AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બાંગ્લાદેશ ક્રિકેટ બાદ આઈસીસીએ આ બાંગ્લાદેશી પર લગાવ્યો પ્રતિબંધ

Bangladesh, T20 World Cup 2026 : ભારતમાં રમાનાર વર્લ્ડકપમાં રમવાની ના પાડ્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટે પોતાનું ખુબ મોટું નુકસાન કર્યું છે. આઈસીસી પણ બાંગ્લાદેશ સામે કડક થયું છે. ક્રિકેટ ટીમ બાદ આઈસીસીએ આના પર પ્રતિબંધ લગાવ્યો છે.

Breaking News : બાંગ્લાદેશ ક્રિકેટ બાદ આઈસીસીએ આ બાંગ્લાદેશી પર લગાવ્યો પ્રતિબંધ
| Updated on: Jan 27, 2026 | 4:53 PM
Share

આઈસીસી ટી20 વર્લ્ડકપ શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ભારત અને શ્રીલંકામાં ટી20 વર્લ્ડકપની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ચાહકો પણ ટી20 વર્લ્ડકપમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે આતુર છે. ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપ રમવાની ના પાડી છે. ત્યારે સ્કોટલેન્ડનું નસીબ ખુલ્યું છે. તેને ટી20 વર્લ્ડકપ રમવાની એન્ટ્રી મળી છે. ત્યારે હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, આઈસીસી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કડક પગલા લેશે. આ સાથે હવે આઈસીસીએ રમતગમતના પત્રકારો પર પ્રતિબંધ લગાવ્યો છે.

ટુંકમાં આઈસીસીએ બાંગ્લાદેશી સ્પોર્ટસ જર્નલિસ્ટને ટૂર્નામેન્ટ કવરેજ માટે એક્રીડેટેશન આપવાની મનાઈ કરી છે. મહત્વની વાત એ છે કે, માત્ર ભારતમાં રમાનારી મેચ માટે નહી પરંતુ જે મેચ શ્રીલંકામાં રમાશે. ત્યાં પણ બાંગ્લાદેશના પત્રકાર કવર કરી શકશે નહી.

બાંગ્લાદેશના પત્રકારો T20 WCમાં પ્રતિબંધ

હજુ આ મામલે આઈસીસી તરફથી કોઈ અધિકારિક જાહેરાત સામે આવી નથી. પરંતુ એવો રિપોર્ટ છે કે, બાંગ્લાદેશના રમત પત્રકારોને ભારત અને શ્રીલંકામાં રમાનારી મેચમાં કવરેજ માટે એક્રીડેટેશન આપવાની આઈસીસીએ ના પાડી છે.2026 ના T20 વર્લ્ડ કપ પહેલા બધી ટીમોને વોર્મ-અપ મેચ રમવાની તક મળશે.

T20 WC બાંગ્લાદશેના સ્થાને સ્કોટલેન્ડના નસીબ ચમક્યા

આ પહેલા બાંગ્લાદેશની ટીમ ભારતમાં ન રમવાની જિદ પર રહ્યું હતુ. જેને લઈ આઈસીસીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આઈસીસીએ આ ટૂર્નામેન્ટમાં સ્કોટલેન્ડને રિપ્લેસ કર્યું છે.આઈસીસીએ સ્પષ્ટ કહ્યું કે, ટૂર્નામેન્ટના નિયમો મુજબ તમામ ટીમોએ નિર્ધારિત સ્થાન પર મેચ રમવાની રહેશે. આ સ્થિતિમાં આઈસીસીએ બાંગ્લાદેશને બહાર કરી દીધું છે.

ગ્રુપ સીમાં સ્કોટલેન્ડ

7 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s વેસ્ટઈન્ડિઝ

14 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s ઈંગ્લેન્ડ

17 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s નેપાળ

19 ફેબ્રુઆરીસ્કોટલેન્ડ v/s વેસ્ટઈન્ડિઝ

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">