એક નહીં, બે નહીં…5 બેટ્સમેનોએ ફટકારી સદી, ઈશાન કિશને કર્યું આ કારનામું

|

Aug 16, 2024 | 5:41 PM

તમિલનાડુની બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં પ્રથમ દિવસે જ બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયામાંથી હાલ બહાર ચાલી રહેલ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન આ ટુર્નામેન્ટમાં ઝારખંડનો કેપ્ટન છે અને તેણે પહેલા દિવસે સ્ટમ્પની પાછળ કમાલ પ્રદર્શન કર્યું હતું અને હવે બીજા દિવસે બેટથી ધમાલ મચાવતા શાનદાર સદી ફટકારી હતી.

એક નહીં, બે નહીં…5 બેટ્સમેનોએ ફટકારી સદી, ઈશાન કિશને કર્યું આ કારનામું
Ishan Kishan

Follow us on

તમિલનાડુની પ્રતિષ્ઠિત ચાર દિવસીય બૂચી બાબુ ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે એક, બે નહીં પરંતુ ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જ્યારે બીજા દિવસે વધુ એક સદી નોંધાઈ હતી, ઈશાન કિશન મેદાનમાં પાછા ફરવાની સાથે જ કીપિંગ અને બેટિંગમાં પોતાની તાકાત બતાવતા કમાલ પ્રદર્શન કર્યું હતું.

બુચી બાબુ ટુર્નામેન્ટમાં બેટ્સમેનોનો દબદબો

બુચી બાબુ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે ભારતીય રેલવેના બેટ્સમેનોનો દબદબો રહ્યો હતો. ઓપનર વિવેક સિંહ અને પ્રથમ સિંહે ગુજરાત સામે શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ સિંહે 139 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ સાથે મળીને 5 સિક્સર અને 28 ફોર ફટકારી હતી. ભારતીય રેલવેની ટીમે 2 સદી ફટકારી હતી જ્યારે હરિયાણાના ધીરુ સિંહે 25 ચોગ્ગાના આધારે 147 રનની ઈનિંગ રમી હતી. છત્તીસગઢ અને જમ્મુ કાશ્મીર વચ્ચેની મેચમાં પ્રથમ દિવસે ડાબોડી ઓપનર આયુષ પાંડેએ સદી ફટકારી હતી. પાંડેએ 220 બોલમાં 138 રનની ઈનિંગ રમી હતી.

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

 

કિશનની જબરદસ્ત વિકેટકીપિંગ

ઝારખંડ અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચમાં પહેલા દિવસે કોઈ સદી ફટકારી શક્યું નહીં, પરંતુ વિકેટકીપર ઈશાન કિશનની જબરદસ્ત વિકેટકીપિંગ ચોક્કસપણે જોવા મળી હતી. ઈશાન કિશને મધ્યપ્રદેશ સામે ચાર કેચ પકડ્યા હતા. મેચમાં ઈશાન કિશનની જબરદસ્ત કેપ્ટન્સી જોવા મળી હતી. મધ્યપ્રદેશની ટીમ ઝારખંડ દ્વારા 225 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

ઈશાનની શાનદાર સદી

પહેલા દિવસે કપ્તાની અને કીપિંગથી કમાલ કરનાર કિશને બીજા દિવસે દમદાર બેટિંગ કરી શાનદાર સદી ફટકારી હતી. કિશન 92 રન પર રમી રહ્યો હતો અને સદીથી માત્ર 8 રન દૂર હતો, ત્યારે તેણે બેક ટુ બેક બે સિક્સર ફટકારી સદી પૂરી કરી હતી. ઈશાન કિશને 107 બોલમાં 114 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કોચ રાહુલ દ્રવિડનો દીકરો પહેલી જ મેચમાં નિષ્ફળ ગયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article