AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 દરમિયાન ઈશાન કિશનનું સન્માન, બિહાર સરકારે 1 કરોડ રૂપિયાનું આપ્યું ઈનામ

બિહાર સરકારે 2026ના T20 વર્લ્ડ કપમાં જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઈશાન કિશનનું સન્માન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. ઈશાન કિશન હાલ IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે.

Breaking News: IPL 2026 દરમિયાન ઈશાન કિશનનું સન્માન, બિહાર સરકારે 1 કરોડ રૂપિયાનું આપ્યું ઈનામ
Ishan Kishan honoured 1 crore rewardImage Credit source: X/Samrat Choudhary
| Updated on: May 15, 2026 | 4:41 PM
Share

ICC T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનનું બિહાર સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. બિહારના ગૌરવ ઈશાનને વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય બનવા અને ટ્રોફી જીતવામાં તેના મહત્વપૂર્ણ યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. IPL 2026 દરમિયાન ઈશાન કિશન બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મળ્યો હતો. મુખ્યમંત્રીએ ઈશાન કિશનનું સન્માન કર્યું હતું અને આ પ્રસંગના ફોટા તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા.

બિહાર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું ઈનામ

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તેમના નિવાસસ્થાને ઈશાન કિશનનું સન્માન કર્યું હતું. કેટલાક ફોટા શેર કરતા સમ્રાટ ચૌધરીએ લખ્યું, “ICC T20 વર્લ્ડ કપ 2026 માં વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય, એક તેજસ્વી બેટ્સમેન, બિહારના પુત્ર ઈશાન કિશનને વર્લ્ડ કપ જીતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ રાજ્ય સરકારે ₹ 1 કરોડની રકમથી સન્માનિત કર્યા. સફળ ક્રિકેટ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ. બિહારને ગૌરવ અપાવતા રહો.”

બિહારના મુખ્યમંત્રીએ ઈશાનનું કર્યું સન્માન

આ પ્રસંગે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે મુખ્ય સચિવ પ્રત્યા અમૃત અને દીપક કુમાર હાજર હતા. આ દરમિયાન બિહારનો યુવા ફાસ્ટ બોલર શાકિબ હુસૈન પણ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મળ્યો હતો. શાકિબ હુસૈને તાજેતરમાં જ IPLમાં ડેબ્યૂ કર્યું છે અને તે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે, જે ટીમમાં ઈશાન કિશન પણ છે.

ઈશાનનું T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન

ઈશાન કિશને 2026 ના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 9 મેચમાં 35.22 ની સરેરાશથી 317 રન બનાવ્યા હતા, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. તે ટુર્નામેન્ટમાં ભારત માટે બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, ઈશાનની દમદાર બેટિંગે ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી.

Breaking News: જો આજે લખનૌ સામે હાર્યું ચેન્નાઈ, તો શું પ્લેઓફ રેસમાંથી થઈ જશે બહાર? જાણો સમીકરણ

Follow Us
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
g clip-path="url(#clip0_868_265)">