 2023 : સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં ગ્લેમર્સની સાથે ક્રિકેટનો જોવા મળશે ફુલ ડોઝ
સેલિબ્રિટી ક્રિકેટ લીગ (CCL) 2023 18 ફેબ્રુઆરી 2023ના રોજ શરૂ થશે. નીચે સંપૂર્ણ શેડ્યૂલ તપાસો. તેમજ આ તમામ 8ની ટીમના કેપ્ટન કોણ છે તે વિશે જાણો.

આઈપીએલની છઠ્ઠી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ શનિવારથી શરૂ થઈ રહેલી સેલિબ્રિટી ક્રિકેટ લીગની સિઝનને લઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય સિનેમાના વિવિધ ભાગોમાંથી ટીમો ભાગ લે છે.લીગની શરૂઆત 2010માં હૈદરાબાદના વિષ્ણુવર્ધન ઈન્દુરી દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સીઝન 2011માં રમાઈ હતી જેમાં ચાર ટીમો ચેન્નાઈ રાઈનોઝ, તેલુગુ વોરિયર્સ, મુંબઈ હીરોઝ અને કર્ણાટક બુલડોઝર્સે ભાગ લીધો હતો.
ગત સિઝનમાં જ્યાં કેરળ સ્ટ્રાઈકર્સ અને બંગાળ ટાઈગર્સની ટીમો સામેલ હતી, આ વખતે વધુ બે નવી ટીમો વીર મરાઠી અને ભોજપુરી દબંગ પણ લીગમાં ભાગ લઈ રહી છે. બોલ્ડ અને સુંદર બિપાસા બાસુ અને કાજલ અગ્રવાલને આ સિઝનમાં લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડવામાં આવ્યા છે.ગત સિઝનમાં ચેન્નાઈ રાઈનોસે કર્ણાટક બુલડોઝર્સને માત્ર એક રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.
આ વર્ષે CCLમાં ભારતના અલગ-અલગ પ્રદેશોની 8 ટીમોનો સમાવેશ થશે. જયપુર, હૈદરાબાદ, રાયપુર, જોધપુર, બેંગલુરુ અને તિરુવનંતપુરમ સહિત દેશના છ મોટા શહેરો દ્વારા આ સિઝનમાં 19 મેચો યોજાશે.ચાલો આપણે સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023 ટીમો, કેપ્ટન, તારીખ, સમય અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે જોઈએ.
Ready. Set. RELOADED!
The biggest season of CCL is starting with a huge bang TODAY! We are all set for the curtain raiser in Mumbai with actors from 8 film industries in India coming together to flag off what’s going to be a season to never-ever forget!#CCL2023 #HappyHappyCCL pic.twitter.com/Rv2EAdkJ23
— CCL (@ccl) February 4, 2023
સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023 ક્યારથી અને ક્યાં સમયે શરુ થશે.
CCL લીગ શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 ના રોજ શરૂ થશે. પ્રથમ મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.
સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023ની કેટલી ટીમ છે અને કેપ્ટન કોણ છે
- બંગાળ ટાઈગર્સ – કેપ્ટન જીશુ
- ભોજપુરી દબંગ્સ – કેપ્ટન મનોજ તિવારી
- ચેન્નાઈ રાઈનોઝ – કેપ્ટન આર્ય
- કર્ણાટક બુલડોઝર્સ – કેપ્ટન સુદીપ
- કેરળ સ્ટ્રાઈકર્સ – કેપ્ટન કુનચાકો બોબન
- મુંબઈ હીરોઝ – કેપ્ટન રિતેશ દેશમુખ
- પંજાબ ડીશેર – કેપ્ટન સોનુ સૂદ
- તેલુગુ વોરિયર્સ – કેપ્ટન અખિલ અક્કીનેની