AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોણ છે અમન મોખડે, જેણે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા

વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન અમન મોખડે ભારતીય ક્રિકેટમાં ધમાલ મચાવી છે. આ જમણા હાથના બેટ્સમેનએ નવ મેચમાં 781 રન બનાવ્યા છે. જાણો તે કોણ છે અને તે કેવી રીતે રન મશીન બની ગયો છે.

Breaking News : કોણ છે અમન મોખડે, જેણે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા
| Updated on: Jan 16, 2026 | 3:11 PM
Share

અમન મોખડેનું નામ હાલમાં ભારતીય ક્રિકેટની દુનિયામાં છવાયું છે. જમણા હાથના બેટ્સમેને વિજય હજારે ટ્રોફીમાં એવું પ્રદર્શન કર્યું છે. કે,આ ખેલાડીને બધા જોતા જ રહી ગયા. કર્ણાટક વિરુદ્ધ સેમિફાઈનલ મેચમાં વિદર્ભેના આ બેટ્સમેને શાનદાર સદી ફટકારી હતી. તેમજ તેની ટીમને ફાઈનલમાં એન્ટ્રી અપાવી છે. અમન મોખડે વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ગજબની વાત એ છે કે, આ ખેલાડીએ 6 મેચમાં 5 સદી ફટકારી છે. તેમજ અમને લિસ્ટ એમાં સૌથી ફાસ્ટ હજાર રન બનાવવાના મામલે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. આ તો રહી રેકોર્ડની વાત પરંતુ હવે તમને જણાવીએ કે, આખરે અમન મોખડે કોણ છે. તે કવી રીતે ભારતીય ક્રિકેટનો આગામી રન મશીન માનવામાં આવીરહયો છે.

અમન મોખડે કોણ છે?

અમન મોખડેના રેકોર્ડ અને તેના રનની જાણકારી પહેલા આપણે જાણીએ કે, અમન મોખડે કોણ છે. અમન મોખડે વિદર્ભનો રહેવાસી છે અને તે 16 જાન્યુઆરીના રોજ 26 વર્ષનો થયો છે. અમન ઓપનિંગ બેટ્સમેન છે. તેની બેટિંગ માટે જાણીતો છે. અમન મોખડેનો પરિવાર એન્જિયનર,ડોક્ટર ,લેક્ચરર છે પરંતુ આ ખેલાડીએ ક્રિકેટને પોતાનું કરિયર બનાવ્યું છે. તેના પિતાએ તેને ક્રિકેટર બનવામાં ખુબ મહેનત કરી છે. અમન હાલમાં એમકોમનો અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2019-20માં આ ખેલાડી કૂચ બેહાર ટ્રોફીમાં વિદર્ભની ટીમનો કેપ્ટન હતો. ત્યારબાદ પ્રોફેશનલ ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો હતો.

અમન મોખડેની ખાસ વાત

અમન મોખડેનો સૌથી મોટો ફેરફાર તેનો એટીટ્યુડ રહ્યો છે. કોચ કહે છે કે અમનને પોતાની જાત સાથે વાત કરવાની આદત છે, અને જ્યારે પણ તે ભૂલ કરે છે, ત્યારે તે ખૂબ ગુસ્સે થાય છે. તે તેનો અર્થ કાઢવા માટે પોતાને અપશબ્દો કહે છે. આ રીતે, તે ઓછી ભૂલો કરે છે, અને બધાએ આ વિજય હજારે ટ્રોફીમાં જોયું.

અમન મોખડેનું વિજય હજારે ટ્રોફીમાં પ્રદર્શન

અમન વિજય હજારે ટ્રોફીમાં 9 મેચ રમ્યો છે. તેના બેટમાંથી 781 રન આવ્યા છે. અમન મોખડે આ સીઝનમાં 5 સદી અને એક અડધી સદી ફટકારી છે. અમને સાથે સાથે એક મોટો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. તેમણે સૌથી ફાસ્ટ 1000 લિસ્ટ એ રન બનાવનાર ભારતીય બન્યો છે. તેમણે 16 ઈનિગ્સમાં 1000 લિસ્ટ એ રનનો આંકડો પાર કર્યો છે. તેમણે ગ્રીમ પોલકની બરાબરી કરી છે.જો અમન મોખડે વિદર્ભને વિજય હજારે ટ્રોફી જીતવામાં મદદ કરે છે, તો આ ખેલાડી ટૂંક સમયમાં ભારત A ટીમમાં રમતા જોવા મળી શકે છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">