AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCL 2023: જાણિતા ફિલ્મ કલાકારો ક્રિકેટના મેદાનમાં રોમાંચનો અનુભવ કરાવશે, 18 ફેબ્રુઆરીથી શરુ થશે સેલિબ્રિટી લીગ

Celebrity Cricket League: સેલિબ્રિટી ક્રિકેટ લીગની શરુઆતને લઈ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દેશભરની વિવિધ ભાષાની ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના જાણિતા કલાકારો હિસ્સો લેશે

CCL 2023: જાણિતા ફિલ્મ કલાકારો ક્રિકેટના મેદાનમાં રોમાંચનો અનુભવ કરાવશે, 18 ફેબ્રુઆરીથી શરુ થશે સેલિબ્રિટી લીગ
CCL 2023: will start on February 18 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 8:54 PM
Share

ભારતમાં ક્રિકેટ નો માહોલ આ વર્ષે અંત સુધી જળવાઈ રહેનારો છે. જાન્યુઆરી મહિનામાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ટીમો ભારત પ્રવાસે આવી હતી. ભારત અને શ્રીલંકા તેમજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે અને T20 ફોર્મેટની મળીને ચાર દ્વીપક્ષીય સિરીઝ રમાઈ હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં હાલ ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી છે. જે માર્ચ મહિના સુધી રહેશે. ત્યાર બાદ IPLનો માહોલ શરુ થશે. જોકે આ વચ્ચે હજુ એક લીગ રમાનારી છે, જેની શરુઆત આ મહિનામાં જ થનારી છે. જેમાં સ્ટાર્સ હિસ્સો લેશે અને T20 લિગ દ્વારા જબરદસ્ત માહોલ જમાવશે. જોકે આ સ્ટાર્સ ક્રિકેટની રમતના નહીં પરંતુ એક્ટિંગના છે, જે ક્રિકેટમાં ધમાલ મચાવશે.

આગામી 18 ફેબ્રુઆરીથી સેલિબ્રિટી લીગ ટૂર્નામેન્ટની શરુઆત થનાર છે. જેમાં દેશની વિવિધ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીઝના અભિનેતાઓ હિસ્સો લેશે. આમ તો ક્રિકેટની દુનિયામાંથી ફિલ્મમાં અભિનય કરનારા ગણા ખેલાડીઓ જોવા મળે છે, સાથે જ ભારતીય ફિલ્મ જગતના અનેક જાણિતા અભિનેતાઓ પણ લિગ કે ફ્રેન્ડલી ક્રિકેટમાં પોતાનુ કૌશલ્ય પ્રદર્શિત કરતા હોય છે.

8 ટીમો મચાવશે ધમાલ

સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં કુલ 8 ટીમો હિસ્સો લેનારી છે. જેમની વચ્ચે 16 લીગ મેચ રમાશે અને બાદમાં તેમાં ટોપ પર રહેનારી ટીમમ સેમિફાઈનલમાં હિસ્સો લેશે. બે સેમિફાઈલ મેચ દ્વારા ફાઈનલ ટીમો સામે આવશે. ફાઈનલની ટક્કર દર વખતની માફક આ વખતે પણ જબરદસ્ત બનશે, એવી આશા પહેલાથી જ રાખવામાં આવી રહી છે. તો સૌથી મહત્વની વાત તો એ છે, લીગની મેચોમાં ફિલ્મી અભિનેતાઓની એક્ટિંગના ચાહકોને મેદાનમાં પોતાના મનગમતા સ્ટાર્સને ક્રિકેટ રમતા માણી શકાશે.

આગામી 18 ફેબ્રુઆરીને શનિવારે સૌ પ્રથમ મેચ બેંગાલ ટાઈગર્સ અને કર્ણાટક બુલડોઝર્સ વચ્ચે ચેન્નાઈમાં બપોરે 2.30 વાગે રમાશે. આ જ સ્થળ પર શનિવારે સાંજે 7 વાગે મુંબઈ હિરોઝ અને ચેન્નાઈ રિનોઝ વચ્ચે ટક્કર જામશે. આમ આ સાથે જ દબદબાભેર સેલિબ્રિટી ક્રિકેટ લીગની શરુઆત થશે.

CCL આ રીતે શરુઆત થઈ

વર્ષ 2003ના ફેબ્રુઆરી મહિનામાં આયોજન કરવામાં આવ્યુ હતુ અને ઓફિશિયલ 2020 મેચ 13 જૂને 2003માં રમાઈ હતી. શરુઆતમાં એક જ દિવસમાં 3 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આમ કરવાનો હેતુ ફિલ્મ સ્ટાર્સ રમતની ભાવનાનો જુસ્સો ક્રિકેટ વડે દર્શાવી શકે. જેની શરુઆત સાથે જ વિવિધ ભાષાઓના ફિલ્મ સ્ટાર્સ વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવાનો વિચાર લાવવામાં આવ્યો હતો. જેને લઈ ઓક્ટોબર 2010 માં રજૂ કરવામાં આવ્યો હતો. 2011 થી ટૂર્નામેન્ટની શરુઆત કરવામાં આવી હતી.

આ દરમિયાન સેલિબ્રિટી ક્રિકટ લીગને ટી20 ફોર્મેટમાં રમવાનો આયોજન તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ માટે 60 કલાકારો ચાર જુદી જુદી ભાષાઓની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી આવ્યા અને લીગની શરુઆત થઈ હતી. શરુઆત બાદથી જ લીગને જબરદસ્ત પ્રતિસાદ મળવા લાગ્યો હતો જે લીગ માટે પ્રોત્સાહન બન્યુ હતુ. હવે લીગ દર વખતે અપડેટ સાથે નવીત્તમ રીતે રજૂ થવા લાગી છે. કોરોના કાળબાદ ફરી એકવાર લીગનો આનંદ માણવા મળશે.

આ સ્થળો પર 19 માર્ચ સુધી રમાશે લીગ

સ્ટાર્સથી ભરેલી ક્રિકેટ લીગની શરુઆત 18 ફેબ્રુઆરી થયા બાદ 19 માર્ચ સુધી રમાનારી છે. એટલ કે રવિવારે 19 માર્ચે ફાઈનલ મેચ રમાનારી છે. ફાઈનલ અને સેમિફાઈનલ મેચનુ આયોજન હૈદરાબાદમાં કરવામાં આવ્યુ છે. આ સિવાય લીગ મેચો હૈદરાબાદ, ચેન્નાઈ, જયપુર, ત્રિવેન્દ્રમ, બેંગ્લોર અને ચંદીગઢ જેવા સ્થળો પર રમાનારી છે. જ્યાં દર્શકો પણ મેચ દરમિયાન હાજર રહીને માહોલ જમાવશે.

ટીમોનુ સુકાન આ સ્ટાર્સ સંભાળશે

  1. પંજાબ દે શેરઃ સોનુ સૂદ, કેપ્ટન
  2. મુંબઈ હિરોઝઃ રિતેશ દેશમુખ, કેપ્ટન
  3. ભોજપુરી દબંગ્સઃ મનોજ તિવારી, કેપ્ટન
  4. તેલુગુ વોરિયર્સઃ અખિલ અક્કિનેની, કેપ્ટન
  5. કર્ણાટક બુલડોઝર્સઃ સુદીપ, કેપ્ટન,
  6. કેરાલા સ્ટ્રાઈકર્સઃ કુંચકો બોબાન, કેપ્ટન
  7. બેંગાલ ટાઈગર્સઃ જીસ્સૂ, કેપ્ટન
  8. ચેન્નાઈ રિનોઝઃ આર્ય, કેપ્ટન
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">