AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી Duleep Trophyમાં બન્યો કેપ્ટન, સેમિફાઇનલમાં East Zoneની કમાન સંભાળી

Duleep Trophy semifinalમાં વૈભવ સૂર્યવંશી ઈર્સ્ટ ઝોનનો કેપ્ટન બન્યો છે. તેમણે આ જવાબદારી ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ સંભાળી છે. આ પહેલી વખત છે. જ્યારે વૈભવ સૂર્યવંશી કેપ્ટનશીપ કરી રહ્યો છે.

Breaking News : 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી Duleep Trophyમાં બન્યો કેપ્ટન, સેમિફાઇનલમાં East Zoneની કમાન સંભાળી
Image Credit source: AI
| Updated on: Aug 30, 2026 | 1:31 PM
Share

Vaibhav Sooryavanshi Captain East Zone : 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફીમાં ઈર્સ્ટ ઝોનનો કેપ્ટન બન્યો છે.તેમણે કેપ્ટનશીપ સંભાળી છે. ઈશાન કિશનને ઈજાના કારણે બહાર થવું પડ્યું છે. ઈશાન કિશનના હાથની આંગળીમાં ઈજા થઈ છે. દુલીપ ટ્રોફીની સેમિફાઈનલમાં ઈર્સ્ટ ઝોનની મેચ સેન્ટ્રલ ઝોન સાથે છે. બંને ટીમ વચ્ચે આ મેચ બેંગ્લોરના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં રમાઈ રહી છે. વૈભવ સૂર્યવંશીની રેડ બોલ મેચ કરિયરમાં પહેલી વખત છે. જ્યારે તે ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

ઈશાન કિશન થયો ઈજાગ્રસ્ત

ઈશાન કિશને દુલીપ ટ્રોફીની સેમિફાઈનલમાં 19મી ઓવર દરમિયાન અભિજીત સરકારના એક બોલ વિકેટકીપિંગ કરી રહેલા ઈશાન કિશનને હાથમાં ઈજા થઈ હતી. ઈજા બાદ ટીમના ફીઝિયોએ ઈશાન કિશનની તપાસ કરી. ત્યારબાદ તેને બહાર થવું પડ્યું હતુ. ઈશાન કિશાનના સ્થાને વિકેટકીપિંગની કમાન કુમાર કુશાગ્રે સંભાળી છે. જ્યારે ઈર્સ્ટ ઝોનની કેપ્ટનશીપ વાઈસકેપ્ટન વૈભવ સૂર્યવંશીને સોંપવામાં આવી છે.

વૈભવ સૂર્યવંશી પહેલી વખત કેપ્ટન બન્યો

આ પહેલી વખત છે. જ્યારે વૈભવ સૂર્યવંશી કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ પહેલા તેને રણજી સીઝનમાં બિહારનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સિવાય ઈન્ડિયા અંડર 19 ટીમમાં વાઈસ કેપ્ટનની ભૂમિકામાં હતો.આ પહેલી વાર છે. જ્યારે વૈભવ સૂર્યવંશી કોઈ સિનિયર પુરુષ ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. 15 વર્ષનો આ ખેલાડી ફક્ત તેની બીજી દુલીપ ટ્રોફી મેચ રમી રહ્યો છે અને એકંદરે તેની 10મી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી રહ્યો છે. અગાઉ, તેણે  2024ની શરૂઆતમાં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.

દુલીપ ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ડેબ્યુ કર્યું

વૈભવ સૂર્યવંશીએ આ વર્ષે દુલીપ ટ્રોફીમાં ડેબ્યુ કર્યું છે. તેમણે નોર્થ ઈર્સ્ટ ઝોન વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલમાં ડેબ્યું કર્યું હતુ. રમાયેલી એક ઈનિગ્સમાં તેમણે માત્ર 6 રન બનાવ્યા હતા. આ સિવાય એક જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી. હવે સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ સેમિફાઈનલ મેચમાં દુલીપ ટ્રોફીમાં તેની બીજી મેચ છે. જેમાં તે કેપ્ટન બન્યો છે.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
રાજકોટમાં દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ ! Video
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
g clip-path="url(#clip0_868_265)">