
IND vs PAK: ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ક્રિકેટ જગતમાંથી એવા અહેવાલો સૂચવે છે કે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમ, T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે. આ મેચ આગામી 15 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાવાની છે. જો કે PCB આ મેચને છોડી દેવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, PCB ચેરમેન મોહસીન નકવી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચેની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાથી નારાજ છે, તેથી જ PCB આવી યુક્તિઓ અપનાવી રહ્યું છે.
જો ભારત-પાકિસ્તાન મેચ રદ થાય છે, તો તે ICC ને ખૂબ મોટું નાણાકીય નુકસાન પહોંચી શકે છે. T20 વર્લ્ડ કપ ફાઇનલ અને સેમિફાઇનલ મેચ ઉપરાંત, ભારત-પાકિસ્તાન મેચ સૌથી વધુ TRP આપતી રમત છે. આનાથી ICC અને બ્રોડકાસ્ટર્સને વ્યાપક નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. જોકે, આની પાકિસ્તાન ઉપર પણ ભારે નકારાત્મક અસર પડશે, કારણ કે ICC તેની સામે કડક કાર્યવાહી કરી શકે છે.
Bang
PAKISTAN vs INDIA BOYCOTTPakistan is most likely to boycott the India game on 15th Feb in the T20 World Cup. (Geo News).#T20WC2026 #PakistanCricket #T20WorldCup2026 pic.twitter.com/0JhtqyMxRL
— Talha Nawaz (@TalhaDigital007) January 26, 2026
ટી20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ બહાર થયા પછી, પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ પણ બેહુદા અને વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે. ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ ખાને તો વિરોધમાં એવુ કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમે પણ T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવો જોઈએ. તેમનું માનવું છે કે T20 વર્લ્ડ કપમાં ના રમવું એ ભારત અને ICC માટે મોટો ફટકો હશે. હવે, પાકિસ્તાની મીડિયામાં ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાના અહેવાલો સામે આવી રહ્યા છે. શાહબાઝ શરીફ અને મોહસીન નકવી વચ્ચેની બેઠક પછી આ સમાચારની પુષ્ટિ થયેલ માહિતી ઉપલબ્ધ થશે.