AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હરભજન સિંહનો એસ શ્રીસંતને થપ્પડ મારવાનો વીડિયો પહેલીવાર આવ્યો સામે, 17 વર્ષ પછી લલિત મોદીએ વીડિયો શેર કર્યો

IPL 2008માં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચના અંત પછી, હરભજન સિંહે ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને થપ્પડ મારી હતી. હવે 17 વર્ષ પછી, લલિત મોદીએ આ થપ્પડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

Breaking News : હરભજન સિંહનો એસ શ્રીસંતને થપ્પડ મારવાનો વીડિયો પહેલીવાર આવ્યો સામે, 17 વર્ષ પછી લલિત મોદીએ વીડિયો શેર કર્યો
Harbhajan Singh & S SreesanthImage Credit source: PTI
| Updated on: Aug 29, 2025 | 7:59 PM
Share

IPLના ઈતિહાસમાં ઘણા મોટા વિવાદો થયા છે, પરંતુ વિશ્વની સૌથી મોટી લીગમાં એક એવી ઘટના બની જેણે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકોને જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટને પણ ચોંકાવી દીધું. અમે વાત કરી રહ્યા છીએ હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થયેલી થપ્પડની ઘટના વિશે.

હરભજનનો શ્રીસંતને થપ્પડ મારવાનો વીડિયો

2008માં IPLની પહેલી જ સિઝનમાં હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી. મેચ પૂરી થયા પછી, મુંબઈ ટીમનો ભાગ રહેલા હરભજને અચાનક પંજાબ કિંગ્સના ખેલાડી શ્રીસંતને થપ્પડ મારી દીધી અને દુનિયા ચોંકી ગઈ. આ ઘટનાનો વીડિયો ક્યારેય કોઈએ જોયો ન હતો, પરંતુ IPLના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ હવે તેને જાહેર કર્યો છે.

સિક્યુરિટી કેમેરામાં વીડિયો થયો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે લલિત મોદી સાથે પોડકાસ્ટ કર્યો. લલિત મોદીએ બિયોન્ડ23 ક્રિકેટ પોડકાસ્ટમાં જણાવ્યું કે હરભજને શ્રીસંતને કેવી રીતે થપ્પડ મારી હતી. લલિત મોદીએ કહ્યું, “મેચ પૂરી થઈ ગઈ હતી, કેમેરા પણ બંધ હતા. જોકે, મારો સિક્યુરિટી કેમેરો ચાલુ હતો, આ દરમિયાન જે કંઈ થયું તેનો વીડિયો બની ગયો.”

17 વર્ષ પછી લલિત મોદીએ વીડિયો કર્યો શેર

બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. આ દરમિયાન, હરભજન સિંહ એસ. શ્રીસંત પાસે આવ્યો અને તેને ઉલ્ટા હાથે થપ્પડ મારી. શ્રીસંત પહેલી થોડી સેકન્ડો સુધી કઈં સમજી શક્યો નહીં. બાદમાં હરભજન સિંહ ફરીથી તેની પાસે આવ્યો પરંતુ ઈરફાન પઠાણ અને મહેલા જયવર્ધને બંને વચ્ચે આવી ગયા. મેં છેલ્લા 17 વર્ષથી આ વીડિયો શેર કર્યો નથી.”

હરભજનને આજે પણ છે અફસોસ

આ થપ્પડ મારવાની ઘટના પછી, હરભજન સિંહ પર આખી IPL સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેના પર 5 ODI મેચનો પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હરભજન સિંહને આજે પણ આ વાતનો અફસોસ છે.

હરભજને ઘણી વાર પોતાની ભૂલ સ્વીકારી

હરભજન સિંહે ઘણી વાર પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ શ્રીસંતની પુત્રી દ્વારા કહેવામાં આવેલી એક વાત હજુ પણ તેને પરેશાન કરે છે. શ્રીસંતની પુત્રીએ હરભજન સિંહને કહ્યું હતું કે, “હું તમારી સાથે વાત કરવા માંગતી નથી, તમે મારા પિતાને માર્યો છે.” હરભજને કહ્યું કે જ્યારે શ્રીસંતની પુત્રીએ આ કહ્યું, ત્યારે તે ​​પણ રડવા લાગ્યો હતો.

આ પણ વાંચો: Breaking News : રાજીવ શુક્લા BCCIના કાર્યકારી પ્રમુખ બન્યા, રોજર બિન્નીની છુટ્ટી – સૂત્ર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">